વિપક્ષના સાંસદોએ વક્ફ (સંશોધન) બિલ પરની સંસદીય સમિતિના અધ્યક્ષ ભાજપના સાંસદ જગદંબિકા પાલ પર તાનાશાહીનો આરોપ લગાવ્યો છે. આ સાંસદોએ સમિતિથી અલગ થવાની ચેતવણી આપી છે. તેમનો આરોપ છે કે પાલ વિપક્ષનો અભિપ્રાય લીધા વિના એકતરફી નિર્ણયો લઈ રહ્યા છે, જેના કારણે વિપક્ષના સાંસદોને બિલ પર તેમના વિચારો રજૂ કરવાની યોગ્ય તક મળી રહી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર વિપક્ષના સાંસદો આજે આ મુદ્દે પોતાની નારાજગી વ્યક્ત કરવા માટે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને મળશે. વિપક્ષના નેતાઓએ બિરલાને સંયુક્ત પત્ર લખ્યો છે, જેમાં ડીએમકેના એ રાજા, કોંગ્રેસના મોહમ્મદ જાવેદ અને ઈમરાન મસૂદ, AIMIMના અસદુદ્દીન ઓવૈસી, AAPના સંજય સિંહ અને ટીએમસીના કલ્યાણ બેનર્જી સહિતના ઘણા નેતાઓની સહી છે. બેઠકોમાં એકપક્ષીય નિર્ણય લેવાનો આરોપ
પત્રમાં વિપક્ષના સાંસદોએ ફરિયાદ કરી છે કે જગદંબિકા પાલ કેટલીકવાર સતત 3 દિવસ સુધી મીટિંગની તારીખો નક્કી કરે છે અને નિર્ણય પણ એકતરફી લઈ રહ્યા છે. વિપક્ષના સાંસદોનું કહેવું છે કે તૈયારી વિના યોગ્ય વાતચીત કરવી અમારા માટે શક્ય નથી. આ સાથે જ ભાજપના સાંસદોએ આક્ષેપ કર્યો છે કે વિપક્ષના સભ્યો જાણીજોઈને સમિતિના કામમાં અડચણો ઉભી કરી રહ્યા છે. JPCમાં લોકસભામાંથી 21 સભ્યો છે – ભાજપના 7, કોંગ્રેસના 3 સાંસદ
1. જગદંબિકા પાલ (BJP) 2. નિશિકાંત દુબે (BJP) 3. તેજસ્વી સૂર્યા (BJP) 4. અપરાજિતા સારંગી (BJP) 5. સંજય જયસ્વાલ (BJP) 6. દિલીપ સૈકિયા (BJP) 7. અભિજીત ગંગોપાધ્યાય (BJP) 8. શ્રીમતી એલ.એસ. દેવરાયાલુ (ટીડીપી) 9. ગૌરવ ગોગોઈ (કોંગ્રેસ) 10. ઈમરાન મસૂદ (કોંગ્રેસ) 11. મોહમ્મદ જાવેદ (કોંગ્રેસ) 12. મૌલાના મોહિબુલ્લાહ (એસપી) 13. કલ્યાણ બેનર્જી (ટીએમસી) 14. એ રાજા (ડીએમકે) 15. એલએસ દેવરાયાલુ (ટીડીપી) 16 દિનેશ્વર કામત (JDU) 17. અરવિંત સાવંત (શિવસેના, ઉદ્ધવ જૂથ) 18. સુરેશ ગોપીનાથ (NCP, શરદ પવાર) 19. નરેશ ગણપત મ્હાસ્કે (શિવસેના, શિંદે જૂથ) 20. અરુણ ભારતી (LJP-R) 21. અસસુદ્દીન ઓવૈસી (AIMIM) JPCમાં રાજ્યસભાના 10 સભ્યો – ભાજપના 4, કોંગ્રેસના 1 સાંસદ
1. બ્રિજ લાલ (ભાજપ) 2. ડૉ. મેધા વિશ્રામ કુલકર્ણી (ભાજપ) 3. ગુલામ અલી (ભાજપ) 4. ડૉ. રાધા મોહન દાસ અગ્રવાલ (ભાજપ) 5. સૈયદ નસીર હુસૈન (કોંગ્રેસ) 6. મોહમ્મદ નદીમ ઉલ હક ( TMC) 7. વી વિજયસાઈ રેડ્ડી (YSRCP) 8. એમ મોહમ્મદ અબ્દુલ્લા (DMK) 9. સંજય સિંહ (AAP) 10. ડૉ. ધર્મસ્થલા વીરેન્દ્ર હેગડે (રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત) વક્ફ બિલ પર અત્યાર સુધી યોજાયેલી JPCની બેઠકો… 22 ઓગસ્ટ, પ્રથમ બેઠકઃ સમિતિના અધ્યક્ષે કહ્યું- દરેકના મંતવ્યો સાંભળવામાં આવશે.
31 સભ્યોની JPCની પ્રથમ બેઠક 22 ઓગસ્ટના રોજ મળી હતી. આમાં સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલે કહ્યું હતું કે બિલ પર વિચારણા દરમિયાન તમામ 44 સુધારાઓ પર ચર્ચા કરવામાં આવશે. દરેકને સાંભળવામાં આવશે. લઘુમતી બાબતો અને કાયદા મંત્રાલયના અધિકારીએ ડ્રાફ્ટ કાયદામાં થયેલા ફેરફારો અંગે સમિતિને માહિતી આપી હતી. 30 ઓગસ્ટ, બીજી બેઠકઃ વિપક્ષના સાંસદોએ વોકઆઉટ કર્યું
બીજી બેઠકમાં વિપક્ષના સભ્યોએ થોડીવાર માટે સભામાંથી વોકઆઉટ કર્યુ હતું. આ બેઠક લગભગ 8 કલાક ચાલી હતી. બેઠકમાં ઓલ ઈન્ડિયા સુન્ની જમીયતુલ ઉલેમા અને ઈન્ડિયન મુસ્લિમ ફોર સિવિલ રાઈટ્સ, રાજસ્થાન મુસ્લિમ વક્ફ, દિલ્હી અને યુપી સુન્ની વક્ફ બોર્ડના મંતવ્યો સાંભળવામાં આવ્યા હતા. 5 સપ્ટેમ્બર, ત્રીજી બેઠકઃ વિપક્ષે કહ્યું- મંત્રાલયે માહિતી છુપાવી
ત્રીજી બેઠકમાં મંત્રાલયોના અધિકારીઓએ વકફ બિલ પર પ્રેઝન્ટેશન આપ્યું હતું. આ દરમિયાન અધિકારીઓની વિપક્ષના સાંસદો સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિપક્ષના સાંસદોએ આક્ષેપ કર્યો હતો કે સરકારી અધિકારીઓ પ્રેઝન્ટેશન દરમિયાન બિલની સંપૂર્ણ માહિતી આપી રહ્યા નથી. સૌથી વધુ વિરોધ AAP સાંસદ સંજય સિંહ અને TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ કર્યો હતો. 6 સપ્ટેમ્બર, ચોથી બેઠક: ASIએ જૂના કાયદા સામે વાંધો ઉઠાવ્યો
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ની ટીમે પણ બેઠકમાં ભાગ લીધો હતો. ટીમે પ્રેઝન્ટેશન દ્વારા જણાવ્યું હતું કે જૂના સ્મારકોની જાળવણી માટે નવું સુધારા બિલ પણ જરૂરી છે. એએસઆઈએ જૂના વક્ફ કાયદા પર તેના પાંચ વાંધાઓ પણ નોંધાવ્યા હતા. 14 ઓક્ટોબર, પાંચમી બેઠકઃ ખડગે પર મિલકત હડપ કરવાનો આરોપ
બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પર વકફ સંપત્તિ હડપ કરવાનો આરોપ લગાવાયા હતા. આનાથી નારાજ વિપક્ષી પાર્ટીઓના સાંસદોએ બેઠકનો બહિષ્કાર કર્યો હતો. તેમજ સ્પીકરને પત્ર લખીને સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલના હટાવવાની માંગ કરી હતી. તેમજ સ્પીકરને મળવા માટે સમય માંગ્યો હતો. ઑક્ટોબર 29: વિપક્ષના સાંસદો અને દિલ્હી વક્ફ બોર્ડ વચ્ચે ભારે હોબાળો
29 ઓક્ટોબરની બેઠકમાં વિપક્ષી સાંસદો અને દિલ્હી વક્ફ બોર્ડ વચ્ચે ભારે હોબાળો થયો હતો. વિપક્ષના સાંસદોએ કહ્યું હતું કે દિલ્હી વક્ફ બોર્ડને દિલ્હી સરકારની મંજૂરી વિના પ્રેઝન્ટેશન આપવાની મંજૂરી આપવી ગેરકાયદેસર છે.