back to top
Homeમનોરંજનશાહરુખે 11 વર્ષના અબરામ માટે ખરીદ્યી 3 કરોડની ગાડી:બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ફક્ત રણબીર...

શાહરુખે 11 વર્ષના અબરામ માટે ખરીદ્યી 3 કરોડની ગાડી:બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ફક્ત રણબીર અને જાન્હવી પાસે છે આ અલ્ટ્રા લક્ઝરી કાર

કિંગ ખાન તેની સફળતા અને લક્ઝરીયસ લાઈફસ્ટાઈલ માટે ફેમસ છે. 7000 કરોડથી વધુની નેટવર્થ સાથે, તે અનેક બંગલાઓથી લઈને લક્ઝરી કાર સુધીની વસ્તુઓના માલિક છે. તાજેતરમાં શાહરુખે તેના સૌથી નાના દિકરા અબરામ માટે નવી લેક્સસ LM 350h 4S અલ્ટ્રા લક્ઝરી કાર ખરીદી છે. આ હાઇટેક કાર ભારતમાં સૌથી મોંઘા MPV પૈકીની એક છે. અગાઉ તેને રણબીર કપૂર અને જાન્હવી કપૂરે ખરીદ્યી હતી. શાહરુખે અબરામ માટે ખરીદ્યી 3 કરોડની કાર
શાહરુખ ખાનની નવી Lexus LM 350hની કિંમત આશરે 3 કરોડ રૂપિયા છે. અબરામ અને તેના ફ્રેન્ડસ, એક્ટ્રેસ અમૃતા અરોરાનો પુત્ર આ કારમાં બેઠેલા જોવા મળ્યા હતા, જેને ઘણા ફેન્સનું ધ્યાન ખેંચ્યું હતું. શાહરૂખની લક્ઝરી કારનું લિસ્ટ
શાહરૂખ ખાનનું કાર કલેક્શન 31 કરોડ રૂપિયાથી વધુનું છે અને તેમાં વિશ્વના સૌથી લક્ઝરી વાહનોનો સમાવેશ થાય છે. તેમના કલેક્શનમાં બુગાટી વેરોન, બેન્ટલી કોન્ટિનેંટલ GT, BMW 7 સિરીઝ, ઓડી A6 અને રોલ્સ રોયસ ફેન્ટમ કૂપ જેવી કારનો સમાવેશ થાય છે. તેમની સૌથી કિંમતી કાર પૈકીની એક રોલ્સ-રોયસ કુલીનન છે, જે સમગ્ર વિશ્વમાં ખૂબ જ લક્ઝરી માનવામાં આવે છે. સુહાના ખાન અને આર્યન ખાન પાસે કઈ કાર છે
તેમના બાળકો પણ પાસે પણ લક્ઝરી ગાડીઓ છે. તેમની દિકરી સુહાના ખાને સુઝુકી સ્વિફ્ટ ચલાવવાનું શરૂ કર્યું હતું પરંતુ હવે તે મર્સિડીઝ બેન્ઝ એસ 450 વાપરે છે. તેમના પુત્ર આર્યન ખાન પાસે GLE43 AMG અને રેન્જ રોવર સહિત અનેક હાઈ-એન્ડ કાર છે. રણબીર અને જાહ્નવી પાસે પણ છે આ કાર
શાહરૂખના આ લિસ્ટમાં હવે Lexus LM 350h પણ એડ થઈ ગઈ છે. આ કાર તેમના સિવાય જાન્હવી કપૂર અને રણબીર કપૂર પાસે પણ છે. જોકે, અન્ય કોઈ પણ બોલિવૂડ સેલેબ પાસે આ કાર નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments