ગુજરાત મેડીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ગાંધીનગર ના સીઈઓ ડોક્ટર મનીષ રામાવત ગોધરાની સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાતે આવી પહોંચ્યા હતા. અને મુલાકાત દરમિયાન વિવિધ વોર્ડમાં નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા.સાથે સાથે સિવિલ હોસ્પિટલના સ્ટાફ સાથે મીટીંગ કરી હતી. ત્યારબાદ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સારવાર કેવી મળી રહી છે તે બાબતે પૂછપરછ કરી હતી. બીજી બાજુ ગાંધીનગરથી આવેલા સીઈઓ ડોક્ટર મનીષ રામાવતની આકસ્મિક મુલાકાત ને લઈને સિવિલ હોસ્પિટલનો સ્ટાફ હરકતમાં આવી ગયો હતો. ગોધરા શહેરમાં પંચમહાલ જિલ્લાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં પંચમહાલ જિલ્લા સહિત મહીસાગર દાહોદ જિલ્લા અને અંતરિયાળ વિસ્તારના ગરીબ અને મધ્યમવર્ગના લોકો સારવાર અર્થે આવતા હોય છે. ત્યારે આજરોજ ગાંધીનગરથી આવેલા ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચના સીઈઓ મનીષ રામાવત દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલની આકસ્મિક વિઝીટ દરમિયાન હોસ્પિટલના વિવિધ વિભાગો જેમાં ઇમરજન્સી ઓપીડી કેસ બારી ડિસ્પેન્ચરી પીએમવાય, વોર્ડ,ઓટી વોર્ડ વગેરેની વિઝીટ કરી અને અને વોર્ડમાં જઈને દર્દીઓને સારવાર કેવી મળી રહી છે તે વિશે પૂછપરછ કરી હતી. આ વિઝીટ દરમ્યાન સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન મોનાબેન પંડ્યા ઇન્ચાર્જ આરએમઓ ડોક્ટર કમલેશ પ્રસાદ તેમજ સિવિલ હોસ્પિટલનો સ્ટાફ જોડાયા હતા. બીજી બાજુ ગાંધીનગર થી આવેલા સીઈઓની મુલાકાતને લઈને સિવિલ હોસ્પિટલના તમામ સ્ટાફ સ્ટેન્ડ બાય થઈ ગયો હતો.