back to top
Homeગુજરાતસુરતના મીની સૌરાષ્ટ્રના બંધ મકાનોની ચિંતા:ચોરીની ઘટનાઓને રોકવા પોલીસે સ્થાનિકો સાથે મિટિંગ...

સુરતના મીની સૌરાષ્ટ્રના બંધ મકાનોની ચિંતા:ચોરીની ઘટનાઓને રોકવા પોલીસે સ્થાનિકો સાથે મિટિંગ કરી; શંકાસ્પદ વ્યક્તિની માહિતી આપવા સૂચના અપાઈ

મીની સૌરાષ્ટ્ર તરીકે ઓળખાતા સુરત શહેરના કાપોદ્રા, વરાછા, સરસાણા સહિતના વિસ્તારો ખાલીખમ થઈ ગયાં છે. દિવાળી પર મોટી સંખ્યામાં લોકો માદરે વતન જતાં રહેતાં બંધ મકાનમાં થતી ચોરી ઘટનાને લઈ પોલીસની ચિંતામાં વધારો થયો છે. શહેરની વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા પીસીઆર વેન અને માઈક થકી ખાસ સૂચના આપવામાં આવી રહી છે. દરેક સોસાયટીમાં જઈ લોકોને કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ દેખાય તો તેની સૂચના આપવા માટે જણાવવામાં આવી રહ્યું છે. સાથે જ પોલીસ પણ સતત પેટ્રોલિંગ કરી રહી છે. શહેરની મોટાભાગની સોસાયટીઓ ખાલીખમ
દિવાળીના તહેવારોમાં સુરત શહેર ખાલીખમ જોવા મળતું હોય છે. એક તરફ ઉધના પાંડેસરા, સચિન, ડીંડોલી ગોડાદરા સહિતના લોકો ઉત્તર ભારત જતા હોય છે. ત્યારે બીજી બાજુ સુરત શહેરના મીની સૌરાષ્ટ્ર તરીકે ઓળખાતા કાપોદ્રા, સરથાણા, કતારગામ, ડભોલી સહિતના વિસ્તારમાં રહેતા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકો પણ તહેવાર મનાવવા માટે પોતાના વતન જતા હોય છે. જેથી ઘણી સોસાયટીઓ ખાલી થઈ જાય છે. લોકો સાથે મિટિંગ કરી માહિતી અપાઈ
આવી પરિસ્થિતિમાં પોલીસ પીસીઆર મારફતે લોકોને સૂચના આપી અને પેટ્રોલિંગ કરી રહી છે. વરાછા પોલીસ દ્વારા બંધ ઘરની આજુબાજુ રહેતા લોકો સાથે મિટિંગ યોજવામાં આવે છે. દરેક સોસાયટીમાં જઈ લોકોને પેમ્પલેટ આપી સોસાયટીના લોકોને કહેવામાં આવે છે કે, કોઈ શંકાસ્પદ વ્યક્તિની અવરજવર દેખાય તો પોલીસને જાણકારી આપવામાં આવે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments