back to top
Homeગુજરાતસુરેન્દ્રનગરના કાથડીમાં ફિલ્મોને ટક્કર મારતાં સીન:બૂટલેગરને પકડવા પૂરપાટ દોડતી ક્રેટાને પકડવા જતાં...

સુરેન્દ્રનગરના કાથડીમાં ફિલ્મોને ટક્કર મારતાં સીન:બૂટલેગરને પકડવા પૂરપાટ દોડતી ક્રેટાને પકડવા જતાં SMCના PSIનું મોત, 5 સ્ટેપમાં જાણો આખો ઘટનાક્રમ

ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) જાવેદ પઠાણ આપણી વચ્ચે નથી રહ્યા. ગત 5મી નવેમ્બરની મધરાતે અજય દેવગનની સિંઘમ સિરીઝની ફિલ્મના કાર ચેસિંગ સિન્સને પણ ટક્કર મારે તેવી ઘટના બની હતી. સુરેન્દ્રનગર જિલ્લાના કાથડી ગામથી પાટડી તરફના રોડ પર 3 મોટા વાહનો વચ્ચે ચેસિંગ થઈ હતી. પોલીસ અને બૂટલેગર વચ્ચેની કાર ચેસિંગની રેસમાં SMCના PSIએ જીવ ગુમાવ્યો હતો. જો કે, બૂટલેગર દારૂના જથ્થા સાથે ભાગવામાં સફળ રહ્યા હતા. ત્યારે 5 સ્ટેપમાં જાણો સમગ્ર ઘટનાક્રમ. 4થી નવેમ્બરે બાતમી મળતાં દસાડા SMCની ટીમ પહોંચી
4 નવેમ્બર SMCના PSI જે.એમ પઠાણ અને હેડ કોન્સ્ટેબલ દિનેશ બાબુરાવ અને મુકેશ જેસંગભાઈ તથા પંચો સાથે મળીને ત્રણ અલગ અલગ વાહનોમાં પેટ્રોલિંગ હતા. દરમિયાન PSI જે.એમ પઠાણને બાતમીને મળી હતી કે, રાજસ્થાનના સાંચોર ખાતેથી ફોર વ્હીલર ગાડી દારૂ ભરીને પાટણ જિલ્લાના શંખેશ્વર તરફથી સુરેન્દ્રનગરના દસાડાથી પાટડી તરફ જવાની છે. જેથી PSI પઠાણ, બે હેડ કોન્સ્ટેબલ અને પંચો ખાનગી વાહનમાં રાતના 10 વાગે દસાડા ગામે જય ગોપાલ હોટેલ ખાતે આવ્યા હતા. પઠાણે બૂટલેગરને દબોચવા 3 ટીમ બનાવી
હોટલ ખાતે પહોંચ્યા બાદ PSI જે.એમ પઠાણે 3 અલગ અલગ ટીમ બનાવી હતી. પ્રથમ ટીમમાં જી.એમ પઠાણ, હેડ કોન્સ્ટેબલ કૃષ્ણદેવસિંહ જાડેજા, પંચ મીનહાજ મન્સૂરી, કુલદીપસિંહ ગોહિલ અને તાહિરખાન પઠાણ હતા. બીજી ટીમમાં હેડ કોન્સ્ટેબલ દિનેશ બાબુરાવ, મુજમિલ કુરેશી, એઝાઝ મલેક અને ત્રીજી ટીમમાં હેડ કોન્સ્ટેબલ મુકેશ જેસંગભાઈ, મોબીન મન્સૂરી અને હુસેન પઠાણ હતા. ત્રણેય ટીમ પોતાના સ્પોટ પર તૈયાર હતી
હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈની ટીમ મહિન્દ્રા XUV-300 ગાડી સાથે જ્ય ગોપાલ હોટલ ખાતે શંખેશ્વરથી આવતી શંકાસ્પદ ગાડી પસાર થાય તે માટે ઊભા હતા. કોન્સ્ટેબલ દિનેશ બાબુરાવ સફેદ ફોર્ચ્યુંનર સાથે પાટડી રોડ પર જતાં કથાડા ગામ ખાતે એક ઢાબા પર હાજર હતા. PSI જે.એમ પઠાણ અને તેમની ટીમ ક્રીમ કલરની સ્કોર્પિયો વાહન સાથે પાટડી રોડ પર કઠાડા ગામથી થોડા આગળ પેટ્રોલ પંપ પાસે રોડ પર હાજર હતી. ત્રણેય ટીમો પોતાના વાહન સાથે અગાઉથી નક્કી કરેલા આયોજન હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈનો પીએસઆઇ જે.એમ પઠાણ પર ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, સફેદ કલરની ક્રેટા પૂરપાટ ઝડપે આવી રહી છે. ટ્રેલરને ટોર્ચને અજવાળે રોકવા એક ટીમે પ્રયાસ કર્યો
ક્રેટા શંકાસ્પદ હોવાથી મોટા વાહનોથી રસ્તો બ્લોક કરીને તેને રોકવાની હતી. જેથી જે.એમ પઠાણ તેમની સ્કોર્પિયો રાખી રસ્તે જતાં વાહનો રોકવા લાગ્યા હતા.આ દરમિયાન પૂરપાટ ઝડપે આવતા ટ્રેલરને ટોર્ચના અજવાળાથી રોકવા પ્રયત્ન કર્યો હતો. તે દરમિયાન તેની પાછળ 2.30 વાગ્યા આસપાસ એક સફેદ કલરની ક્રેટા પૂરપાટ ઝડપે આવી હતી. જેને ટોર્ચના અજવાળે રોકવા માટે પ્રયત્ન કર્યો, પરંતુ રોડની સાઈડમાં ટ્રેલરની જમણી સાઈડમાંથી ક્રેટા ગાડી પાટડી તરફ નીકળી ગઈ હતી. ટ્રેલરને પણ ઉભું રાખવા પ્રયત્ન કર્યું, પરંતુ ટ્રેલર પણ ઊભું રહ્યું નહતું. આ વખતે બીજી એક ટીમ ફોર્ચ્યુનર દ્વારા ક્રેટાનો પીછો કરી આવતી હતી. ફોર્ચ્યુનરના ડ્રાઇવરે જે.એમ પઠાણ તથા અન્ય લોકોને જોઈને ગાડી રોકી દીધી હતી. ટ્રેલરથી બચવા હેડ કોન્સ્ટેબલ કૃષ્ણદેવસિંહ રોડની ડાબી બાજુએ કુદી પડ્યા હતા. જ્યારે જે.એમ પઠાણ ટ્રેલરની પાછળ ડાબી બાજુએ અથડાતા તેમના માથાના કપાળના ભાગે, હાથના તથા પગના ભાગે ઈજાઓ થઈ હતી. પઠાણને દસાડા લઈ જવાયા બાદમાં વિરમગામ ખસેડાયા
ટ્રેલર પણ પાટડી તરફ પૂરપાટ ઝડપે જતું રહ્યું હતું. જે.એમ પઠાણને રોડ પર પડેલા જોઈ તેમને હેડ કોન્સ્ટેબલ દિનેશ બાબુરાવ અને હેડ કોન્સ્ટેબલ મુકેશ જેસંગભાઈ ફોર વ્હીલર વાહનમાં બેસાડીને પ્રથમ દસાડા આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા. તે વખતે જે.એમ પઠાણ બેભાન હોવાથી તેમની પ્રાથમિક સારવાર કરાવી 108 એમ્બ્યુલન્સ દ્વારા વિરમગામ મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરે તેમને જાહેર કર્યા હતા. જે.એમ પઠાણનું પોસ્ટમોર્ટમ કરીને તેમનો મૃતદેહ અમદાવાદ ખાતેના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમના નિવાસસ્થાનેથી જનાજો નીકળ્યો હતો અને કબ્રસ્તાન ખાતે પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને પઠાણને સુપર્દ ખાક કરાયા હતા. કાર અને ટ્રેલરચાલક વિરુદ્ધ નોંધાયો ગુનો
PSI મોતનો કાર ચાલક અને ટ્રેલર ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. સુરેન્દ્રનગરના દસાડા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બૂટલેગરને પકડવા જતાં કાર ચેસિંગ દરમિયાન મોતને ભેટેલા પીએસઆઈના સહકર્મી પોલીસ હેડ કોન્સ્ટેબલ કૃષ્ણદેવસિંહ જાડેજાએ ફરિયાદી બનીને ફરિયાદ દાખલ કરી છે. હાલમાં પોલીસ દ્વારા 8 ટીમ બનાવીને અક્સ્માતના આરોપીઓને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments