back to top
Homeમનોરંજનસુશાંત સિંહ રાજપૂતના ભૂતપૂર્વ હાઉસ હેલ્પરને રાહત:SC એ લુક આઉટ સર્ક્યુલર પર...

સુશાંત સિંહ રાજપૂતના ભૂતપૂર્વ હાઉસ હેલ્પરને રાહત:SC એ લુક આઉટ સર્ક્યુલર પર બોમ્બે HCનો નિર્ણય યથાવત રાખ્યો; કેન્દ્રની અરજી ફગાવી

દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતના પૂર્વ હાઉસ હેલ્પર સેમ્યુઅલ મિરાન્ડાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે 10 એપ્રિલના લુક આઉટ સર્ક્યુલરને રદ્દ કરવાના બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો છે. અને કેન્દ્રની અપીલ પણ ફગાવી દીધી છે, જેમાં તેણે સુશાંત સિંહ રાજપૂતના ભૂતપૂર્વ હાઉસ હેલ્પર સામે જારી કરાયેલા લુક આઉટ સર્ક્યુલરને રદ કરવાના આદેશને પડકાર્યો હતો. અરજીને ફગાવી દેતાં કોર્ટે કહ્યું કે આ કેસની સુનાવણી દરમિયાન કોઈ પક્ષકાર હાજર નહોતો. ઉપરાંત, અમને અરજીમાં કોઈ નક્કર કારણ દેખાતું નથી, તે ધ્યાનમાં રાખીને અપીલ સ્વીકારી શકાય. હાઈકોર્ટે કહ્યું હતું કે FIRના આધારે જ લુક આઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યો હતો. એવી કોઈ ચિંતા નહોતી કે અરજદાર ધરપકડ ટાળી શકે અથવા ટ્રાયલમાં હાજરી આપવાનું ટાળે. હાઈકોર્ટે કહ્યું હતું કે FIRના આધારે જ લુક આઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યો હતો. તે દર્શાવતું નથી કે અરજદાર ધરપકડ ટાળવાનો પ્રયાસ કરશે અથવા ટ્રાયલમાં હાજરી આપવાનું ટાળશે. આ સિવાય સીબીઆઈએ એક વર્ષનો સમયગાળો પૂરો થઈ ગયો હોવા છતાં એલઓસી ચાલુ રાખવા અથવા રિન્યુઅલ માટે કોર્ટ સમક્ષ કોઈ નવી અરજી રજૂ કરી ન હતી. 2024 માં, મિરાન્ડાએ હાઈકોર્ટ પાસે માંગ કરી હતી કે 2020 માં સીબીઆઈ દ્વારા તેમની વિરુદ્ધ જારી કરાયેલ એલઓસી રદ કરવામાં આવે. તેમણે કહ્યું કે પોલીસે હજુ સુધી કોઈ રિપોર્ટ આપ્યો નથી અને આ LOC સાડા ત્રણ વર્ષથી પેન્ડિંગ છે. મિરાન્ડાએ એમ પણ કહ્યું કે આનાથી તેમના વિદેશ પ્રવાસના અધિકાર પર અસર પડી રહી છે, જે તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments