back to top
Homeગુજરાતહવામાં પ્રદૂષણનું સ્તર 5 ગણું થઈ ગયું:નવરંગપુરા, રખિયાલનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 400ને...

હવામાં પ્રદૂષણનું સ્તર 5 ગણું થઈ ગયું:નવરંગપુરા, રખિયાલનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 400ને પાર, પીરાણા કરતાં પણ સૌથી ખરાબ

શહેરમાં હવાના પ્રદૂષણનું સ્તર ઘટાડવા માટે મ્યુનિ.એ ચોક્કસ ગાઈડલાઈન બહાર પાડી છે. દિવાળીના દિવસોમાં ફટાકડા ફોડવાના તેમજ અન્ય કારણોસર કેટલાક વિસ્તારમાં હવામાં પ્રદૂષણનું સ્તર 2 ગણાથી વધીને 5 ગણું થઈ ગયું છે. ખાસ કરીને રખિયાલ વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 548.10 અને નવરંગપુરામાં 417 એર ક્વોલિટી ઈન્ડેક્સ નોંધાયા હતો. એટલે કે આ વિસ્તારની હવા સૌથી પ્રદૂષિત હતી. આ પ્રદૂષણ પીણાના પ્રદૂષણ કરતાં પણ 3થી ગણું વધારે હતું. હવામાં પ્રદૂષણના પ્રમાણનો આંક 200થી વધુ હોય તો લોકોના આરોગ્યને નુકસાન થઈ શકે છે. શહેરમાં હવાનું પ્રદૂષણ વધતું અટકાવવા માટે કેન્દ્ર સરકારે નાણાંકીય સહાય આપવામાં આવે છે. અત્યાર સુધીમાં મ્યુનિ. દ્વારા 370 કરોડથી વધારે રકમ શહેરમાં હવાનું પ્રદૂષણ અટકાવવા માટે વાપરી છે. જેને પરિણામે હવામાં પીએમ10 પાર્ટિકલનું પ્રદૂષણ 200 થી વધારે રહેતું હતું તે હવે એવરેજ100 પર આવી ગયું છે. દિવાળીના બે દિવસમાં પ્રદૂષણ અતિશય વધી ગયું હતું. નોંધનીય છેકે, આટલી મોટી માત્રામાં પ્રદૂષણ વધે ત્યારે લોકોને ફેફસાંની તકલીફ થઇ શકે છે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે. જે દમ સહિતના ફેફસા અને શ્વસનતંત્રના રોગ ધરાવતાં હોય તેવા દર્દીઓને આ પ્રદૂષણ વધુ નુકસાન કરતું હોય છે. ઉલ્લેખનીય છેકે, શહેરમાં પ્રદૂષણ વધતાં જ મ્યુનિ. દ્વારા ફોગિંગ મશીનો ગોઠવીને તત્કાલ હવામાં રહેલા રજકણોને જમીન પર બેસાડી દેવા માટે કામે લેવામાં આવે છે. જેને કારણે તત્કાલ હવાને થોડી શુદ્ધ કરવામાં સરળતા રહે છે. વિસ્તાર એર ક્વોલિટી ઈન્ડેક્સ પીરાણા 154.20 નવરંગપુરા 417 રખિયાલ 548.10 રાયખડ 281.90 બોપલ 104.30 એરપોર્ટ 74.70 ચાંદખેડા 216.94 મણિનગર 159.81 વટવા 185.04 રાયખડ, ચાંદખેડામાં પણ હવા પ્રદૂષણનો આંક 200થી વધુ પીએમ10 : હવામાં મોટા રજકણોની હાજરી દર્શાવે છે હવામાં રજકણની માત્રાને માપવા માટે બે પદ્ધતિઓનો અમલ થતો હોય છે જેમાં પીએમ 10 અને પીએમ 2.5 બે મહત્વના હોય છે. પીએમ 10 એ હવામાં મોટા રજકણોની હાજરી દર્શાવે છે. ચોક્કસ ડાયામીટરમાં હવામાં જે રજકણો છે તેને માપવામાં આવે છે. પીએમ 10નું પ્રમાણ 100 માઇક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર હોવું જોઇએ. જો એનાથી વધુ પ્રમાણ હોય તો પ્રદૂષણની માત્રા વધુ કહેવાય છે. પીએમનું પ્રમાણ વધુ એટલું હવામાં પ્રદૂષણ વધુ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments