રાજકોટ જેતપુર નેશનલ હાઇવે સિક્સ લેનની કામગીરીને લઈને ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. આવતીકાલે લાભ પાંચમને લઈને પ્રવાસીઓ પર્યટન સ્થળ પરથી પોતાના વતન તરફ વળ્યાં છે ત્યારે વિરપુરથી લઈને ગોમટા ચોકડી સુધી એટલેકે 4 કિલોમીટર સુધીનો ટ્રાફિક સર્જાયો છે. રાજકોટ જિલ્લા પોલીસ, વીરપુર અને ગોંડલ તાલુકા પોલીસ હાઇવે પર ટ્રાફિક ક્લિયર કરાવવા માટે આવી પહોંચ્યા છે. જ્યારે વાહનચાલકોમાં પણ ધીરજ ખુટી હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. વાહનચાલકો પોતાના વાહનો લઈને રોંગ સાઈડમાં ચલાવવા લાગ્યા હતા. હાઇવે પર ટ્રાફિક ને લઇને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં થઇને વાહનચાલકો જઇ રહ્યા છે. રાજકોટ જેતપુર નેશનલ હાઇવે પર સિક્સલેનની કામગીરીને લઈને જે હાઇવે પરની ગામડાની ચોકડીઓ પર ઓવરબ્રિજ બની રહ્યા છે તેને લઇને હાઇવે કોન્ટ્રાક્ટર દ્વારા રોડ સાકડા કરી દેવામાં આવ્યા છે. તેને લઈને રોજિંદા જે વાહન વ્યવહાર હોય છે તેનાથી પણ પાંચ ગણો વાહન વ્યવહાર ફરી વતન તરફ જઇ રહ્યો છે. દિવસ અને રાત્રી દરમિયાન રાજકોટ જિલ્લા ટ્રાફિક પોલીસ અને તાલુકા પોલીસ ચોરડી, ગોમટા ચોકડી, ચરખડી, વીરપુર ચોકડી પર ફરજ બજાવી રહ્યો છે.