અજય દેવગનનો ભાણેજ અમન દેવગન અને રવિના ટંડનની દીકરી રાશા થદાની ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. બંનેની પહેલી ફિલ્મ ‘આઝાદ’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ટીઝરમાં ઘોડાની સ્ટોરી બતાવવામાં આવી છે. આઝાદનું ટીઝર રિલીઝ
ટીઝરની શરૂઆત ઘોડેસવારોની એન્ટ્રીથી થાય છે. તેઓ દુશ્મનો સાથે લડી રહ્યા છે. બેકગ્રાઉન્ડમાં એક વૃદ્ધ મહિલાનો અવાજ સંભળાય છે. તે કહે છે- હલ્દીઘાટીમાં તે દિવસે મહારાણા પ્રતાપની 8-9 હજારની સેના હતી. બીજી બાજુ 40 હજાર સૈનિકો હતા. આ પછી દાદી મહારાણા પ્રતાપના હિંમતવાન અને નીડર ઘોડા વિશે વાત કરે છે. પછી સાંભળવા મળે છે કે- પણ સૌથી ખાસ જે ઘોડો હતો તે ખુદ મહારાણા પ્રતાપ પાસે હતો. હાથી જેટલો ઊંચો, વીજળી જેવી ઝડપ, અને જો તે કૂદે તો આખી ઘાટી પાર કરી જાય. ત્યારબાદ, અમન દાદીને કહે છે કે તેને નથી લાગતું કે તે ક્યારેય તેનો ઘોડો શોધી શકશે. દાદી તેને દિલાસો આપે છે કે જો તે ઘોડાને નહીં શોધે, તો ઘોડો તેને શોધી લેશે. અને અહીંથી અમન અને રાશાના પાત્રોની સ્ટોરી શરૂ થાય છે. અમન એક સામાન્ય છોકરો અને ઘોડેસવાર છે, જ્યારે રાશાને જોઈને લાગે છે કે તે મોટા અને સમૃદ્ધ પરિવારની દીકરી છે. ટીઝરમાં બંને રોમાન્સ કરતા અને ડાન્સ કરતા જોઈ શકાય છે. ફિલ્મની સ્ટાર કાસ્ટ
આ સિવાય ફિલ્મમાં અમન દેવગનને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, જેમાં તેનો સાથ ઘોડો અને તેના મામા અજય દેવગન આપશે. આ ફિલ્મમાં અજય દેવગન પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ ‘આઝાદ’ને અભિષેક કપૂરે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ જાન્યુઆરી 2025માં રિલીઝ થશે. તેમાં ડાયના પેંટી, પીયૂષ મિશ્રા અને મોહિત મલિક જેવા સ્ટાર્સ પણ જોવા મળશે. અમન સ્ક્રીન પર રવિના ટંડનની દીકરી સાથે કરશે રોમાન્સ
અમન દેવગનની વાત કરીએ તો તે અજય દેવગનની બહેન નીલમ દેવગનનો પુત્ર છે. અમન સ્ક્રીન પર રવિના ટંડનની દીકરી રાશા થદાની સાથે રોમાન્સ કરતો જોવા મળશે. બંને સ્ટાર કિડ્સને સાથે જોવા માટે ફેન્સ ખૂબ જ ઉત્સુક છે.