ભીમનાથ ગામ પાસે અમદાવાદ તરફ જતી ફોરવ્હીલર કારે ગુલાંટ મારતાં પુલ પરથી કાર નીચે ખાબકી હતી. જોકે કારમાં સવાર પતિ-પત્નીને સામાન્ય ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે પતિ-પત્નીનો આબાદ બચાવ થયો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગારિયાધારથી મનિષભાઇ કાકડીયા (ઉં.વ. 46) તેમજ તેમના પત્ની ભારતીબેન કાકડીયા (ઉં. વ. 45) જેઓ પોતાની ફોરવ્હીલર કાર લઈનેઅમદાવાદ જવા નીકળ્યા હતા. ત્યારે બરવાળા તાલુકાનાં ભીમનાથ ગામ પાસે પહોંચતા મનિષભાઇએ એકાએક કારના સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર ગુલાંટ મારી હતી અને પુલ પરથી નીચે ખાળીયામાં પડી હતી. ત્યારે કારમાં સવાર પતિ પત્નીને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જેથી દંપતીને સારવાર માટે ધંધુકા RMS હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે સદનસીબે દંપતીનો આબાદ બચાવ થયો હતો.