કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી મંદિરે કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલાએ સાંજના સમયે માતાજીનાં દર્શન કરી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. ઊંઝા ઉમિયા માતાજી મંદિરે આજે કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલા તેમજ મહેસાણા સાંસદ હરિભાઇ પટેલએ મા ઉમિયાના ચરણોમાં શીશ નમાવી માતાજીના દર્શન કરી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. શ્રી ઉમિયા માતાજી સંસ્થાનના મંત્રી દિલીપભાઇ નેતાજી, સ્વાગત કમિટીના ચેરમેન દશરથભાઈ બજરંગ સહિતના હોદ્દેદારો દ્રારા સ્વાગત કરાયું હતું. જેમાં મહેસાણા સાંસદ હરિભાઇ પટેલ, ઊંઝા એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ, ઉનાવા એપીએમસી ચેરમેન પ્રકાશભાઈ પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.