back to top
Homeગુજરાતગાંધીનગરની પરિણીતા લગ્ન કરીને પસ્તાઈ:પતિને પુરુષો સાથેના શારીરિક સંબંધો હોવાનું જાણી પત્નીના...

ગાંધીનગરની પરિણીતા લગ્ન કરીને પસ્તાઈ:પતિને પુરુષો સાથેના શારીરિક સંબંધો હોવાનું જાણી પત્નીના પગ નીચે જમીન સરકી ગઈ, જેઠ છોકરા પેદા કરી આપવાનું કહી રૂમમાં ઘસડી ગયો

ગાંધીનગરની 29 વર્ષીય પરિણીતા લગ્ન કરીને સાસરીમાં જતાં માલુમ પડેલ કે પતિને અન્ય પુરુષો સાથે શારીરિક સંબંધો છે. જેનો લાભ ઉઠાવી જેઠ કોઇને કોઇ બહાને શારીરિક અડપલાં કરી છેડતી કર્યા કરતો હતો. આટલું ઓછું હોય એમ જેઠ છોકરા પેદા કરી આપવાનું કહીને નાના ભાઈની પત્નીને ઘસડીને રૂમમાં પણ લઈ ગયો હતો. આ મામલે પરિણીતાએ ફરીયાદ કરતા પતિ સહિતના સાસરિયાએ શારીરિક માનસિક ત્રાસ આપી દહેજની માંગણી કરી જીવવાનું હરામ કરી દેતા મહિલા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગાંધીનગરના સેકટર – 28 ખાતે રહેતી મૂળ અયોધ્યાની યુવતી જાણીતી યુનિર્વિસટીમાં એડમિનિસ્ટ્રીટીવ વિભાગમાં નોકરી કરે છે. વર્ષ 2022 માં મૂળ પ્રયાગરાજના હાલ કલોલમાં રહેતા યુવક સાથે સમાજના રીત રિવાજ મુજબ તેના લગ્ન થયા હતા. લગ્ન પછી અનેક અરમાનો સાથે પરિણીતા સાસરીમાં લગ્ન જીવનના હક્કો ભોગવવા માટે ગઈ હતી. જ્યાં થોડા દિવસોમાં જ સાસુ સસરા અને જેઠ-જેઠાણીએ પોત પ્રકાશી દહેજ માટે મેણાટોણા મારવાનુ ચાલુ કરી દીધું હતું. જો કે લગ્નની શરૂઆત હોવાથી તેણીએ બહુ ધ્યાન આપ્યું ન હતું. બાદ પણ ઘરમાં નાની નાની બાબતે બધા બોલાચાલી કરી અપશબ્દો બોલતા અને નોકરાણીને પણ રજા આપી દેતા હતા. જેનાં લીધે ઘરનું સઘળું કામ તેણીને કરવાની ફરજ પડતી હતી. એટલે સુધી કે વોશિંગ મશીનના ઉપયોગ કરવા પર પણ પાબંધી લાદી દેવાઈ હતી. બાદમાં સાસરીની દહેજની માંગણીઓ સતત વધી રહી હોવાથી આખરે પરણીતાએ પતિને વાત કરી હતી. પરંતુ પતિ પણ સ્ટીલની બોટલ છૂટી મારી દઈ ઝગડો કર્યો હતો. જેનાં લીધે પરણીતાને કલોલની હોસ્પિટલમાં સારવાર કરાવી પડી હતી. બીજી તરફ જેઠ ઘરમાં અવારનવાર કામના બહાને શરીરે અડપલા કરી છેડતી કરતો રહેતો હતો. પરંતુ ઈજ્જત જવાની બીકે પરણીતા ચૂપ રહેતી હતી. જેની ચૂપકીદીનો લાભ ઉઠાવી જેઠની હિમંત દિન પ્રતિદિન વધી ગઈ હતી. અને એક દિવસ એકલતાનો લાભ ઉઠાવી જેઠ છોકરા પેદા કરી આપવાનું કહી રૂમમાં ઘસડીને લઈ ગયો હતો. તો પ્રથમ મેરેજ એનિવર્સરીનાં દિને પીયરથી આવેલી ગિફ્ટ બાબતે પણ સાસરિયાએ માથાકૂટ કરી આત્મહત્યા માટે ઉશ્કેરણી કરતા હતા. એવામાં પરણીતાને માલુમ પડેલ કે પતિને અન્ય પુરુષો સાથે શારીરિક સંબંધો છે. આ જાણીને તેણીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જે પછીથી પતિ સહિતના વધુને વધુ શારીરિક માનસિક ત્રાસ આપી 15 તોલા સોનું, 10 કિલો ચાંદી અને ચાંદલાનાં સાત લાખ પણ પચાવી પાડી વધુ દહેજ માંગી તેણીને તરછોડી દીધી હતી. આખરે મહિલા પોલીસ મથકમાં પતિ સહિતના સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments