back to top
Homeમનોરંજનગુજરાતી ફિલ્મ સ્ટાર્સ મલ્હાર ઠાકર-પૂજા જોશી લગ્નગ્રંથિથી જોડાશે:કપલે પોસ્ટ કરતા લખ્યું- અફવાઓનો...

ગુજરાતી ફિલ્મ સ્ટાર્સ મલ્હાર ઠાકર-પૂજા જોશી લગ્નગ્રંથિથી જોડાશે:કપલે પોસ્ટ કરતા લખ્યું- અફવાઓનો અંત, રીલ ટુ રિયલ; નવેમ્બરના અંતમાં ગુંજશે શરણાઈ

ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો સુપરસ્ટાર અત્યારે સૌથી એલિજીબલ બેચલર મલ્હાર ઠાકર હવે ફાઇનલી લગ્નના બંધનમાં જોડાવા જઈ રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી ગુજરાતી ફિલ્મના ચાહકોમાં એ વાત ચર્ચાનો વિષય બની હતી કે ગુજરાતી ફિલ્મના અભિનેતા મલ્હાર ઠાકર ટૂંક સમયમાં જ લગ્ન કરવાનો છે. તેમના લગ્નની અફવાઓ પણ ઘણા સમયથી ઉડી રહી હતી કે, તે ગુજરાતી એક્ટ્રેસ પૂજા જોશી સાથે લગ્ન કરવાનો છે. આ અફવાઓએ માર્કેટ એટલું ગરમ કર્યું હતું કે ફેન્સ રાજીના રેડ થઈ ગયા હતા. ત્યારે હવે ફાઇનલી મલ્હાર ઠાકર અને પૂજા જોશીએ ઓફિશિયલી આની જાહેરાત કરી દીધી છે અને તેઓ લગ્ન કરવા જઈ રહ્યા છે. મલ્હાર ઠાકરે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી જાણકારી આપી
ગુજરાતી ફિલ્મના અભિનેતા મલ્હાર ઠાકર કોની સાથે લગ્ન કરશે. તેવો પ્રશ્ન ઘણીવાર ચર્ચાયો હતો. આ અંગે અભિનેતાને આ અંગે સવાલો પણ પૂછવામાં આવ્યા છે, પણ ત્યારે અભિનેતાએ હંમેશા જવાબો આપવાનું ટાળ્યું છે. ત્યારે હવે દરેક ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકતા અભિનેતાએ જાહેરાત કરી દીધી કે તે જલ્દી જ લગ્ન કરી રહ્યા છે. ગુજરાતી ફિલ્મ અભિનેત્રી પૂજા જોષીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને જણાવી દીધું કે તે અને મલ્હાર ઠાકર લગ્ન ગ્રંથિથી જોડાશે. પૂજા જોષી અને મલ્હાર ઠાકર બંનેએ સ્ક્રીન પર સાથે કામ કર્યું છે. મલ્હાર ઠાકર અને પૂજા જોષીએ સાથે એક વેબ સિરીઝ અને બે ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે સાથે વેબ સિરીઝ ‘વાત વાતમાં’ સિઝન વન અને ટૂમાં કામ કર્યું છે. જેમાં તેમની કેમેસ્ટ્રી ખુબ વખાણવામાં આવી હતી. આ સિવાય તેમણે ફિલ્મ ‘વીર ઈશાનું શ્રીમંત’ માં એક યંગ મેરિડ કપલની ભૂમિકા ભજવી હતી. છેલ્લે તેઓ આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘લગ્ન સ્પેશ્યલ’ માં કપલની ભૂમિકામાં જોવા મળ્યા હતા. પૂજા અને મલ્હારની જોડી લાઇમલાઈટમાં રહી
પૂજા અને મલ્હારની જોડી કેટલીક ફિલ્મોમાં જોવા મળી છે. આ પછી જ તેમના સંબંધોની ચર્ચાઓએ વેગ પકડ્યો હતો. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં અભિનેત્રી પૂજા જોષીએ પણ સ્વીકાર્યું કે તે અને મલ્હાર ઠાકર નવેમ્બર મહિનાના અંતમાં લગ્ન કરવાના છે. કોરોનાના સમયે અભિનેત્રીએ મલ્હાર સાથે એક વેબસીરીઝ કરી હતી, વાત વાતમાં. એ સીરીઝથી બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. આ પછી બંને લગ્ન સ્પેશિયલ અને વીર ઈશાનું સીમંત નામની ફિલ્મમાં પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments