જામનગર શહેરમાં સામૂહિક દુષ્કર્મનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં ઘરકામ માટે આવતી યુવતીને બ્લેકમેઈલ કરી ત્રણ શખ્સોએ ફ્લેટમાં અને ફાર્મહાઉસ પર લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. તો બીજી તરફ આ બનાવમાં યુવતીનું શારીરિક શોષણ કરવામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. ઘરકામ માટે આવતી યુવતી પર દુષ્કર્મ આચર્યું
જામનગર શહેરની ઘાંચી ખડકી વિસ્તારમાં રહેતા હુશેન ગુલમામદ શેખ નામના શખ્સનો પંચેશ્વર ટાવર વિસ્તારમાં એક ફ્લેટ આવેલો છે. આ ફ્લેટમાં ઘરકામ માટે આવતી યુવતી પર હુશેન અને તેના મિત્ર હમીરખાન જાફરખાન જરવાર અને ફૈઝલ લતીફભાઈ ઈયલનાઓએ ફ્લેટમાં અને કાલાવડ રોડ પર આવેલા ફાર્મહાઉસ પર અવારનવાર સામુહિક દુષ્કર્મ આચર્યું હોવાની પીડિતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. પીડિતાનો વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી શોષણ કર્યું
પોલીસનું માનીએ તો, આ બનાવમાં જે આરોપી છે તે હુશેન ગુલમામલ શેખના પંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલા ફ્લેટ પર પીડિતા ઘરકામ કરવા માટે જતી હતી. ત્યારે કોઈપણ સમયે પીડિતાનો ન્હાતી સમયે હુશેન દ્વારા વીડિયો બનાવી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તે વીડિયો પીડિતાને બતાવી હુશેન અને તેના બંને મિત્રોએ પીડિતાનું શારીરિક શોષણ કર્યું હતું. આ ત્રણેય આરોપીઓએ દોઢ વર્ષ દરમિયાન અવારવનાર પંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલા ફ્લેટ પર અને મોટા થાવરીયા ગામ પાસે આવેલા અસદ ફાર્મ હાઉસ પર પીડિતા પર સામુહિક દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે બંને સ્થળો પર પંચનામું કર્યું
પીડિતા દ્વારા ત્રણ શખ્સો સામે સામુહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાવ્યા બાદ જામનગર સીટી એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા પંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલા આરોપીના ફ્લેટ પર અને કાલાવડ રોડ પર આવેલા મોટા થાવરીયા ગામ નજીક આવેલા અસદ નામના ફાર્મ હાઉસ પર પંચનામુ કરી એફએસએલની મદદ લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી. શું કહી રહી છે પોલીસ?
જામનગર શહેરના ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, પીડિતા છે તે આરોપીના ઘરે ઘરકામ કરવા માટે આવતા હતા. ત્યારે આરોપીએ પીડિતાની જાણ બહાર ન્હાતી સમયનો વીડિયો બનાવી લીધો હતો. જેના આધારે પીડિતાને બ્લેકમેઈલ કરી ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તેના માટે ઝડપાયેલા આરોપીઓના રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. હુશેન ગુલમામદ શેખનો ગુનાહિત ઈતિહાસ
પોતાના ઘરે ઘરકામ માટે આવતી યુવતી પર દુષ્કર્મ ગુજારવાના આરોપસર જેની સામે દુષ્કર્મનો ગુનો નોંધવામાં આવ્યો છે તે હુશેન ગુલમામદ શેખ સામે ભૂતકાળમાં હથિયારધારાનો અને NDPSના કેસ પણ નોંધાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.