અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ પરિણામો સામે આવી રહ્યા છે, પરિણામો અનુસાર, યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ અને રિપબ્લિકન પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસની રેસમાં એકબીજાને ટક્કર આપી રહ્યા છે. જેમાં ટ્રમ્પ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. આ દરમિયાન બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે તેના ઈન્સ્ટાગ્રામ પર ડોનાલ્ડ ટ્રમ્પનો ફોટો પોસ્ટ કર્યો છે. આટલું જ નહીં, તેણે પોતાની પોસ્ટ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ માંથી કોને સપોર્ટ કરી રહી છે તે વાત પણ જણાવી છે કંગના રનોતે શું કહ્યું?
કંગના રનૌતે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર ડોનાલ્ડ ટ્રમ્પને આગામી POTUS(ધ પ્રેસિડેન્ટ ઓફ ધ યુનાઇટેડ સ્ટેટસ) કહ્યા છે. કંગનાએ 13 જુલાઈએ પેન્સિલવેનિયાના બટલરમાં યોજાયેલી ડોનાલ્ડ ટ્રમ્પની રેલીનો ફોટો શેર કર્યો છે, જે વખતે ટ્રંપ પર હુમલો થયો હતો. આ ફોટો શેર કરતી વખતે તેણે લખ્યું, “જો હું અમેરિકન હોત, તો હું તે વ્યક્તિને વોટ આપત જેને ગોળી વાગી હતી, જેને ગોળી વાગી હોવા છતાં પોતાનું ભાષણ પૂરું કર્યું હતું. ટોટલ કિલર.” આ સેલેબ્સનું પણ ટ્રમ્પને સમર્થન
કંગના ઉપરાંત પ્રખ્યાત સિંગર જેસન એલ્ડિયન, ભૂતપૂર્વ ટીવી રિયાલિટી સ્ટાર એમ્બર રોઝ અને બોલિવૂડ સ્ટારના કિડ્સના ફેવરિટ ઓરી પણ ટ્રમ્પને સપોર્ટ કરી રહ્યો છે. લેડી ગાગા, હોલીવૂડ સ્ટાર જેનિફર લોપેઝ, હોલિવૂડની ફેમસ સિંગર અને ગીતકાર બેયોન્સ અને હોલિવૂડની પ્રખ્યાત ગાયિકા ટેલર સ્વિફ્ટ કમલા હેરિસને યુએસના રાષ્ટ્રપતિ બનતા જોવા માંગે છે. કંગના રનૌતના આગામી પ્રોજેક્ટ્સ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કંગના રનૌત તેના ડિરેક્ટોરિયલ વેન્ચર ‘ઇમર્જન્સી’ની રિલીઝ માટે તૈયારી કરી રહી છે.