back to top
Homeગુજરાતતૈયારીઓને આખરી ઓપ:ભરુચના ઝાડેશ્વરના નર્મદા પાર્ક ઓવારા પર છઠ્ઠ પૂજા મહોત્સવ ઉજવાશે,...

તૈયારીઓને આખરી ઓપ:ભરુચના ઝાડેશ્વરના નર્મદા પાર્ક ઓવારા પર છઠ્ઠ પૂજા મહોત્સવ ઉજવાશે, અંદાજીત 25 હજારથી વધુ ઉત્તર ભારતીય શ્રધ્ધાળુઓ ઉમટશે

ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા ઉત્તર ભારતીય પરિવારો તરફથી છેલ્લા 29 વર્ષથી છઠ્ઠ પુજાની પરંપરાગત રીતે ઉજવણી કરાય છે. આ વર્ષે ઝાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પાસેના નર્મદા પાર્ક ઓવારા ખાતે દિનકર સેવા સમિતિ દ્વારા છઠ્ઠ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 29 વર્ષથી દીનકર સેવા સમિતિ દ્વારા અયોજન કરાય છે
વિવિધતામાં એકતા ધરાવતાં ભરૂચ જિલ્લામાં દરેક પ્રાંતના લોકો તેમના પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરી સંસ્કૃતિને જીવંત અને ધબકતી રાખે છે.ભરૂચ શહેર અને જિલ્લામાં સ્થાયી થયેલાં ઉત્તર ભારતીય પરિવારો દિનકર સેવા સમિતિના નેજા હેઠળ 29 વર્ષ ઉપરાંતથી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પાસે નર્મદા તટ ખાતે છઠ્ઠપુજાની ઉજવણી કરતાં હોય છે.આ પુજામાં છઠ્ઠવ્રતીઓ નદીના જળમાં ઉભા રહીને આઠમતા અને ઉગતા સુર્યને અર્ધ્ય અર્પણ કરતી હોય છે. જયાં જમીન સમથળ કરવા સાથે મંડપ સહિત પુજાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. છઠ પૂજાની તૈયારીઓને આખરી ઓપ અપાયો
દિનકર સેવા સમિતિના પ્રમુખ ડૉ. જીતેન્દ્ર રાજપુતે જણાવ્યું હતું કે, ચાર દિવસીય છઠ્ઠપુજા ઉત્સવન પ્રારંભ થયો છે નહાખા,છઠ્ઠીએ ખરના, સાતમીએ સંધ્યા અર્ધ્ય અને આઠમીએ ઉગતા સુર્યને પ્રાત :અર્ધ્ય સાથે પુજાનું સમાપન થશે.વહીવટી તંત્રના સાથ અને સહકારથી છઠ્ઠ મહોત્સવના આયોજન કરવામાં આવી રહ્યું છે.આ પુજામાં જિલ્લાભરમાંથી 25 હજારથી વધુ ઉત્તર ભારતીય શ્રધ્ધાળુઓ ઉત્સાહ અને શ્રધ્ધાભેર ભાગ લેનાર છે.ચાર દિવસીય કાર્યક્રમમાં સાતમી નવેમ્બરની સાંજથી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં ઉત્તરપ્રદેશના બલિયાની ભોજપુરી લોકગાયિકા સુનિતા પાઠક તેમજ તેમની ટીમ લોકગીતો રમઝટ બોલાવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments