back to top
Homeગુજરાતદોઢ કરોડનું 24 કેરેટ સોનું ચોરનાર ઝડપાયા:UPના 8-10 પાસ 6 આરોપીઓને રિફાઈનિંગ...

દોઢ કરોડનું 24 કેરેટ સોનું ચોરનાર ઝડપાયા:UPના 8-10 પાસ 6 આરોપીઓને રિફાઈનિંગ ફેક્ટરીનો અનુભવ, મહીધરપુરામાં ફેક્ટરી કર્મીએ રેકી કરી ચોરીને અંજામ આપ્યો

સુરતના મહિધરપુરામાં 27 ઓક્ટોબરે સોનાની ફેક્ટરીમાંથી 1822 ગ્રામ રિફાઇન પાઉડર ફોર્મનું 24 કેરેટ સોનાની ચોરી થઈ હતી. આ ચોરીને ઉત્તર પ્રદેશમાં ધોરણ 8થી 10 ભણેલા 6 શખસે અંજામ આપ્યો હતો. જેમાં એક આરોપી ફેક્ટરીમાં કર્મચારી હતો અને તેણે ચોરીની ઘટના થઈ રહી હતી ત્યારે ફેક્ટરીની બહાર વોચમાં હતો. આરોપીઓએ દોઢ મહિના પહેલા ચોરીની યોજના ઘડી હતી અને ₹1.45 કરોડનું સોનુ ચોર્યું હતું. સારા પ્રમાણમાં સોનુ 2-3 દિવસ ફેક્ટરીમાં રહે છે, તેની ટીપ કંપનીના કર્મીએ આપી હતી. દોઢ મહિના પહેલા જ કંપનીમાં નોકરીએ લાગેલા કર્મચારી સહિત 6 લોકો ધરપકડ કરી છે. આરોપીઓ અગાઉ રિફાઇનિંગ ફેક્ટરીમાં કામ કરી ચૂક્યા છે, જેથી તેમને તમામ પ્રોસિજરની માહિતી હતી. જીનવાલા ઉદ્યોગ બિલ્ડિંગની ફેક્ટરીનો બનાવ
સુરત શહેરના મહીધરપુરા વિસ્તાર ખાતે આવેલા વસ્તાદેવડી રોડ ખાતે જીનવાલા ઉદ્યોગ બિલ્ડિંગમાં મેજરીયા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડના રિફાઇનિંગ વિભાગમાં અલગ-અલગ કેરેટના સોના અને 24 કેરેટ સોનાને રિફાઇન કરવામાં આવે છે પરંતુ, તારીખ 27 ઓક્ટોબરના રોજ ફેક્ટરીના રિફાઇનિંગ વિભાગમાં મૂકવામાં આવેલા સોનાની ચોરી કરવામાં આવી હતી. એક્ઝોસ્ટ ફેનની જગ્યા તોડી અંદર પ્રવેશી ચોરી
રિફાઇનિંગ વિભાગની છતના વેન્ટિલેશન માટે લગાડવામાં આવેલા એક્ઝોસ્ટ ફેનની જગ્યા તોડી ગોલ્ડ રિફાઇનિંગ વિભાગમાં પ્રવેશ કરી અલગ-અલગ વેપારીઓનું અલગ-અલગ કેરેટના સોનામાંથી પ્યોરીફિકેશન થઈ ગયેલા ફોર્મનું સોનુ જે સ્ટરલાઈઝ થવા માટે અલગ-અલગ બીકર તથા ડોલોમાં રાખવામાં આવ્યું હતું. તેની ચોરી કરવામાં આવી હતી. 1822 ગ્રામ રિફાઇનિંગ પાઉડર ફોર્મનું 24 કેરેટ સોનુ જેની હાલની આશરે કિંમત 1.45 કરોડ રૂપિયા છે તેની ચોરી થઈ હતી. ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ ચોર નાસી ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી
આ ઘટના બાદ પોલીસે અલગ-અલગ ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી, સાથે સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને કંપનીના એક કર્મચારી પર શંકા ગઈ હતી. તેની પૂછપરછ કરતા કર્મચારી અનુ કુમાર નીસાદે જણાવ્યું હતું કે, તેણે અન્ય છ લોકો સાથે મળીને ફેક્ટરીમાં ચોરી કરી હતી. ચોરી માટે દોઢ મહિના પહેલા જ નોકરીએ લાગ્યો
આરોપીઓ સોનાની અલગ અલગ રિફાઇનરીઓમાં સુરત તેમજ મુંબઈ ખાતે કામ કરતા હતા. જેથી કાચા સોનાને 24 કેરેટનું સોનુ તૈયાર કરવાની સંપૂર્ણ પ્રોસિજર થી માહિતી ગાર પણ હતા. તમામ આરોપીઓ કોઈ સોનાની રિફાઇનરીમાં વધુ પ્રમાણમાં સોનાનો સ્ટોક આવે ત્યાંથી ચોરી કરવાનો છેલ્લા એક મહિનાથી પ્લાન બનાવી સોનાની અલગ અલગ રિફાઇનરીઓમાં રેકી કરી મહીધરપુરા ખાતે આવેલા મેઝરીયા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડની કંપનીને ટાર્ગેટ બનાવ્યા હતા. આ માટે આરોપી દોઢ મહિના પહેલા જ અહીં નોકરી કરવા માટે પણ આવ્યો હતો. મેઝરિયા જ્વેલર્સની રિફાઇનરીમાં ચોરીની યોજના બનાવી
આરોપી અનુકુમાર મેઝરિયા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના રિફાઇનરી વિભાગમાં નોકરી કરતો હતો, જેને આ કંપનીમાં વધુ પ્રમાણમાં સોનું આવે ત્યારે જાણ કરવાનું હતું. તેણે યોજના પ્રમાણે અન્ય આરોપીઓને અંગે જાણ કરી હતી. જેથી તેઓએ 26 ઓક્ટોબરના રોજ મેઝરિયા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડના રિફાઇનરી વિભાગમાં વધુ પ્રમાણમાં સોનામાંથી પ્યોરીફિકેશન થઈ ગયેલા પાઉડર ફોર્મનું સોનુ જે સ્ટર્લાઇસ થવા માટે અલગ અલગ બીકર અને ડોલોમાં પડ્યું હતું, તેને ચોરી કરવા માટેની યોજના બનાવી. પ્લાનિંગ સાથે ચોરીને અંજામ આપ્યો
ચોરી કરવાનો પ્લાન બનાવી આરોપી અનુકુમારે ટીપ આપી હતી. તેથી તમામ આરોપીઓ ચોરી કરવા માટે દિવસ દરમિયાન એન્ટ્રી એક્ઝિટના રસ્તાઓ ચેક કરી હતી. રાત્રિના સમયે મેઝરિયા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડના પાછળના ભાગેથી આવી ઝાડ ઉપરથી કંપનીના છતાં ઉપર આવી છત ભાગે વેન્ટિલેશન માટે લગાડવામાં આવેલા એક્ઝોસ્ટ ફેનની જગ્યા તોડ્યો હતો. ત્યારબાદ ગોલ્ડ રિફાઇનિંગ વિભાગમાં પ્રવેશ કર્યો હતો અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. કર્મચારી આરોપી 20 વર્ષનો હતો
આ સમગ્ર મામલે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, આરોપી અનુ કુમાર દોઢ મહિના પહેલા જ ફેક્ટરીમાં નોકરી પર આવ્યો છે. તેને જાણકારી હતી કે અહીં મોટા પ્રમાણમાં સોનું આવે છે. જે અંગે તેણે અન્ય સાથીદારોને પણ જાણ કરી હતી અને તેઓએ ફેક્ટરીમાં ચોરી કરવા માટે યોજના બનાવી હતી. આરોપી અનુ 20 વર્ષનો છે અને મૂળ ઉત્તર પ્રદેશના સુલતાનપુરનો રહેવાસી છે. અન્ય આરોપી સોનું બિંદ સુરસારના ડભોલી વેડ ખાતે આવેલા રામદેવ એલ્યુમિનિયમ દુકાનમાં બારી દરવાજા બનાવવાનું કામ કરે છે. અગાઉ મુંબઈ અંધેરી પેપર બોક્સ નંદન ભવન ઇન્ડસ્ટ્રીમાં કારા જ્વેલરી નામની સોનાની રિફાઇનરીમાં નોકરી કરતો હતો. કંપની ચાઇનામાં શિફ્ટ થઈ જતા કંપની બંધ થઈ ગઈ હતી અને તે દોઢ મહિનાથી સુરત આવી ગયો હતો. તેની સાથે સંદીપ, ક્રિષ્ના અને રાહુલ તેમજ રોશન નામના આરોપીઓ પણ સામેલ છે. આ તમામ લોકો 8 થી ધોરણ 10 સુધી ભણ્યા છે. તમામ આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના છે અને સાથે મળીને ચોરીની યોજના બનાવી હતી. આરોપી કર્મચારી અનુ જ્યારે ચોરીની ઘટના થઈ રહી હતી, ત્યારે ફેક્ટરીની બહાર વોચમાં હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments