back to top
Homeગુજરાતબુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ભયાનક દુર્ઘટના:ગર્ડર તૂટતાં 3 મજૂરનાં મોત, સાવરકુંડલામાં બનશે રિવરફ્રન્ટ,...

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ભયાનક દુર્ઘટના:ગર્ડર તૂટતાં 3 મજૂરનાં મોત, સાવરકુંડલામાં બનશે રિવરફ્રન્ટ, ઠંડી અંગે હવામાન વિભાગે નવી આગાહી કરી

ગુજરાતવાસીઓએ ઠંડી માટે હજુ રાહ જોવી પડશે ગુજરાતવાસીઓને શિયાળા માટે હજુ રાહ જોવી પડશે. હજુ એક સપ્તાહ સુધી ગરમી યથાવત્ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે… ઉત્તર ભારતમાં હિમવર્ષા થશે તો ગુજરાતમાં ઠંડીની શરૂઆત થશે. સાવરકુંડલામાં નાવલી નદી પર બનશે રિવરફ્રન્ટ રાજ્યના મુખ્યમંત્રી અમરેલી જિલ્લાના પ્રવાસે પહોંચ્યા હતા. અહીં તેમને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કુલ 122 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત સંપન્ન કર્યુ હતું. આ ઉપરાંત સીએમે સાવરકુંડલામાં આરામ ભવન, સી.સી.રોડ સહિતનાં વિકાસકાર્યોનું લોકાર્પણ પણ કર્યુ હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાના પ્રવાસ દરમિયાન સાવરકુંડલા ખાતે રૂપિયા 122 કરોડનાં વિકાસ કામોના ખાતમુહૂર્ત કર્યાં હતાં. સાવરકુંડલા શહેરમાંથી પસાર થતી નાવલી નદીના રિવરફ્રન્ટ તેમજ ગટર યોજના-2નું ખાતમુહૂર્ત કર્યું હતું. લર્નિંગ લાઈસન્સ ઈશ્યૂ કરવા ITI-પોલિટેક્નિક બંધ કરવાની વિચારણા વાહન વ્યવહાર વિભાગ દ્વારા લર્નિંગ લાઈસન્સ ઈશ્યૂ કરવા બાબતે પુનઃ અવલોકન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. લર્નિંગ લાઈસન્સ ઈશ્યૂ કરવા આઈટીઆઈ તથા પોલિટેક્નિકમાં બંધ કરવાની વિચારણા કરવામાં આવી રહી છે. તેમજ ફરી વાહન વ્યવહાર વિભાગ હસ્તક લાવવા વિચારણા કરવામાં આવી રહી છે. તેમજ હયાત નીતિ સંદર્ભે પુનઃ અવલોકન કરવા વિચારણા કરવામાં આવી રહી છે. ત્યારે આ સમગ્ર બાબતે ઓનલાઈન લર્નિંગ લાઈસન્સ પરીક્ષા બાબતે કમિટીની રચના કરવામાં આવી રહી છે. હયાત લર્નિંગ લાઈસન્સ પદ્ધતિમાં ફેરફાર સંદર્ભે નિર્ણય બાદ ઓનલાઈન પદ્ધતિ માટે કમિટી સમીક્ષા કરશે. વાહન વ્યવહાર વિભાગ દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે. બૂટલેગરનો પીછો કરતા સમયે PSIનું મોત સુરેન્દ્રનગરના દસાડા પાસે બૂટલેગરની ગાડી રોકવા જતા અકસ્માતમાં PSI એમ.જે પઠાણનું મોત નીપજ્યું. PSI પઠાણ કઠાડા ગામ પાસે રસ્તો બ્લોક કરી ઊભા હતા તે સમયે અહીંથી દારૂ ભરેલી ક્રેટા ગાડી અને ટ્રેલર પસાર થયું હતું. PSIએ તેમને રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ ટ્રેલર અને ક્રેટા કાર રોકાઈ ન હતી. આ દરમિયાન બૂટલેગરની ક્રેટા કારનો પીછો કરતા સમયે PSIની ફોર્ચ્યુનરને અકસ્માત નડ્યો. જેમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચતા વિરમગામની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ PSIના ઘરે પહોંચ્યા હતા. મોડી સાંજે મૃતક PSI એમ. જે પઠાણને તમામ પોલીસ અધિકારીઓએ પુષ્પ અર્પણ કરી અને બાદમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. PSI એમ. જે પઠાણની અંતિમયાત્રામાં પણ મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને લોકો જોડાયા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ઘટના વિશે ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું છે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેકટમાં દુર્ઘટના છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ- મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી મહીસાગર નદીના નજીક આણંદ તાલુકાના વાસદ નજીક રાજપુરા ખાતે ચાલી રહી છે. એ અંતર્ગત આજે મહીસાગર બ્રિજ ઉપર લોખંડની ગડર નાખવાની કામગીરી ચાલી રહી હતી. એ દરમિયાન અચાનક ગડર તૂટી પડતાં કોંક્રીટનો સામાન પુલ ઉપરથી નીચે પડ્યો હતો, જેને કારણે પથ્થરો તૂટી પડતાં ચાર મજૂર દટાયા હતા. ચાર પૈકી ત્રણનાં મોત થયાં છે. જ્યારે એક સારવાર હેઠળ છે. આ દુર્ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. રાજકોટનું બેડીનાકા રેનબસેરા ખંડેર હાલતમાં ગુજરાત સરકારની પંડિત દીનદયાળ અંત્યોદય યોજના હેઠળ રાજકોટ મનપા દ્વારા શહેરમાં અલગ-અલગ 6 સ્થળોએ રેનબસેરા ઊભા કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે આ રેનબસેરામાં એક દિવસ રહેવા માટે શ્રમિકોએ માત્ર રૂ. 5 ભાડું ચૂકવવાનું હોય છે. જેના કારણે અન્ય શહેરોમાંથી બાંધકામ સહિતનાં વ્યવસાય માટે કેટલાક સમય માટે રાજકોટ આવેલા શ્રમિકોને તેનો લાભ મળે છે. જોકે, આ પૈકી અમુક રેનબસેરા યોગ્ય જાળવણીનાં અભાવે ખંડેર બની ચૂક્યા છે. જેમાં બેડીનાકા પાસે આવેલું એક રેનબસેરા સાવ ખખડધજ હાલતમાં જોવા મળ્યું છે. અહીં બારીઓના કાચ ફૂટેલા તેમજ છતમાંથી પોપડા ખરતા સળિયા દેખાઈ રહ્યા છે અને હાડપિંજર જેવી હાલત થઈ ગઈ છે. જોકે, આ રેનબસેરાને ડિસમેન્ટલ કરી નવું બનાવવાનું હોવાનો બચાવ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. ખૂનખાર સિંહોનો શિકાર બનતા અમરેલીના માનવી સૌરાષ્ટ્રમાં શિકારની શોધમાં સિંહો ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસીને પશુઓના શિકાર કરવાની ઘટનાઓ બાદ સિંહોના માનવીઓ પરના હુમલાઓ પણ વધી રહ્યા છે. છેલ્લા 15 દિવસમાં અમરેલી જિલ્લામાં જ સિંહોના માનવી પરના હુમલાની ત્રણ ઘટના સામે આવી છે, જેમાં બે બાળકને તો સિંહણે ફાડી ખાધાં છે. 15 દિવસ અગાઉ જાફરાબાદના નવી જીકાદરી ગામમાં સિંહણે પાંચ વર્ષના બાળકનો શિકાર કર્યો હતો. આ બાદ હજી ગઇકાલે પણ જાફરાબાદના ખાલસા કંથારિયા ગામમાં સિંહણે સાત વર્ષની બાળકીનો શિકાર કર્યો હતો, એ બાદ આજે ખાંભાના ગીદરડી ગામે યુવક પર હુમલો કરતાં સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments