back to top
Homeમનોરંજનભારતની સૌથી મોટા બજેટની ફિલ્મની રિલીઝ ડેટ એનાઉન્સ:નિતેશ તિવારીની 'રામાયણ' બે પાર્ટમાં...

ભારતની સૌથી મોટા બજેટની ફિલ્મની રિલીઝ ડેટ એનાઉન્સ:નિતેશ તિવારીની ‘રામાયણ’ બે પાર્ટમાં આવશે, રણવીર જોવા મળશે રામની ભૂમિકામાં

રણબીર કપૂરની આગામી ફિલ્મને લઈને આજે એક મોટું અપડેટ સામે આવ્યું છે, જેની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ડિરેક્ટર નિતેશ તિવારીએ ફિલ્મ ‘રામાયણ’નું ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ કર્યું છે. આ ફિલ્મ 2 પાર્ટમાં રિલીઝ થશે. પાર્ટ 1 આવતા વર્ષે દિવાળી અને પાર્ટ 2 2027ની દિવાળી પર રિલીઝ થશે. રણવીર કપૂર જોવા મળશે ભગવાન રામની ભૂમિકામાં
રણબીર કપૂર છેલ્લા ઘણા મહિનાઓથી ફિલ્મ ‘રામાયણ’નું શૂટિંગ કરી રહ્યો છે. નિતેશ તિવારીની આ ફિલ્મમાં તે ભગવાન રામની ભૂમિકામાં જોવા મળશે. સાઉથ એક્ટ્રેસ સાઈ પલ્લવી સીતાના રોલ ભજવશે. સેટ પરથી બંનેના લુક્સ પણ લીક થયા હતા. હવે મેકર્સ દ્વારા તેનો ફર્સ્ટ લુક અને રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. ‘રામાયણ’ ફિલ્મનું ફર્સ્ટ લૂક પોસ્ટર
આ પોસ્ટમાં નમિત મલ્હોત્રાએ લખ્યું છે કે, ‘એક દાયકા કરતાં પણ વધુ સમય પહેલાં, મેં આ મહાકાવ્યને મોટા પડદા પર લાવવાની ઉમદા શોધ શરૂ કરી હતી, જેણે 5000 વર્ષથી વધુ સમયથી અબજો દિલો પર રાજ કર્યું છે. અને આજે હું તેને સુંદર રીતે આકાર લેતો જોઈને ખુશ છું, કારણ કે અમારી ટીમો માત્ર એક જ ઉદ્દેશ્ય સાથે અથાક મહેનત કરી રહી છે: આપણા ઈતિહાસ, આપણું સત્ય અને આપણી સંસ્કૃતિ – આપણું ‘રામાયણ’-એક પવિત્ર અને અદભૂત અનુકૂલન વિશ્વભરના લોકો સુધી પહોંચાડવા. અમારી સાથે જોડાઓ કારણ કે અમે આપણા મહાન મહાકાવ્યને ગૌરવ અને આદર સાથે જીવનમાં લાવવાના સ્વપ્નને પૂર્ણ કરીએ છીએ…’ બંને ફિલ્મો 2026 અને 2027માં થશે રિલીઝ
આ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે ‘રામાયણઃ ભાગ 1’ દિવાળી 2026ના રોજ રિલીઝ થશે. તેના બીજા ભાગ માટે બે વર્ષ રાહ જોવી પડશે. તે વર્ષ 2027માં દિવાળી પર રિલીઝ થશે. ફક્ત પ્રથમ ભાગનું બજેટ 835 કરોડ રૂપિયા
બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર, ફક્ત પ્રથમ ભાગનું બજેટ 835 કરોડ રૂપિયા છે. પહેલા ભાગના પોસ્ટ પ્રોડક્શનમાં 600 દિવસ લાગશે. આ બજેટ પરથી અંદાજ લગાવી શકાય છે કે દિગ્દર્શક એને સિનેમા ઈતિહાસની સર્વશ્રેષ્ઠ ફિલ્મ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ફિલ્મનું સ્ટારકાસ્ટિંગ
નીતિશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી ‘રામાયણ’માં રણબીર કપૂર ભગવાન શ્રી રામના રોલમાં જોવા મળશે. આ રોલ માટે રણબીર હાર્ડ ટ્રેનિંગ લઈ રહ્યો છે. તેની સાથે સાઉથની લોકપ્રિય અભિનેત્રી સાઈ પલ્લવી માતા સીતાના રોલમાં હશે. ફિલ્મમાં સની દેઓલ હનુમાનનું પાત્ર ભજવશે, જ્યારે અભિનેત્રી લારા દત્તા ફિલ્મમાં કૈકેયીની ભૂમિકા ભજવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments