સિંગર અને રિયાલિટી શોમાં જોવા મળેલા રાહુલ વૈદ્યે હાલમાં જ મુંબઈમાં 9 કરોડ રૂપિયાનો એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. સ્ક્વેર યાર્ડના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. નવું ખરીદેલું એપાર્ટમેન્ટ ડીએલએચ સિગ્નેચરમાં આવેલું છે, જે બાંદ્રા વેસ્ટમાં ડીએલએચ ગ્રુપનો પ્રીમિયમ પ્રોજેક્ટ છે. 1.25 એકરમાં ફેલાયેલા આ સંકુલમાં વિવિધ સુવિધાઓ છે. 56.37 લાખ સ્ટેમ્પ ડ્યુટી ભરી
સ્ક્વેર યાર્ડ્સ અનુસાર, રાહુલ વૈદ્યએ જે એપાર્ટમેન્ટ ખરીદ્યું છે તે લગભગ 3,110 ચોરસ ફૂટ (288.92 ચોરસ મીટર)ના કાર્પેટ એરિયા અને 317.93 ચોરસ મીટર (3,422 ચોરસ ફૂટ)ના બિલ્ટ-અપ એરિયામાં ફેલાયેલું છે. ઑક્ટોબર 2024માં ફાઇનલ કરાયેલા વ્યવહારમાં રૂ. 56.37 લાખની સ્ટેમ્પ ડ્યુટી અને રૂ. 30,000ની રજિસ્ટ્રેશન ફીનો સમાવેશ થાય છે. રાહુલ વૈદ્યએ રિયાલિટી શો કર્યા પણ જીતી શક્યો નહીં
હાલમાં જ રાહુલ વૈદ્યની દીકરીનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે પહેલીવાર પા-પા પગલી કરી રહી હતી અને સિંગરની માતા ત્યાં હાજર હતી. રાહુલ વૈદ્ય ‘ઈન્ડિયન આઈડલ સિઝન 1’નો રનર અપ હતો. તેણે ‘બિગ બોસ 14’માં પણ ભાગ લીધો હતો અને તેમાં પણ રનર અપ આવ્યો હતો. આ સિવાય તે હાલમાં જ ‘લાફ્ટર શેફ’માં જોવા મળ્યો હતો. જ્યાં તેની જોડી અલી ગોની સાથે હતી. રાહુલ વૈદ્યએ કરોડોની કિંમતની રેન્જ રોવર ખરીદી હતી
રાહુલ વૈદ્યએ ઓગસ્ટ મહિનામાં લગભગ 2 કરોડ રૂપિયાની રેન્જ રોવર કાર ખરીદી હતી. તેને મીકા સિંહ, જન્નત ઝુબેર, અમિત ટંડન, અલી ગોની અને અન્ય લોકોએ પણ અભિનંદન પાઠવ્યા હતા. આ સિવાય તેની પાસે ઓડી અને મર્સિડીઝ જેવી કારનું કલેક્શન પણ છે. અને હવે તેણે 9 કરોડ રૂપિયાનું ઘર ખરીદ્યું છે, જેના પછી તેના ચાહકોમાં ખુશી છવાઈ ગઈ છે.