ભાવનગર ડાયમંડ ચોક મિત્ર મંડળ દ્વારા છેલ્લા 70 વર્ષથી પરંપરાગત તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે આગામી તા.12 નવેમ્બરના રોજ તુલસી વૃંદાના ભવ્ય લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, આજરોજ શહેરના એરપોર્ટ રોડ ખાતે આવેલ માનસ દર્શન ખાતે લાલજી મહારાજ અને માતા વૃંદાના લગ્ન લખવામાં આવ્યા હતા. હસ્ત મેળાપ વિધિ સાંજે 7:30 કલાકે યોજાશે
લાલજી મહારાજ અને માતા વૃંદાના આજરોજ લગ્ન લખાયા હતા, આ વર્ષે ભગવાન લાલજી મહારાજનો વરઘોડો એરપોર્ટ રોડ પર આવેલ માનસ મહાદેવ, માનસ દર્શન-3 નટરાજ ફાર્મની સામેથી સુભાષનગર ખાતેથી આવશે, આગામી તા.12ને મંગળવારે બપોરે 3:30 કલાકે માતા તુલસી વૃંદાની બહેનોની પૂજા વિધિ રાખવામાં આવી છે, તેમજ ભગવાન લાલજી મહારાજ અને માતા વૃંદાના લગ્નના હસ્ત મેળાપ વિધિ સાંજે 7:30 કલાકે રાખવામાં આવી છે, લગ્ન વિધિ દરમિયાન ઇન્ટરનેશનલ લોક ગાયિકા રાજેશ્રીબેન પરમાર તથા તેની ટીમ લગ્નના રૂડા ફટાણા ગાશે, જુદા-જુદા માતાજીની ઝાંખીના દર્શન
તુલસી વિવાહ દરમિયાન પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વરી વિશ્વ વિદ્યાલય સરદારનગર ભાવનગર દ્વારા જુદા જુદા માતાજીની ઝાંખીના દર્શન કરાવવામાં આવશે, લગ્ન વિધિ પૂર્ણ થયા બાદ રાધામાસીનો દરબારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ તુલસી વિવાહના તમામ કાર્યક્રમનો લાભ લેવા ભાવનગરની ધર્મ પ્રેમી જનતાને આયોજકો રાજેશ જોશી, ભાણજીભાઈ બારૈયા, ભુપતસિંહ વેગડ, કલ્પેશ મણીયાર, પ્રકાશ મકવાણા સહિતના ડાયમંડ ચોક મિત્ર મંડળના સૌ હોદેદારો દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.