દિવાળી બાદ નવા વર્ષ ની આજથી શુભ શરૂઆત થઈ છે. લાભ પાંચમથી વેપારીઓ વેપારના શ્રી ગણેશ કરતા હોય છે. નવસારી શહેરમાં પણ આજથી બજારો ધમધમતી થઈ છે.પરંતુ રજાનો માહોલ હોવાથી ગ્રાહકો ની ગેરહાજરી વર્તાઈ રહી છે.શાળા કોલેજ ઉઘડ્યા બાદ શહેરમાં પહેલા જેવી ચહેલ પહેલ વધશે. લાભ પાંચમના અવસરે વેપારી લોકો તેમના ચોપડાની પૂજા કરે છે. વહીખાતાઓ પર શુભ ચિન્હો અને સ્વસ્તિક દોરીને નવા વહીખાતાનું ઉદ્ઘાટન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી આવનારા વર્ષમાં બિઝનેસમાં વૃદ્ધિ થવાની સંભાવના છે. આ ઉપરાંત ઘણા ભક્તો આ દિવસે સુખ, સમૃદ્ધિ અને શુભકામનાઓ માટે વ્રત પણ રાખે છે. લાભ પાંચમનું શુભ મુહૂર્ત ક્યારથી શરૂ થયું
કારતક મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિ 6 નવેમ્બરે મધ્યરાત્રિ 12:16 વાગ્યે શરૂ થઈ રહી છે. આ તિથિ 07 નવેમ્બરે મધ્યરાત્રિ 12:41 પર સમાપ્ત થશે. આમ લાભ પંચમી 06 નવેમ્બર, આજથી બુધવારથી મધ્યરાત્રીના 12: 41 સુધી રહેશે.