back to top
Homeમનોરંજનલોરેન્સના નામે સલમાનને ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ:કર્ણાટકમાંથી પોલીસે પકડ્યો; ધમકીમાં કહ્યું- જીવતા...

લોરેન્સના નામે સલમાનને ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ:કર્ણાટકમાંથી પોલીસે પકડ્યો; ધમકીમાં કહ્યું- જીવતા રહેવું હોય તો માફી માગ અથવા 5 કરોડ આપ

સલમાન ખાનને મંગળવારે સવારે ફરીથી લોરેન્સના નામે ધમકી મળી છે. મુંબઈ કંટ્રોલ રૂમમાં મળેલા મેસેજમાં કહેવામાં આવ્યું હતું કે જો સલમાન ખાન બિશ્નોઈ સમુદાયના મંદિરમાં જઈને કાળિયરના શિકાર માટે માફી નહીં માંગે અથવા 5 કરોડ રૂપિયા નહીં આપે તો તેનો જીવ જઈ શકે છે. જોકે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધમકી આપનાર આરોપીની પોલીસે કર્ણાટકથી ધરપકડ કરી છે. તેનું નામ વિક્રમ છે. આ કેસની તપાસ માટે પોલીસ આરોપીને મુંબઈ લાવશે. વાસ્તવમાં, સોમવારે રાત્રે (4 ઓક્ટોબર) મુંબઈ પોલીસ ટ્રાફિક કંટ્રોલ રૂમમાં એક મેસેજ આવ્યો હતો. મધ્યરાત્રિએ એક અધિકારીએ તે સંદેશો જોયો. મેસેજમાં લખવામાં આવ્યું હતું કે, જો સલમાન ખાન જીવતો રહેવા માંગતો હોય તો તેણે અમારા મંદિરમાં જઈને માફી માંગવી પડશે અથવા 5 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. અમારી ગેંગ હજુ પણ સક્રિય છે. 12 ઓક્ટોબરઃ બાબા સિદ્દીકીની હત્યા
સલમાન ખાનના નજીકના સાથી અને NCP નેતા બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાન ઓફિસમાંથી બહાર આવ્યા હતા. ત્યાર બાદ તેના પર 6 ગોળીઓ ચલાવવામાં આવી હતી. બે ગોળી સિદ્દીકીના પેટમાં અને એક છાતીમાં વાગી હતી. તેને તાત્કાલિક લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં રાત્રે 11.27 વાગ્યે તેને મૃત જાહેર કરવામાં આવ્યો. આ હુમલાની જવાબદારી લોરેન્સ ગેંગે લીધી હતી. 14 એપ્રિલ: સલમાનના એપાર્ટમેન્ટ પર ફાયરિંગ
સલમાન ખાનના બાંદ્રા સ્થિત ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફાયરિંગ થયું હતું. આ હુમલાની જવાબદારી લોરેન્સ ગ્રુપે લીધી હતી. ઘટનાના બે મહિના બાદ સલમાને મુંબઈ પોલીસને નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે, ‘હું વારંવાર અલગ-અલગ લોકો દ્વારા નિશાન બનીને કંટાળી ગયો છું. અગાઉ પણ અનેક વખત ધમકીઓ મળી છે, દંડ પણ ફટકારવામાં આવ્યો છે. હું ઘણા કેસોમાં ફસાઈ ગયો છું.’ સલમાન પર હુમલો કરવાનો પ્લાન નિષ્ફળ ગયો હતો
લૉરેન્સ બિશ્નોઈ ગેંગ છેલ્લા ઘણા મહિનાઓથી સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપી રહી છે. જૂન 2024માં લૉરેન્સ બિશ્નોઈ ગેંગે સલમાન ખાનના ફાર્મહાઉસની નજીક તેની કાર રોકીને એકે-47 રાઇફલ્સથી તેના પર હુમલો કરવાની યોજના બનાવી હતી. જે નિષ્ફળ રહ્યો હતો. આ પહેલાં સલમાનને કેટલીવાર ધમકી મળી? સલમાન ખાનને મળી Y+ કેટેગરીની સુરક્ષા
Y+ સુરક્ષા હેઠળ, સલમાન ખાનને એક ખાનગી સુરક્ષા અધિકારી સાથે એસ્કોર્ટ વાન પણ મળી છે, જે દરેક જગ્યાએ પડછાયાની જેમ તેની સાથે હાજર રહેશે. અલગ-અલગ હથિયારોનો ઉપયોગ કરવાની તાલીમ પામેલો કોન્સ્ટેબલ પણ હંમેશાં અભિનેતા સાથે રહે છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, ખાસ કરીને સલમાન ખાનના પનવેલ ફાર્મ હાઉસની આસપાસ સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. અહીં સુરક્ષા માટે ફાર્મ હાઉસની અંદર અને બહાર બંને જગ્યાએ જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. સલમાન જ્યાં પણ જશે ત્યાં પહેલાંથી જ પોલીસ તહેનાત હશે
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સલમાન ખાન હવે જ્યાં પણ શૂટિંગ માટે જશે, સ્થાનિક પોલીસ સ્ટેશનને તેના ઠેકાણા વિશે જાણ કરવામાં આવશે. પોલીસની એક ટીમ શૂટિંગ સ્થળ પર અગાઉથી નજર રાખશે. આ સિવાય મહારાષ્ટ્રના પનવેલમાં સલમાન ખાનના ફાર્મ હાઉસની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. ફાર્મ હાઉસની અંદર અને બહાર વધારાના સુરક્ષાકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે. ગેલેક્સી એપાર્ટમેન્ટની બહારની પણ કડક સુરક્ષા વ્યવસ્થા
આ ઉપરાંત હાલ સલમાન ખાનનું ઘર એક કિલ્લામાં પરિવર્તિત થઈ ગયું છે. જ્યાં ચારેબાજુએ પોલીસ છે. મીડિયા કર્મચારીઓને આ વિસ્તારમાં શૂટિંગ કરવાની મંજૂરી આપવામાં આવી નથી. જો કે, એપાર્ટમેન્ટની બહારની કોઈપણ એક્ટિવિટી થાય તે જોવા માટે સ્ટ્રીટ સાઇડમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે. આ ઉપરાંત ગેલેક્સી એપાર્ટમેન્ટની બહારના રસ્તા પણ પોલીસ કોન્સ્ટેબલ દ્વારા સુરક્ષિત છે. સલમાન ખાન બુલેટપ્રૂફ ગાડીમાં જ મુસાફરી કરે છે
એપ્રિલ મહિનામાં ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ગોળીબાર થયા બાદ, સલમાન ખાન માત્ર બુલેટપ્રૂફ વાહનમાં જ ડ્રાઇવ કરે છે, ફાયરિંગની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સલમાન ખાન હવે જે પણ વિસ્તારમાં શૂટિંગ કરશે ત્યાં સુરક્ષાકર્મીઓ જશે. તેમના ઠેકાણા વિશે ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવશે. પોલીસની એક ટીમ શૂટિંગ સ્થળ પર અગાઉથી નજર રાખશે. આ સિવાય સલમાન ખાનના ફાર્મ હાઉસની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. ફાર્મ હાઉસની અંદર અને બહાર વધારાના સુરક્ષા જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. સલમાન સાથે લોરેન્સની દુશ્મનીનું કારણ લોરેન્સ જામીન લેતો નથી, ગેંગ જેલમાંથી ચલાવે છે, હવાલા દ્વારા ફંડિંગ કરે છે
લોરેન્સ ગેંગમાં એવા શૂટર્સ પણ છે જેઓ સાથે મળીને કોઈક ગુનામાં સામેલ છે, પરંતુ એકબીજાને ઓળખતા નથી. આ લોકો કોઈના માધ્યમથી વિશેષ સ્થાન પર મળે છે. પછી અમે લક્ષ્ય પૂર્ણ કરીએ છીએ. જો કોઈ શૂટર પકડાય તો પણ તે બીજા વિશે વધુ કહી શકતો નથી. લોરેન્સ, ગોલ્ડી બ્રાર, જગ્ગુ ભગવાન પુરિયા અને ડર્મન સિંઘ ઉર્ફે ડર્મનજોત કહલવાન ગુના માટે ફંડિંગની યોજના ઘડે છે. શરૂઆતમાં આ ગેંગ પંજાબમાં જ સક્રિય હતી. આ પછી તે ગેંગસ્ટર આનંદપાલની મદદથી રાજસ્થાનમાં સક્રિય થઈ હતી. ધીરે ધીરે ઉત્તર ભારતનાં અન્ય રાજ્યોમાં તે વધવા લાગી. હાલમાં, લોરેન્સ જેલમાં રહીને સુરક્ષિત રીતે ગેંગ ચલાવી રહ્યો છે. આ જ કારણ છે કે તે જેલમાંથી બહાર આવવા માંગતો નથી. તેણે જામીન માટે અરજી પણ કરી નથી. ભારત, કેનેડા, અમેરિકા, દુબઈ, થાઈલેન્ડ અને ઓસ્ટ્રેલિયાને ખંડણીની રકમ મોકલે છે. આ પૈસા ત્યાં હાજર પરિવાર અને ગેંગના સભ્યોને આપવામાં આવે છે. લોરેન્સે જેલમાં રહીને નેટવર્ક તૈયાર કર્યું
NIAના રિપોર્ટ અનુસાર લોરેન્સને અત્યાર સુધીમાં 4 કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. દુશ્મન ગેંગ સાથે તેમની લડાઈ ચાલુ રહે છે. જો ગેંગ તેમના પર હાવી હોત, તો તેના સભ્યો લોરેન્સ સાથે જોડાયા હોત. આ રીતે નેટવર્ક ચેઇન સતત વધતી જાય છે. NIAના રિપોર્ટમાં કહેવાયું છે કે જેલની અંદર લોરેન્સનું નેટવર્ક મજબૂત બન્યું હતું. જેલમાં હતો ત્યારે તેણે બીજા ગેંગસ્ટર સાથે મિત્રતા કરી હતી. ત્યારબાદ તેમના સાગરીતોએ સાથે મળીને જેલની બહાર નેટવર્ક મજબૂત કર્યું. ખંડણી અને ટાર્ગેટ કિલિંગની શરૂઆત એક જ નેટવર્કથી થઈ હતી.​​​​​​​

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments