back to top
Homeગુજરાતવિસનગરના કમાણા ગામે જૂથ અથડામણ મામલો:બિનવારસી મળેલા મોબાઈલમાં વૈમનસ્ય ઉભુ થાય તેવા...

વિસનગરના કમાણા ગામે જૂથ અથડામણ મામલો:બિનવારસી મળેલા મોબાઈલમાં વૈમનસ્ય ઉભુ થાય તેવા મેસેજ-રેકોર્ડિંગ મળ્યા, મોબાઈલધારક વિરૂદ્ધ ફરિયાદ

વિસનગર તાલુકાના કમાણા ગામે હોર્ન મારવા બાબતે થયેલી બોલાચાલી બાદ બે પક્ષો વચ્ચે 4 નવેમ્બરના રોજ જૂથ અથડામણ થયું હતું. જેમાં પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઇ 29 વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો. જે બાદ પોલીસને બિનવારસી મોબાઈલમાં વૈમનસ્ય ઉભુ થાય તેવા મેસેજ અને રેકોર્ડિંગ મળી આવતાં આ અંગે પોલીસે મોબાઈલ ધારક વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. તાલુકાના કમાણા ગામે 4 નવેમ્બરના રોજ હોર્ન મારવા બાબતને લઇ બે જૂથો વચ્ચે અથડામણ થતાં પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઇ 29 શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. જેમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા કમાણા ગામમાં સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જ્યાં તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ સહિતના પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ગામના સ્વામી નારાયણ મંદિર નજીકથી એક બિનવારસી એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જે મોબાઈલની તપાસ કરતાં મોબાઈલમાં ડબલ્યુએ બિઝનેસ નામની એપ્લિકેશનમાં બે કોમો વચ્ચે વૈમનસ્ય ઉભુ થાય તેવા મેસેજ અને રેકોર્ડિંગ મળી આવતાં પોલીસે મોબાઈલ ધારક વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments