સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતમાં બે હિટ એન્ડ રનની ઘટનામાં બે લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. માલવણ હાઇવે પર વણા મોઢવાણા વચ્ચે શક્તિમાંના દર્શનાઅર્થે જતાં યાત્રિકને કાર ચાલકે ટક્કર મારતાં સારવાર દરમિયાન એક યુવકનું મોત થયું છે. જ્યારે માલવણ-પાટડી હાઇવે ઉપર અજાણ્યા વાહને બાઇક ચાલકને ટક્કર મારતાં બાઇકચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું છે. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અકસ્માતોમાં નોંધપાત્ર વધારો થવા પામ્યો છે ત્યારે પાટડી તાલુકાના માલવણ પાટડી હાઇવે ઉપર બજાણા પોલીસ સ્ટેશનથી 200 મીટર દૂર અજાણ્યા વાહન ચાલાકે અજાણ્યા બાઇક ચાલકને ટક્કર મારતા બાઈક ચાલક સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલકનું ટક્કર લાગતા અને જમીન ઉપર પટકાતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ બજાણા પોલીસને થતા બજાણા પોલીસના જવાનોએ સ્થળ ઉપર પહોંચી હાઇવે ઉપર સર્જાયેલા ટ્રાફિકને ખુલ્લો કરાવ્યો હતો. આ ઘટનાની તમામ બજાણા પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે. બીજા બનાવમાં તારીખ 3 ના રોજ સુરેન્દ્રનગરથી પાટડી શક્તિમાંના દર્શનાઅર્થે ચાલીને યાત્રીઓ જઈ રહ્યા હતા જેમાં રાત્રીના સમયે એક કાર ચાલકે ચાલીને જતા યાત્રી મેહુલ શંભુભાઈ કમેજડિયા ને ટક્કર મારી ફરાર થયો હતો. યાત્રિકને ટક્કર લાગતા માથાના હાથના અને પગના ભાગે ગંભીર ઇજા પોહચી હતી. ઈજાગ્રસ્ત મેહુલ સંભુભાઈ કમેજડિયાને ખાનગી વાહન માફક સુરેન્દ્રનગર મેડિકલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું.