back to top
Homeમનોરંજન2 વર્ષની થઈ રણબીર-આલિયાની લાડકી:રાહાના બર્થ-ડે પર દાદીએ શેર કર્યો ક્યૂટ ફોટો,...

2 વર્ષની થઈ રણબીર-આલિયાની લાડકી:રાહાના બર્થ-ડે પર દાદીએ શેર કર્યો ક્યૂટ ફોટો, ફોઈ રિદ્ધિમાએ પણ પોસ્ટ મૂકી શુભેચ્છા પાઠવી

બોલિવૂડના સૌથી સુંદર કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટની પુત્રી રાહા આજે 6 નવેમ્બરે બે વર્ષની થઈ ગઈ છે. દાદીમાથી લઈને ફોઈએ તેમની લાડકીના જન્મદિવસ પર ખૂબ પ્રેમ વરસાવ્યો છે. તેમણે રાહાની કેટલીક ક્યૂટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. ફોઈ રિદ્ધિમાની પોસ્ટ જોઈને બધાને આશ્ચર્યચક્તિ થયા છે. રાહા કપૂર ઈન્ડસ્ટ્રીના એવા ક્યૂટ સ્ટાર કિડ્સમાંથી એક છે, જે અજાણતા પણ કેમેરાની સામે કેવી રીતે ફ્લોન્ટ કરવાનું જાણે છે. રાહા જ્યારે પણ ઘરની બહાર નીકળે છે ત્યારે કેમેરા આપોઆપ તેની તરફ ખેંચાઈ જાય છે. રાહા આજે 2 વર્ષની થઈ ગઈ છે અને તેની નવી તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઈન્સ બનાવી રહી છે. રાહાની દાદીએ પૌત્રી માટે પ્રથમ પોસ્ટ કરી
નીતુ કપૂર એટલે કે રાહાની દાદીએ તેની ઢીંગલીના જન્મદિવસ પર એક પોસ્ટ શેર કરી છે. તેણે રાહાની આ પહેલી તસવીર શેર કરી છે. આ તસવીરમાં રાહા આલિયા અને રણબીર વચ્ચે મસ્તીના મૂડમાં જોવા મળી રહી છે. રાહા સંપૂર્ણપણે જેકેટથી ઢંકાયેલી જોવા મળી રહી છે. નીતુએ આ તસવીર શેર કરીને લખ્યું, ‘અમારા પ્યારનો જન્મદિવસ, ઇશ્વરની કૃપા જળવાઈ રહે.’ ફોઈ રિદ્ધિમાની પોસ્ટ જોઈને લોકો આશ્ચર્યચકિત
ફોઈ રિદ્ધિમાએ પણ પોતાની લાડલી ભત્રીજીને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી છે. તેણે આલિયા સાથે રાહાની એક સુંદર તસવીર શેર કરી છે અને ભત્રીજીને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. આ તસવીરમાં રાહા બારીના સ્લેબ પર બેઠેલી જોવા મળી રહી છે. જો કે રાહાની આ તસવીર આલિયાના બાળપણની તસવીર જેવી જ લાગે છે. આ બંનેની ઝલક જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. દેખાવમાં રાહા અદ્દલ તેની માતાની કોપી લાગે છે
નોંધનીય છે કે રાહાની પહેલી તસવીર જોયા બાદ લોકો કહી રહ્યા હતા કે તે ઋષિ કપૂર અને તેના પરદાદા રાજ કપૂર જેવી લાગે છે. જો કે હવે રાહાની આ નવી તસવીરે તમામ થિયરીઓને ખોટી સાબિત કરી દીધી છે. જો આપણે આંખોનો રંગ ભૂલી જઈએ, તો રાહા અદ્દલ તેની માતા જેવી લાગે છે. રાહાનો ચહેરો પહેલીવાર ક્રિસમસ પર દેખાડવામાં આવ્યો હતો
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે ક્રિસમસના અવસર પર પ્રથમ વખત ચાહકોને તેમની પુત્રી રાહાનો ચહેરો બતાવ્યો હતો અને ત્યારે રાહા લગભગ એક વર્ષની હતી. આ પછી રાહા પાપારાઝીના કેમેરામાં ખૂબ દેખાવા લાગી છે અને કેમેરા પ્રત્યે તેનું આકર્ષણ પણ ખૂબ જ દેખાઈ રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments