back to top
Homeમનોરંજન20 વર્ષ બાદ ફરી ચમકશે 'વીર ઝારા'ની કહાની:વિદેશમાં આવતી કાલે થશે રી-રિલીઝ,...

20 વર્ષ બાદ ફરી ચમકશે ‘વીર ઝારા’ની કહાની:વિદેશમાં આવતી કાલે થશે રી-રિલીઝ, સાઉદી અરેબિયા-ઓમાન અને કતારમાં પ્રથમ વખત સ્ક્રીનિંગ

યશ ચોપરા દ્વારા નિર્દેશિત અને શાહરુખ ખાન, પ્રીતિ ઝિન્ટા અને રાની મુખર્જી સ્ટારર ‘વીર ઝારા’ એ અત્યાર સુધીની સૌથી પ્રતિષ્ઠિત ભારતીય ફિલ્મોમાંની એક છે. દિવાળી 2004 (12 નવેમ્બર)માં ત્રણ મોટી ફિલ્મો સાથે ટક્કર થવા છતાં, ‘વીર ઝારા’ ભારતમાં તેમજ વિશ્વભરમાં વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ બની હતી. આ ફિલ્મે 98 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ભારતમાં રજૂઆત બાદ ઘણી વખત રી-રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ ફરી વિદેશમાં થશે રી-રિલીઝ
શાહરુખ ખાન, પ્રીતિ ઝિન્ટા અને રાની મુખર્જી સ્ટારર આ ફિલ્મની ભારતમાં રી-રીલીઝ થયા બાદ વૈશ્વિક કમાણી 104 કરોડ રૂપિયાની આસપાસ પહોંચી ગઈ છે. આ ફિલ્મ 7 નવેમ્બર, 2024થી વૈશ્વિક સ્તરે ફરીથી રિલીઝ થવાની છે. તે આંતરરાષ્ટ્રીય સ્તરે રેકોર્ડ 600 સ્ક્રીન પર ફરીથી રિલીઝ થવાની છે અને તેને માત્ર પરંપરાગત આંતરરાષ્ટ્રીય બજારોમાં જ નહીં પરંતુ બિન-પરંપરાગત આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ રિલીઝ કરવામાં આવશે. ભારતીય ફિલ્મની આ અત્યાર સુધીની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય રિલીઝ છે. ફિલ્મ આ દેશોમાં રિલીઝ થશે
આ ફિલ્મ અમેરિકા, કેનેડા, યુએઈ, સાઉદી અરેબિયા, ઓમાન, કતાર, બહેરીન, કુવૈત, યુકે, આયર્લેન્ડ, જર્મની, ઓસ્ટ્રિયા, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ફિજી, સિંગાપોર, મલેશિયા અને દક્ષિણ આફ્રિકામાં રિલીઝ થશે. આ ફિલ્મ આવતી કાલે રી-રિલીઝ થશે. વીકએન્ડમાં ફિલ્મનું શાનદાર કલેક્શન થવાની આશા છે. 2004માં તેની મૂળ રિલીઝ પછી ફિલ્મના કલેક્શનમાં આ સૌથી મોટો વધારો હશે. ‘યે હમ આ ગયે હૈ કહાં’ ગીત પણ સામેલ
‘વીર ઝારા’ની રી-રીલીઝ પ્રિન્ટમાં ફેમસ ડીલીટ કરેલ ગીત ‘યે હમ આ ગયે હૈ કહાં’ સામેલ હશે. આ પહેલીવાર છે જ્યારે આ ગીત ફિલ્મનો ભાગ હશે. ચાહકો માટે આ એક ટ્રીટ છે, કારણ કે તેઓ ફરીથી સિલ્વર સ્ક્રીન પર પ્રેમ ગીત જોવા મળશે. 7 નવેમ્બર, 2024ના રોજ આંતરરાષ્ટ્રીય સ્તરે ‘વીર ઝારા’ને ફરીથી રિલીઝ કરવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments