વડોદરા તાલુકાના જસાપુરામાં રહેતી યુવતીએ તેના પતિના લગ્નેત્તર સંબંધથી ત્રાસીની સાસરીમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. તાલુકા પોલીસે આ બાબતે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. વિવિધ લોકોની પુછપરછ હાથ ધરી હતી. જસાપુરામાં રહેતા 20 વર્ષીય પજ્ઞાબહેન ગોહિલના 8 મહિના પહેલા ઉમેશ ગોહિલ સાથે લગ્ન થયા હતા. લગ્નના થોડા સમયમાં જ પ્રજ્ઞાબહેનને જાણ થઈ હતી કે, ઉમેશના અન્ય મહિલા સાથે લગ્નેત્તર સંબંધ છે. જેથી દંપતિ વચ્ચે અવાર-નવાર આ બાબતે ઝઘડા થયા હતા. બુધવારે બપોરના સમયે તેના ઘરના તમામ લોકો બહાર કામે ગયા હતા. આ દરમિયાન તેમના પાડોશી પ્રજ્ઞાને જમવા માટે બોલાવવા આવ્યા હતા, જોકે પ્રજ્ઞાએ ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જેથી પાડોશીએ તાત્કાલિક તેના પતિ અને પરિવારને જાણ કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે હાજર તબીબે પ્રજ્ઞાને મૃત જાહેર કરી હતી. આ બાબતે તાલુકા પોલીસે મૃતદેહનો પોસ્ટ મોર્ટમ કરાવીને તપાસ હાથ ધરી હતી. મહિલાના 8 માસ પૂર્વે જ લગ્ન થયાં હતાં,પરિવાર બહાર ગયા બાદ પગલું ભર્યું