અમેરિકાના ચૂંટણી પરિણામમાં ડોનાલ્ડ ટ્રમ્પની લીડને ધ્યાનમાં લેતાં ભારતીય શેરબજારમાં આકર્ષક ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ 1000 પોઈન્ટ ઉછળ્યો છે, જ્યારે નિફ્ટી પણ 400 પોઈન્સ ના ઉછાળા સાથે 24600 નું લેવલ ક્રોસ કરીયુ હતું. સેન્સેક્સ અને નિફ્ટી છેલ્લા કેટલાક દિવસની વોલેટિલિટીના અંતે આજે સુધારા તરફી ટ્રેડ જોવા માળિયા. રોકાણકારોની મૂડીમાં પણ ચાર લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. ભારતીય શેરબજારમાં સાર્વત્રિક સુધારાનો માહોલ જોવા મળ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પની જીતના સંકેત સાથે આઈટી અને ટેક્નોલોજી શેર્સમાં આકર્ષક તેજી જોવા મળી છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સંભવિત જીતને ધ્યાનમાં લેતાં ક્રિપ્ટો કરન્સી માર્કેટમાં તોફાની તેજી આવી છે. બિટકોઈન લાંબા સમય બાદ 75000 ડોલરના લેવલે સ્પર્શ્યો છે. ટ્રમ્પની નીતિઓ ક્રિપ્ટો કરન્સી માર્કેટ માટે વધુ અનુકૂળ હોવાના અંદાજ સાથે ક્રિપ્ટો કરન્સીના રોકાણકારોએ ખરીદી વધારી છે. સેન્સેક્સ 901 પોઈન્ટના ઉછાળા સાથે 80378 પોઈન્ટના સ્તરે બંધ થયો છે, જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 296 પોઈન્ટના ઉછાળા સાથે 24592 પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 286 પોઈન્ટના ઉછાળા સાથે 52680 પોઈન્ટના સ્તરે બંધ થયો. સેન્સેક્સ, નિફટી બેઝડ આજે બજારે યુ-ટર્ન લીધા સાથે સ્મોલ કેપ શેરોમાં આજે ખેલંદાઓ, ફંડોએ ઘટાડે પસંદગીનું વેલ્યુબાઈંગ કરતાં માર્કેટબ્રેડથ નેગેટીવમાંથી પોઝિટીવ બની હતી. અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં દમદાર પ્રદર્શન કરતાં 277 ઈલેક્ટોરલ વોટ્સ મેળવીને ડોનાલ્ડ ટ્રમ્પની જીતની જાહેરાત સાથે જ શેરબજારમાં ઉછાળો નોંધાયો છે. આઈટી શેર્સમાં ઉછાળા પાછળનું કારણ ટ્રમ્પની જીતથી ડોલર ઈન્ડેક્સમાં આવેલી તેજી છે. બેંકિંગ શેરોમાં આજે ફંડોની મોટી ખરીદી થઈ હતી. સ્ટીલ કંપનીઓ દ્વારા ભાવમાં વધારો કરવામાં આવ્યાના અને એન્ટિ-ડમ્પિંગ ડયુટીના અહેવાલ સાથે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણીમાં વિજયની મેટલ-માઈનીંગ શેરોમાં ખરીદી રહી હતી. ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં ફંડોની આજે ઘટાડે ખરીદી થતાં રિકવરી આવી હતી. આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ડીવીસ લેબ, ઈન્ડીગો, લાર્સેન, ટીસીએસ, ટોરેન્ટ ફાર્મા, સન ફાર્મા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ગ્રાસીમ, એસીસી, ઓબેરોઈ રીયાલીટી, ઈન્ફોસીસ, ગ્લેનમાર્ક ફાર્મા, કોટક મહિન્દ્રા બેન્ક, વોલ્ટાસ, હવેલ્લ્સ, ભારતી ઐરટેલ, રિલાયન્સ, અદાણી પોર્ટસ, બાટા ઇન્ડિયા, એક્સીસ બેન્ક, ટાટા કેમિકલ્સ જેવા શેરો વધારો થયો છે. આજના ટોપ લુઝર્સની યાદીમાં લ્યુપીન, મુથૂટ ફાઈનાન્સ, સિપ્લા, ઇપ્કા લેબ, એયુ બેન્ક જેવા શેરોમાં ઘટાળો થયો છે. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4063 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 964 અને વધનારની સંખ્યા 3003 રહી હતી, 96 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 151 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 446 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 24592 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 24404 પોઇન્ટના પ્રથમ અને 24273 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 24606 પોઇન્ટથી 24676 પોઇન્ટ, 24707 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 24404 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 52680 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 52303 પોઇન્ટના પ્રથમ અને 52240 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 52737 પોઇન્ટથી 52808 પોઇન્ટ, 53008 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 53008 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ ( 2659 ) :- આદિત્ય બિરલા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2606 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2580 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2676 થી રૂ.2683 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2700 ઉપર તેજી તરફી ધ્યાન…!!
ટેક મહિન્દ્રા ( 1702 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1678 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1660 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.1733 થી રૂ.1740 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
સન ફાર્મા ( 1833 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.1854 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.1808 થી રૂ.1787 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1860 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
ઈન્ફોસીસ લીમીટેડ ( 1828 ) :- રૂ.1848 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1855 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1808 થી રૂ.1787 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1860 ઉપર તેજી તરફી ધ્યાને લેશો. બજારની ભાવિ દિશા…
મિત્રો, અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત ભારતીય સહિત અન્ય દેશોના ચલણ માટે નુકસાનકારક સાબિત થઈ છે. ટ્રમ્પની જીતના અહેવાલો સાથે જ રૂપિયો ડોલર સામે 15 પૈસા તૂટી ઓલટાઈમ લૉ 84.25 ના લેવલે પહોંચ્યો હતો. યુએસ ફેડ આ સપ્તાહના અંત સુધીમાં બેઠક યોજી વ્યાજના દરોમાં ઘટાડા અંગેની જાહેરાત કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પની જીત સાથે જ તેની ફુગાવા આધારિત નીતિઓ ડોલરને વેગ આપશે તેવા સંકેતો સાથે ડોલર ઈન્ડેક્સ આજે બુધવારે 1.9% ઉછાળા સાથે 105.30ના ચાર માસની ટોચના લેવલે પહોંચ્યો છે. પરિણામે અન્ય એશિયાઈ અને યુરોપિયન કરન્સી નબળી પડી હતી. એશિયાઈ અને યુરોપિયન કરન્સી નબળી પડી હતી. ચૂંટણીની અનિશ્ચિતતાઓના કારણે છેલ્લા કેટલાક સમયથી ડોલર ઈન્ડેક્સ પ્રેશરમાં હતો. યુએસ 10 વર્ષની યીલ્ડ પણ 17 બેઝિસ પોઈન્ટ વધી 4.44% ના સ્તરે પહોંચી છે. જે રૂપિયા પર પ્રેશર વધારશે. 2025 માટે યુએસ ફેડ વ્યાજના દરો 100 બેઝિસ પોઈન્ટ સુધી ઘટાડે તેવી શક્યતાઓ અર્થશાસ્ત્રીઓએ વ્યક્ત કરી છે.
શેરબજારમાં ગયા સપ્તાહે જોવા મળેલા મામૂલી ઉછાળા બાદ હવે રોકાણકારોની નજર આગામી દિવસો પર છે. આગામી દિવસોમાં ભારતીય શેરબજાર ફેડરલ બેંક ઓફ અમેરિકા દ્વારા વ્યાજદર અંગેના નિર્ણય, પીએમઆઈ, એફઆઈઆઈના ડેટા અને ક્રૂડ ઓઈલની વધઘટ પર નિર્ભર રહેશે.આગામી દિવસોમાં શેરબજારનું પ્રદર્શન ઉતાર-ચઢાવથી ભરેલું રહી શકે છે. લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.