back to top
Homeમનોરંજનઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન આગામી ફિલ્મમાં સાથે જોવા મળશે:છૂટાછેડાના સમાચાર વચ્ચે...

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન આગામી ફિલ્મમાં સાથે જોવા મળશે:છૂટાછેડાના સમાચાર વચ્ચે મણિરત્મન એકસાથે ત્રીજી ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યા છે

છેલ્લા ઘણા મહિનાઓથી ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન છૂટાછેડાના સમાચારને કારણે ચર્ચામાં છે. દરમિયાન, હવે સમાચાર છે કે બંને ટૂંક સમયમાં એક ફિલ્મમાં સાથે જોવા મળવાના છે. મણિરત્નમ આ બંને સાથે ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યા છે. તાજેતરના ઝૂમના અહેવાલમાં ફિલ્મ નિર્માણની નજીકના સ્ત્રોતને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, મણિરત્નમ સર હાલમાં ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન સાથે ત્રીજી ફિલ્મ બનાવવા માટે વિષય શોધી રહ્યા છે. તેણે નક્કી કર્યું છે કે તેણે આ બંને સાથે ફિલ્મ બનાવવી છે. મણિરત્નમની બે ફિલ્મોમાં એશ-અભિષેક સાથે જોવા મળ્યા હતા
2007માં રિલીઝ થયેલી સુપરહિટ ફિલ્મ ‘ગુરુ’માં ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ મણિરત્નમે ડિરેક્ટ કરી હતી. આ પછી બંને 2010માં રિલીઝ થયેલી ‘રાવણ’માં સાથે જોવા મળ્યા હતા, જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી. જો અહેવાલો સાચા સાબિત થશે તો મણિરત્નમ સાથે ઐશ્વર્યા અને અભિષેકની આ ત્રીજી ફિલ્મ હશે. અભિષેક બચ્ચને મણિરત્નમની ફિલ્મ યુવામાં પણ કામ કર્યું છે. ઐશ્વર્યા રાયે 1997માં મણિરત્નમની તમિલ ફિલ્મમાં ડબલ રોલ ભજવીને તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તાજેતરમાં અભિનેત્રી તેની ફિલ્મો ‘પોન્નિયન સેલવાન-1’ અને ‘પોન્નિયન સેલ્વન 2’ માં પણ જોવા મળી છે. ઐશ્વર્યા-અભિષેક ઘણી ફિલ્મોમાં સાથે જોવા મળ્યા હતા
ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચને અત્યાર સુધીમાં અડધો ડઝન ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. જેમાં ‘ઢાઈ અક્ષર પ્રેમ કે’, ‘કુછ ના કહો’, ‘ઉમરાવ જાન’, ‘ગુરુ’, ‘સરકાર રાજ’, ‘રાવણ’, ‘ગુરુ’, ‘ધૂમ 2’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. છૂટાછેડાના સમાચાર કેવી રીતે શરૂ થયા?
જુલાઈમાં બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નમાં અભિષેક બચ્ચન તેના પરિવાર સાથે પહોંચ્યા હતા, જોકે ઐશ્વર્યા રાય તેમની સાથે ક્યાંય જોવા મળી ન હતી. બચ્ચન પરિવારે રેડ કાર્પેટ પર ફેમિલી ફોટોઝ માટે પોઝ આપ્યા હતા, જ્યારે તેમની એન્ટ્રીના થોડા સમય બાદ ઐશ્વર્યા રાય તેની પુત્રી આરાધ્યા સાથે લગ્નમાં પહોંચી હતી અને એકલા પોઝ આપ્યા હતા. એન્ટ્રી સિવાય પણ આખા લગ્ન દરમિયાન બંને એકબીજાથી દૂર દેખાતા હતા. થોડા સમય પછી ઐશ્વર્યા રાય તેની પુત્રી સાથે વેકેશન પર ગઈ, આ સમયે પણ અભિષેક તેની સાથે નહોતો. ત્યારથી આ કપલના છૂટાછેડાના સમાચારો ચર્ચામાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments