શહેરના કિશનવાડી ગધેડા માર્કેટ ચાર રસ્તાથી ઠેકરનાથ મંદિર થઈ યાકુતપુરા અને ફતેપુરા ચાર રસ્તા સુધી રોડના માર્જિનમાં ઉભા કરાયેલા દબાણો, સ્ક્રેપ તેમજ લારી ગલ્લાને હટાવી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. પાલિકા સાથે માથાકૂટ અને અડચણ કરનારા તત્વોનો અંદાજિત એક ટ્રક ભરીને સામાન જપ્ત કરાયો હતો. પાલિકાના પૂર્વ ઝોન કચેરીના ડેપ્યુટી કમિશનર અને તેમની ટીમે કિશનવાડી ગધેડા માર્કેટ ચાર રસ્તાથી ઠેકરનાથ સ્મશાન, યાકુતપુરા અને ફતેપુરા ચાર રસ્તા તરફના રોડ પર રસ્તામાં ઊભા કરાયેલા ગેરકાયદે દબાણોને હટાવવાની કામગીરી શરૂ કરી હતી. જેમાં યાકુતપુરા વિસ્તારમાં રોડ પર ઠેર ઠેર ગોડાઉન માલિકો દ્વારા સ્ક્રેપ મુકવામાં આવ્યો હતો. તદુપરાંત અનેક જગ્યાએ રોડ પર લારી ગલ્લાના દબાણો જોવા મળ્યા હતા. પાલિકાની ટીમે દબાણ શાખાને સાથે રાખી તમામ દબાણોને હટાવી લેવા સૂચના આપવા સાથે એક ટ્રક ભરીને સામાન્ય જપ્ત કર્યો હતો.