back to top
Homeગુજરાતખબરદાર જમાદાર!:સ્પામાં લાખો ઉઘરાવનાર સામે એજન્સીની તપાસ, પ્રમોશન માટે રાહ જોતાં IPSના...

ખબરદાર જમાદાર!:સ્પામાં લાખો ઉઘરાવનાર સામે એજન્સીની તપાસ, પ્રમોશન માટે રાહ જોતાં IPSના સપના દિવાળી ગઈ છતાં પૂરા ન થયા

દિવ્ય ભાસ્કર વાચકમિત્રો માટે દર ગુરુવારે એક પ્રસ્તુતિ રજૂ કરી રહ્યું છે, જેનું નામ છે ‘ખબરદાર જમાદાર!’. આ વિભાગમાં સમગ્ર રાજ્યના પોલીસબેડામાં જે ગપસપ ચાલી રહી છે, એને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવશે. ક્યારેક કોઈ પોલીસ સ્ટેશન તો ક્યારેક કોઈ અમલદારની ઓફિસમાં કોઈ કાનાફૂસી થઈ હશે એને હળવી શૈલીમાં પ્રસ્તુત કરવાનો આ એક પ્રયાસ છે. દિવાળી પુરી થતાં હવે સ્પાની રોકડી કરનારાની ખેર નથી, એજન્સીની તપાસ ધમધમાટ
અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવાર દરમિયાન અનેક લોકો દિવાળી મનાવવા માટે મહેનત કરીને રૂપિયા ભેગા કરતા હોય છે, ત્યારે અમદાવાદમાં એવા પણ કેટલાક લોકો હતા. જે ગરીબ અને મજબૂત લોકો પાસેથી રોકડી કરીને દિવાળીમાં ઐયાસી પણ બનાવી હતી, જેમાં કેટલાક બદનામ પોલીસ કર્મચારીઓ પણ તેમાંથી બાકાત નથી. કારણ કે, તેમણે આ વખતે દિવાળીના તહેવાર પહેલા સ્પાની અંદર રીતસર લાખો રૂપિયા ઉઘરાવ્યા હતા અને આ સમગ્ર મામલાની જાણ ઉપર સુધી ગઈ હતી અને આ સમગ્ર મામલે હવે એક એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને તે દિશામાં પુરાવા શોધવામાં આવી રહ્યા છે. આ એજન્સી દ્વારા આ તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી તૈયારીઓ કરી દેવામાં આવી છે. ગોવાના કોલ સેન્ટર પર એક એજન્સી રેડ કરી મોટા કનેકશન શોધ્યા
ગુજરાતમાં થોડા સમય પહેલા સીબીઆઇએ રેડ કરી અને કોલ સેન્ટર ચલાવનાર માફિયાઓ સામે કાર્યવાહી કરી હતી, પરંતુ આ વખતે ગુજરાતની એક એજન્સીએ ગોવામાં જઈને રેડ કરી હતી. જ્યાં રેડ દરમિયાન મહત્વની વિગત અને માણસો એજન્સીને મળ્યા હતા. આ સમગ્ર મામલામાં આ એજન્સીને ખૂબ જ મોટા માથા અને મહત્વની વિગત પ્રાપ્ત થઈ છે. હવે આ સમગ્ર મામલે આ એજન્સીના અધિકારી મોટી માછલીઓ સામે કડક કાર્યવાહી કરશે તેવું લાગી રહ્યું છે અને એવું પણ જાણવા મળી રહ્યું છે કે, ખૂબ જ માઇક્રો લેવલે તે દિશામાં તપાસ થઈ રહી છે. પ્રમોશન ટ્રાન્સફરની રાહ જોતાં IPSની દિવાળી ગઈ પણ હરખની ઘડી ન આવી
આજ દિવાળી કાલ દિવાળી… તેવું લોકો કહેતા હોય છે, પરંતુ આ બધું આઇપીએસ અધિકારીઓ માટે એક સપના જેવું થઈ ગયું છે. કારણ કે, ઘણા સમયથી તેમની બદલી અને બળતીની રાહ જોવાઈ રહી છે અને હજી બદલી આવશે અથવા દિવાળી પછી બદલી આવશે અને હવે તો બદલી આવશે જ તેવી વાતો ધીમેધીમે વહેતી થઈ હતી ત્યારે IPS અધિકારીઓ માટે ખરેખર દિવાળી ત્યારે જ આવશે, જ્યારે તેમને જે પોસ્ટ માટે પ્રયાસ કરી રહ્યા હતા. તે જગ્યા મળશે અને તે સમય નજીક આવશે, તો જ નવું વર્ષ તેમને ફળશે તેવું લાગી રહ્યું છે. ગુજરાતના વધુ એક નિવૃત IPSએ કાળો કોર્ટ પહેર્યો
ગુજરાત પોલીસ ફોર્સમાં ઘણા સિનિયર આઈપીએસ અધિકારીઓ દ્વારા કોર્ટમાં કાળો કોટ પહેરીને આવે કાયદાકીય કામગીરી કરી રહ્યા છે, જેમાં સરકાર સામે બાંયો ચઢાવનારા IPS અધિકારીઓ પણ છે. હવે ગુજરાત પોલીસમાંથી તાજેતરમાં નિવૃત થયેલા એક IPS અધિકારીએ પણ નિવૃત્તિ પછી કોર્ટમાં કાળો કોટ પહેર્યો છે અને હવે તે કાયદાકીય બાબતોનું કામ કરવાના છે, એક સમયે ગુજરાત પોલીસમાં મહત્વનું નામ ધરાવતા IPS અધિકારી સરકારની ગુડ બુક ના હોવાથી તેઓ સાઇડ ટ્રેક થઈને નિવૃત્ત થયા હતા અને હવે તેઓ કાયદાકીય કામગીરી માટે વકીલાત કરવા જઈ રહ્યા છે. ગુજરાત પોલીસમાંથી વધુ એક IPSની જગ્યા ખાલી થઈ
ગુજરાત પોલીસ ફોર્સમાં એક સિનિયર આઇપીસ અધિકારીએ પોતાની નિવૃત્તિ જાહેર કરી છે અને તેમાં પણ ખાસ કરીને તેઓ પોતાની ક્લિન છબીના કારણે ખૂબ જ જાણીતા છે, સરકારના ખૂબ જ મોટા ટાસ્ક માટે હંમેશા સામેલ રહ્યા છે, ત્યારે આ વખતે તેમણે IPS તરીકે રાજીનામું આપીને એક ભરતી પ્રક્રિયાના ટાસ્ક સાથે નવી જગ્યા અપનાવી છે. એટલે ગુજરાત સરકારના સિનિયર આઈપીસ અધિકારીઓમાં વધુ એક ગુજરાતી IPS અધિકારીની ઘટ પડી છે, આવનારા સમયમાં વધુ ગુજરાતી અધિકારી નિવૃત્ત થવાના છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments