આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની લાડકી રાહા 6 નવેમ્બરે બે વર્ષની થઈ ગઈ. તેના જન્મદિવસ પર નાની, ફોઈ, દાદી દ્રારા લવલી પોસ્ટ શેર કરવામાં આવી હતી. હવે કપૂર પરિવારની લાડલી રાહાની બર્થડે પાર્ટીની તસવીરો અને વિગતો સામે આવી રહી છે. રાહાની બર્થડે પાર્ટીમાં આવેલા મહેમાનો પાર્ટીની તસવીરો પોસ્ટ કરી રહ્યાં છે. ફોટા પરથી જંગલ સફારીની થીમ લાગી રહી છે. મહેમાનને રિટર્ન ગિફ્ટ તરીકે ખાસ ભેટ પણ આપવામાં આવી છે. જન્મદિવસ પર જંગલ સફારીની થીમ
રણબીર કપૂરે આલિયાને ‘મસાઈ મારાના’ જંગલમાં પ્રપોઝ કર્યું હતું. હવે તેમની પુત્રી રાહાના બીજા જન્મદિવસ પર જંગલ સફારી થીમ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટીની ઝલક રાહાની નાની સોની રાઝદાન દ્વારા પોસ્ટ કરવામાં આવી છે. આમાં તે રાહાની દાદી નીતુ કપૂર અને નીના ગુપ્તા સહિત તેના મિત્રો સાથે જોવા મળી રહી છે. મહેશ ભટ્ટનો ફોટો સામે આવ્યો છે જેમાં તે મિકી અને મિની માઉસ સાથે પોઝ આપી રહ્યા છે. પૂજા ભટ્ટે રાહાના જન્મદિવસની તસવીરો પણ શેર કરી છે. રિટર્ન ગિફ્ટમાં શું આપ્યું
રણબીર અને આલિયાએ ગેસ્ટને રિટર્ન ગિફ્ટમાં બાળકોની પિક્ચર બુક આપી હતી. તેનું ટાઈટલ ‘એડ ફાઇન્ડ્સ અ હોમ’ છે. આલિયા ભટ્ટ તેની ઓથર છે. તેના જન્મદિવસ પર આલિયાએ રાહાના જન્મ સમયની તસવીર પણ પોસ્ટ કરી છે. આમાં તે અને રણબીર તેમની દીકરીને ખોળામાં લઈ પોઝ આપતા જોવા મળી રહ્યા છે. રાહાનો ચહેરો પહેલીવાર ક્રિસમસ પર દેખાડવામાં આવ્યો હતો
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે ક્રિસમસના અવસર પર પ્રથમ વખત ચાહકોને તેમની પુત્રી રાહાનો ચહેરો બતાવ્યો હતો અને ત્યારે રાહા લગભગ એક વર્ષની હતી. આ પછી રાહા પાપારાઝીના કેમેરામાં ખૂબ દેખાવા લાગી છે અને કેમેરા પ્રત્યે તેનું આકર્ષણ પણ ખૂબ જ દેખાઈ રહ્યું છે.