back to top
Homeગુજરાતજૈન પરિવારનું 80 તોલા સોનું ચોરાયું:દીકરા-દીકરીના દીક્ષા કાર્યક્રમ પહેલાં જ ચોરાયાં ઘરેણાં;...

જૈન પરિવારનું 80 તોલા સોનું ચોરાયું:દીકરા-દીકરીના દીક્ષા કાર્યક્રમ પહેલાં જ ચોરાયાં ઘરેણાં; ચોરોને જોઈ સુરક્ષાકર્મીનું એક રાઉન્ડ ફાયરિંગ

બનાસકાંઠાનો એક પરિવાર પોતાના દીકરા-દીકરીના દીક્ષા ક્રાર્યક્રમ પહેલાં અંબાજી નજીકના જૈન મંદિરે દર્શને આવ્યો હતો. જ્યા રાત્રી રોકાણ દરમિયાન પાર્ક કરેલી કારમાંથી 80 તોલા સોનું અને એક લાખ ઉપરાતની રોકડ ચોર કારનો કાંચ તોડી ચોરી ગયા હતા. આગામી 14મી ડિસેમ્બરે યોજાનાર કાર્યક્રમમાં સંતાનોને પહેરાવાના ઘરેણાની ચોરી થઈ હતી. આ દરમિયાન ચોરોને જોઈ સુરક્ષાકર્મીઓએ એક રાઉન્ડ ફારરિંગ પણ કર્યું હતું. જો કે ચોરી મામલે આ પરિવાર જૈન મંદિરની સુરક્ષા વ્યવસ્થા મામલે ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવાર સુરતથી કુંભારિયા જૈન મંદિરે દર્શને આવ્યો’તો
બનાસકાંઠાના વાવમાં રહેતા પિયુષ મહેતા છેલ્લા ઘણા સમયથી સુરતના વેસુ વિસ્તારમાં રહે છે અને પોતાનો ધંધો કરે છે. તેમના ગામ વાવમાં 14મી ડિસેમ્બરે તેમના દીકરા-દીકરીનો દીક્ષાનો મોટો કાર્યક્રમ યોજાવાનો છે. તે પહેલાં 5 નવેમ્બરે તેઓ તેમના સમગ્ર પરિવાર સાથે સુરતથી કાર લઈને કુંભારિયાના જૈન મંદિરે પહોંચ્યા હતા. પરિવાર કિંમતી સામાન કારમાં મૂકીને હોલમાં સૂઈ ગયો
જ્યાં તેમને રાત્રે લગભગ 9 વાગ્યાના સુમારે સંસ્થામાં રૂમ ન આપતાં મોટો હોલ આપવામાં આવ્યો હતો. જેથી મહેતા પરિવાર તેમનો કિંમતી સામાન કારમાં મૂકીને હોલમાં સૂઈ ગયો હતો. રાત્રે 12થી 1 વાગ્યાની વચ્ચે એક ચોર તેમની કારમાંથી 80 તોલાથી વધુ સોનું અને રોકડા 1.5 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયો હતો. તે રાત્રે જ્યારે થોડો અવાજ સંભળાયો, ત્યારે સુરક્ષા કર્મચારીઓએ પણ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ઘટનાને 2 દિવસ થવા છતાં હજુ સુધી પોલીસે એક પણ આરોપી કે ચોરને પકડ્યો નથી. જેથી ફરિયાદીએ સંસ્થા પર અનેક આક્ષેપો કર્યા છે. દીકરા-દીકરીના દીક્ષા કાર્યક્રમમાં પહેરાવવાના હતા ઘરેણા
જો આ ઘટનાની વાત કરીએ તો, પિયુષ મહેતાના પરિવારમાં કુલ 2 પુત્રો અને 2 છોકરીઓ છે. 5 વર્ષ પહેલાં મોટી પુત્રીએ આ સંસાર છોડીને દીક્ષા લીધી હતી. આગામી મહિનાની 14મી ડિસેમ્બરે તેમની નાનો દીકરો અને નાની દીકરી સાંસારિક જીવન છોડીને દીક્ષા લેવાના છે. આ પ્રસંગે પીયૂષ મહેતા તેમના સમગ્ર પરિવાર સાથે અલગ-અલગ સ્થળોએ ફરવા નીકળ્યા હતા. જે દરમિયાન તેમની કારમાં દીકરા-દીકરીને પહેરાવવાનું 80 તોલાથી વધુ સોનું હતું. 5 નવેમ્બરના રોજ રાત્રે 9 વાગ્યે જ્યારે તે કુંભારિયા ગામના જૈન મંદિરે પહોંચ્યા ત્યારે, તેમને ત્યાં રૂમ ખાલી હોવા છતાં આપવામાં આવ્યો ન હતો તેવો તેમનો આક્ષેપ છે. જેથી પરિવારના તમામ સભ્યો હોલમાં સૂઈ ગયા હતા. ચોરોનો અવાજ સાંભળી સુરક્ષાકર્મીએ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું
કારનો ડ્રાઈવર પણ અલગ જગ્યાએ ડ્રાઈવર રૂમમાં સૂઈ ગયો હતો. જ્યારે સિક્યુરિટી સ્ટાફ ચેકિંગ માટે નીકળ્યો હતો ત્યારે, ચોરોનો અવાજ સાંભળીને તેમણે એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. જે દરમિયાન બાદ સુરક્ષા કર્મચારીઓએ જોયું કે 2 કારના કાચ તૂટેલા છે. ત્યાર બાદ પીયૂષ મહેતાને માહિતી આપવામાં આવતાં પોલીસના ડેપ્યુટી એસપી ઘટના સંદર્ભે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વિવિધ ટીમોએ આસપાસના વિસ્તારની તપાસ કરી હતી. 500 મીટર દૂરથી તમામ સામાન વેરવિખેર મળ્યો
તપાસ દરમિયાન 500 મીટર દૂર તમામ સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. 2 ડોગ સ્કવોડ પણ બોલાવવામાં આવી હતી. આ સંસ્થામાં 60 જેટલા CCTV છે પણ જ્યાં કાર પાર્ક કરવામાં આવી હતી ત્યાં CCTV નથી. પિયુષ મહેતાએ આ સંસ્થા પર અનેક આક્ષેપો કર્યા છે. આ સંસ્થામાં સવારે 5 સિક્યુરીટી ગાર્ડ ફરજ બજાવે છે અને રાત્રે 11 ગાર્ડ ફરજ બજાવે છે. હજુ સુધી એકપણ આરોપી પકડાયો નથી
હજુ સુધી એકપણ આરોપી પકડાયો નથી. પોલીસે અલગ-અલગ 8 ટીમો બનાવી છે. પિયુષ મહેતાનો આક્ષેપ છે કે, સંસ્થા પાસે રૂમ હતો તેમ છતાં સંસ્થાએ અમને હોલ આપ્યો અને જ્યાં સીસીટીવી કેમેરા નહોતા ત્યાંજ અમારી કાર પણ પાર્ક હતી. જો કે આ મામલે સંસ્થા દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. પરંતુ, એક સિક્યુરિટી સુપરવાઈઝરે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો કે, ચોરે રાત્રે જ્યારે પાર્ક કરેલી કારનો કાચ તોડીને ચોરી કરી ત્યારે સામે સિક્યોરિટીએ પણ ગોળીબાર કર્યો હતો. ‘પેઢીના કર્મચારીઓએ મને રિસ્પોન્સ ના આપ્યો’ : ફરિયાદી
પિયુષભાઈ શાંતિલાલ મહેતાએ જણાવ્યું હતું કે, અમે દાદાના દર્શન કરવા અંબાજી આવ્યા હતા. હું મૂળ વાવનો વતની છું અને હાલ સુરતમાં રહું છું. હું અહીંયા સુરતથી અંબાજી દાદાના દર્શન કરવા આવ્યો હતો. ત્યારે અમે જૈન દેરાસર ખાતે આવ્યા હતા. ત્યારે અહીંયાના પેઢીના કર્મચારીઓ મને રિસ્પોન્સ ના આપ્યો. રૂમ હોવા છતાં રૂમ ના આપ્યો હતો અને હોલમાં રહેવાનું કીધું હતું. મારા દીકરા દીકરી 14 ડિસેમ્બરે દીક્ષા લેવાના છે. હોલમાં બીજા લોકો હોવાના કારણે સામાન ગાડીમાં જ મૂક્યો
અમે રાત્રે અહીંયા આવ્યા હતા અને રૂમ ના હોવાના કારણે હોલમાં રોકાયા હતા. હોલમાં બીજા પણ વ્યક્તિઓ હોવાના કારણે મારો માલ સામાન અને દાગીના સહિતની તમામ વસ્તુઓ ગાડીમાં જ મૂકી દીધી હતી, જેના કારણે આ બનાવ બન્યો છે. અહીંયા પ્રશાસન અને પોલીસ તરફથી અમને બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે. અમારા સગા સંબંધી સહિત હર્ષ સંઘવી અને તમામ રિસ્તેદારોનો સપોર્ટ મળી રહ્યો છે. તે રાત્રે શું બન્યું હતું?
જૈન દેરાસર કુંભારીયા અંબાજી ખાતે ફરજ બજાવતા સિક્યોરિટી સુપરવાઇઝરે જણાવ્યું હતું કે, અમદાવાદની વિશાલ સિક્યોરિટી એજન્સીમાં અમે ફરજ બજાવીએ છીએ. જેમાં કુલ 16 જણા સિક્યોરિટીમાં ફરજ બજાવીએ છીએ. જેમાંથી બે ગનમેન અને એક સુપરવાઇઝર અને બીજા ગાર્ડ છે. અમે અહીંયા આવતા તમામ દર્શનાર્થીઓ જે દર્શન કરવા આવે છે અને રાત્રિ રોકાણ કરે છે. તેમને અમે સૂચન કરીએ છીએ કે, તમારો સામાન રૂમમાં સાથે લઈ જવો, ત્યાર બાદ ગાડી પાર્કિંગમાં મૂકવી. અમે પિયુષભાઈની ગાડી જ્યારે રાત્રે આવી હતી ત્યારે પણ અમે સૂચન કર્યું હતું કે, તમારો સામાન રૂમમાં લઈ જાઓ અને ત્યાર બાદ ગાડી પાર્કિંગમાં મૂકો. ‘ગાડીને પાર્કિંગમાં મુકાવી ત્યાં સુધી બધું સેફ હતું’ : સિક્યૉરિટી સુપરવાઇઝર
ત્યાર બાદ પિયુષભાઈ તેમની ગાડીને પાર્કિંગમાં મૂકીને રૂમમાં જતા રહ્યા હતા. રાત્રે લગભગ એક વાગ્યાની આજુબાજુ અમારા ગાર્ડ દ્વારા સીટી મારવામાં આવી ત્યારે, અમે એલર્ટ થઈ ગયા હતા. અમે જોયું કે, બે વ્યક્તિ જે શંકાસ્પદ લાગતાં અમે તે જગ્યા ઉપર નિરીક્ષણ કરવા ગયા હતા. અમારા ગાર્ડ દ્વારા ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ અમે અમારા મેનેજરને જાણ પણ કરી હતી અને ગાડીને ઓફિસના આગળ પાર્કિંગમાં મુકાવી હતી. ત્યાં સુધી બધું સેફ હતું. અંબાજી પોલીસની અપીલ
બનાસકાંઠા જિલ્લા ડીવાયએસપી ડો.જીગ્નેશ ગામીતે જણાવ્યું હતું કે, પિયુષભાઈ સુરતથી અહીંયા દર્શનાર્થે આવ્યા હતા. ત્યારે જૈન દેરાસર ખાતે તેમણે ગાડી પાર્કિંગમાં પાર્ક કરી હતી. ત્યારે 6 તારીખના રોજ તસ્કરોએ તેમની ગાડીના પાછળનો કાચ તોડીને 1.5 લાખ રોકડ રકમ સહિત સોના ચાંદીના દાગીનાની ચોરી કરી છે. જેની અંબાજી પોલીસ મથકે તેની ફરિયાદ પણ નોંધવામાં આવી છે. ત્યાર બાદ અંબાજી પોલીસ દ્વારા અલગ અલગ 8 ટીમો બનાવીને અને ડોગ સ્કોટની મદદથી તપાસ શરૂ કરી છે. જેમાં અમને સારી સફળતા પણ મળી રહી છે. હું બનાસકાંઠા જિલ્લા પોલીસ વતી અંબાજી આવતા તમામ યાત્રિકોને નિવેદન પણ કરું છું કે, તે પોતાના કિંમતી સામાન ગાડીમાં ના મૂકે તે કિંમતી સામાન પોતાના સાથે કે સેફ જગ્યાએ મૂકે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments