બુધવારે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામોમાં ડોનાલ્ડ ટ્રમ્પને જરૂરી 270 ઇલેક્ટોરલ વોટની સામે 295 વોટ મળ્યા છે. ટ્રમ્પ 2016માં પ્રથમ વખત રાષ્ટ્રપતિ બન્યા હતા જ્યારે 2020માં તેઓ બાઈડન સામે હારી ગયા હતા. તાજેતરના પરિણામો પછી ટ્રમ્પ બીજા વિશ્વ યુદ્ધ પછીના પ્રથમ રાજકારણી છે જે 4 વર્ષના અંતરાલ પછી ફરીથી રાષ્ટ્રપતિ બન્યા છે. એવું જ ટ્વિટ અમને KreatelyMedia નામના X હેન્ડલ પર મળ્યું. ટ્વિટમાં લખ્યું હતું- ટ્રમ્પના દેશમાં મોદીનો જલવો. ( આર્કાઇવ ટ્વિટ ) ટ્વિટ જુઓ: સમાચાર લખાય છે ત્યાં સુધીમાં 23 હજાર લોકોએ આ ટ્વિટને લાઈક કરી હતી અને 5100 લોકોએ તેને રીપોસ્ટ કરી હતી. KreatelyMedia ને X પર 2.5 લાખથી વધુ લોકો ફોલો કરે છે. જ્યારે વેરિફાઈડ એક્સ યુઝર વિકાસ પ્રતાપ સિંહ રાઠોડે પોતાના ટ્વિટમાં લખ્યું છે, આ વીડિયો જોઈને મોદી વિરોધી ગેંગની છાતી પર સાપ ફરતો હશે.😆😆 ડોનાલ્ડ ટ્રમ્પની પ્રેસ કોન્ફરન્સમાં લોકો ‘મોદી-મોદી’ના નારા લગાવી રહ્યા હતા. ( આર્કાઇવ ટ્વિટ ) ટ્વિટ જુઓ: આજ દાવા સાથે જોડાયેલો વીડિયો અમને ન્યૂઝ વેબસાઈટ Jansatta ના YouTube એકાઉન્ટ પર પણ મળ્યો. વીડિયોની હેડલાઇન હતી- ડોનાલ્ડ ટ્રમ્પના વિક્ટ્રી ભાષણમાં મોદી-મોદીના નારા લાગ્યા, ટ્રમ્પ હસતા જોવા મળ્યા. US Election Result. સ્ક્રીનશોટ જુઓ… વીડિઓ જુઓ… શું છે વાઇરલ દાવાની સત્યતા?
વાઇરલ દાવાની તપાસ માટે અમે ટ્રમ્પનું ભાષણ સાંભળ્યું. અમને ધ ટેલિગ્રાફના યુટ્યુબ એકાઉન્ટ પર ટ્રમ્પનું આખું ભાષણ મળ્યું. 25 મિનિટ 22 સેકન્ડના આ વીડિયોમાં 19 મિનિટ 50 સેકન્ડનો ભાગ આવે છે જ્યારે ભીડ કેટલાક નારા લગાવે છે. વીડિયોને ધ્યાનથી સાંભળવા પર જોવા મળે છે કે ભીડ ‘બોબી-બોબી’ના નારા લગાવી રહી છે જેને લોકો ‘મોદી-મોદી’ સમજીને ભૂલ કરે છે. વીડિઓ જુઓ… હકીકતમાં ટ્રમ્પે પોતાના ભાષણમાં સ્વતંત્ર ઉમેદવાર રોબર્ટ એફ કેનેડી જુનિયરનું નામ લીધું હતું. રોબર્ટ પહેલા ચૂંટણી લડી રહ્યા હતા, પરંતુ બાદમાં તેમણે ટ્રમ્પને સમર્થન આપતા પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. વીડિયોની 20મી મિનિટમાં ટ્રમ્પે મજાકમાં બોબી નામ (રોબર્ટ એફ. કેનેડી જુનિયરનું ઉપનામ) લીધું અને તેમને મજાકીયા અંદાજમાં તેલથી દૂર રહેવા કહ્યું. અમેરિકન ફિલ્મ નિર્માતા Eric Abbenante એ પણ આ ઘટના સાથે સંબંધિત એક ટ્વિટ કર્યું છે. ટ્વિટ જુઓ… સ્પષ્ટ છે કે ડોનાલ્ડ ટ્રમ્પના વિક્ટ્રી ભાષણમાં ‘મોદી-મોદી’ ના નારા લગાવવાનો દાવો તદ્દન ખોટો છે. ટ્રમ્પના ભાષણ દરમિયાન રોબર્ટ એફ કેનેડી જુનિયરના નામ પર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જેમનું હુલામણું નામ બોબી છે. નકલી સમાચાર સામે અમારી સાથે જોડાઓ. જો તમને કોઈપણ માહિતી અંગે કોઈ શંકા હોય તો કૃપા કરીને અમને ઇ-મેઇલ @fakenewsexpose@dbcorp.in અને 9201776050 આ નંબર પર વોટ્સએપ કરો.