back to top
Homeગુજરાતદ્વિશતાબ્દી મહોત્સવના પ્રથમ દિવસ:વડતાલમાં 9 દિવસનું ઘરભાડું રૂપિયા 15000થી લઈને 35000 સુધી...

દ્વિશતાબ્દી મહોત્સવના પ્રથમ દિવસ:વડતાલમાં 9 દિવસનું ઘરભાડું રૂપિયા 15000થી લઈને 35000 સુધી પહોંચ્યું

ચેતન પટેલ

વડતાલધામમાં મંદિરની સ્થાપનાને 200 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. તા. 7 નવેમ્બરથી 15 નવેમ્બર સુધીની ઉજવણીમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં સહભાગી બનવા એનઆરઆઇ સહિતના હરિભક્તો ઉમટી રહ્યા છે. મહોત્સવના પ્રથમ દિવસે જ ટેન્ટ સિટી, આસપાસના વિસ્તારોની હોટલો, ધર્મશાળાઓ હાઉસફૂલ થઇ ગઇ છે. જેને લઇને હવે દૂરથી આવતા હરિભક્તો ગ્રૂપમાં વડતાલ અને અજીકના જોળ ગામમાં ઘર ભાડે રાખી રહ્યા છે. હાલ વડતાલમાં 9 દિવસનું ઘર ભાડુ રૂા. 15 હજારથી લઇને 35 હજાર સુધી પહોંચ્યુ છે.
વડતાલધામના દ્વિશતાબ્દી મહોત્સવમાં ભાગ લેવા પ્રથમ દિવસે 3200થી વધુ એનઆરઆઇ આવી પહોંચ્યા છે. એ જ રીતે 22 હજારથી વધુ હરિભક્તોઅે તમામ દિવસ સહભાગી થવાની નેમ સાથે 9 દિવસ રોકાવાની વ્યવસ્થા કરી લીધી છે. જેને લઇને 3 હજાર ટેન્ટ હાઉસફુલ થઇ ગયા છે. બીજી તરફ નડિયાદ સહિતના નજીકના સ્થળોની હોટલોની રૂમો પણ બુક કરાઇ રહી છે. વડતાલમાં આવેલી ધર્મશાળાની 1200 રૂમ બુક થઇ ગઇ છે. જેને લઇને હવે સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાતમાંથી આવતા હરિભક્તો મહોત્સવ સ્થળ નજીક એટલે કે વડતાલમાં જ રોકાવાની જગ્યાને પ્રાધાન્ય આપી રહ્યા છે. હાલ વડતાલ અને નજીકના જોળ ગામમાં 110થી વધુ મકાનો ભાડે લેવાઇ ચૂકયા છે. જેનું ભાડુ 15 હજારથી લઇને 35 હજાર સુધી બોલાઇ રહ્યુ છે. જો કે હરિભકતો ગ્રૂપમાં રહેતા હોઇ પરવડી રહ્યુ હોવાનું જણાવી રહ્યા છે. માત્ર સૂવા અને નહાવા ધોવા માટે મકાન રાખી રહ્યા છે. દિવસે અને રાત્રે મંદિર તરફથી જમવાની સુવિધા છે. જે લોકો ઘર ભાડે રાખી રહ્યા છે તેમને સૂવા માટે ગાદલાની સુવિધા અપાઇ રહી છે. અત્યાર સુધી શનિ-રવિની રજામાં કે તહેવારોમાં ધમધમતુ વડતાલ હાલ અવરજવરથી ધમધમી રહ્યુ છે. જેને લઇને નગરમાં બહારના વાહનોને એન્ટ્રી અપાતી નથી. બહારના વાહનો પાર્કિંગમાં જ મૂકવા પડે છે. માત્ર સ્થાનિકોને જ વાહન લઇને નગરમાં પ્રવેશ અપાઇ રહ્યો છે.
રોજ રાત્રે 12થી 3 સફાઇ અભિયાન
સામાન્ય રીતે લાખોની સ઼ખ્યામાં લોકો આવતા હોય અને ખાણી પીણી સહિતના સ્ટોલ લાગ્યા હોય તો કચરો થવાનો, જેને ધ્યાનમાં લઇ મંદિર તરફથી સફાઇ માટે આયોજન કરી દેવાયુ છે. રોજ રાત્રે 12 વાગ્યાથી 2200થી વધુ સ્વયંસેવકો માર્ગોની સફાઇમાં લાગી જાય છે. આ સફાઇ મળસ્કે 3 વાગ્યા સુધી હાથ ધરવામાં આવે છે. માર્ગો અને ગલીઓનો તમામ કચરો એકત્રિત કરીને નિકાલ કરાય છે. માત્ર સ્થાનિક વાહનોને એન્ટ્રી પાસ અપાયા
{ મહોત્સવના પ્રથમ દિવસે દોઢ લાખથી વધુ લોકો ઉમટ્યા હતા. પ્રદર્શન જોવા રોજ લોકો આવતા હોવાથી નગરમાં અવ્યવસ્થા ન સર્જાય તે માટે પંચાયતે સ્થાનિક રહીશોના વાહનો માટે પાસની વ્યવસ્થા કરી છે. હરિભક્તોનો રૂમ શેરિંગનો કોન્સેપ્ટ, એક ઘરમાંથી 10થી વધુને આશ્રય
{ વડતાલધામમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કે મધ્ય ગુજરાતમાંથી આવતા હરિભકતો પૈકી કેટલાક વડતાલ અને જોળમાં જ 9 દિવસ માટે ઘર ભાડે રાખી રહ્યા છે. જેનુ ભાડુ વધુ હોવાથી આખુ ગ્રૂપ જ એક ઘરમાં રહે છે. બધાને પરવડે તે માટે એક ઘરમાં 10થી 15 લોકો રોકાય છે. ઘરનો ઉપયોગ માત્ર સૂવા પૂરતો જ કરાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments