શહેરના બાજવા કોયલી રોડ પર આવેલી પેરામાઉન્ટ લિમિટેડની નવી બંધાતી બિલ્ડીંગ પાસેથી હેલોઝન, વાયર સહિતની ચોરી કરનાર બે ગઠિયાને ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યા હતા. બાઈક પર બે ઈસમ કોઈ જગ્યાએથી ચોરી કરેલા હેલોઝન લાઈટો તથા વાયરો લાવી કોયલી ગામ મોટો ચરો સ્મશાન પાસે સળગાવી રહ્યા છે અને તેઓ વાયરમાંથી કોપર અલગ કરી રહ્યા છે.તેવી બાતમી મળતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ કરતાં બે લોકો કશું સળગાવતા જણાયા હતા. જેથી પોલીસે તેમને કોર્ડન કરી નામ પૂછતા તેમને પોતાનું નામ અલ્પેશ સનાભાઇ ચૌહાણ અને વિવેક લાલજીભાઈ જાદવ બંને કોઈલી ગામે રહેતા હોવાનું જણાવ્યું હતું. સળગી રહેલી વસ્તુઓ પોલીસે તપાસતા તે વાયરો હોવાનો જાણવા મળતા નજીક પડેલી બાઇક પર હેલોઝન લાઈટ નંગ-3 મળી આવી હતી. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા બંનેએ કહ્યું હતું કે, ગત 4 ઓકટોબરની રાત્રે બાઈક પર ચોરી કરવા નીકળ્યા હતા. બાજવા કોયલી રોડ પર આવેલી પેરામાઉન્ટ લિમિટેડની નવી બંધાતી બિલ્ડીંગ પાસેના ઝૂંપડામાંથી આ હેલોજન, વાયરના બંડલોની ચોરી કરી હતી. પોલીસે હેલોઝન, વાયર, બાઇક સહિત કુલ રૂ.50 હજારનો મુદ્દમાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી. બંને આરોપી પાસેથી રૂા.50 હજારનો મુદામાલ જપ્ત કોયલી રોડ પર વાયર સળગાવી કોપર જુદું કરતા હતા