સલમાન ખાન બાદ હવે શાહરુખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મોબાઈલ પર ધમકી મળ્યા બાદ શાહરૂખ ખાનની ટીમે ફરિયાદ નોંધાવી છે. પોલીસે તપાસ શરૂ કરી
બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. રિપોર્ટ અનુસાર તેને ધમકીનો ફોન આવ્યો હતો. મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. છત્તીસગઢના રાયપુરના રહેવાસી ફૈઝાન નામના વ્યક્તિએ ધમકીભર્યો ફોન કર્યો છે. સૂત્રોએ જણાવ્યું કે મુંબઈ પોલીસની એક ટીમ તપાસ માટે રાયપુર ગઈ છે. અભિનેતા શાહરૂખ ખાનને કથિત રીતે ધમકી આપવા બદલ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. કલમ 308(4), 351(3)(4) BNS હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.સૂત્ર અનુસાર, રાયપુરના આરોપીએ એક્ટર પાસેથી ખંડણી માગી છે. ધમકીમાં શું કહ્યું?
મુંબઈ પોલીસ આ મામલાને ગંભીરતાથી લઈ રહી છે. શાહરૂખ ખાનને આ ધમકી આપવા પાછળનો હેતુ જાણવામાં આવી રહ્યો છે. મુંબઈ પોલીસની એક ટીમ રાયપુર પહોંચી ગઈ છે. ત્યાં આ ટીમ મામલાની તપાસ કરશે. બાંદ્રા પોલીસ સ્ટેશનમાં શાહરુખ ખાન માટે ધમકીભર્યો ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ કહ્યું કે, જો શાહરુખ ખાન પોતાનો જીવ બચાવવા માંગતો હોય તો અમને કરોડો રૂપિયા આપો. નહીંતર તેમને પરિણામ ભોગવવા પડશે અને ત્યારબાદ કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો હતો. આરોપીએ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. શું શાહરુખની સુરક્ષા કર્યો વધારો?
શાહરૂખના નામે ધમકીભર્યા કોલ બાદ માનવામાં આવી રહ્યું છે કે શાહરૂખ ખાનની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવશે. મન્નતના ઘરે સુરક્ષા વધારી દેવામાં આવી છે. થોડા દિવસો પહેલા પણ પોલીસે મન્નતની બહાર બેરિકેડ લગાવ્યા હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે શાહરુખ તરફથી હજુ સુધી વધારાની સુરક્ષાની કોઈ માંગ કરવામાં આવી નથી. સમાચાર સતત અપડેટ થઈ રહ્યા છે.