back to top
Homeગુજરાતભ્રષ્ટ સરકારી બાબુઓની મિલકતની તપાસ:લાંગા, ભોજક સહિત 11 ભ્રષ્ટ અધિકારીની 54 કરોડની...

ભ્રષ્ટ સરકારી બાબુઓની મિલકતની તપાસ:લાંગા, ભોજક સહિત 11 ભ્રષ્ટ અધિકારીની 54 કરોડની અપ્રમાણસર મિલકત પકડાઈ

એસીબીની ટ્રેપમાં ઝડપાયેલા અંદાજે 250થી 300 ભ્રષ્ટ સરકારી બાબુ અને તેમના વહીવટદારની મિલકતોની તપાસ કરાઈ છે. એસીબીએ ઓક્ટોબર સુધીના 10 મહિનામાં સૌથી વધુ ભ્રષ્ટ 11 સરકારી અધિકારીની 53.70 કરોડની અપ્રમાણસર મિલકત પકડી પાડી છે. આ 11માંથી 6 ઉચ્ચ અધિકારી અમદાવાદ અને ગાંધીનગરના છે. આ ભ્રષ્ટ અધિકારીઓમાં ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ.કે. લાંગા તેમના પુત્ર, મ્યુનિ.ના આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક, મ્યુનિ.ના સિટી ઇજનેર મનોજ સોલંકી તેમજ આસિસ્ટન્ટ ટીડીઓ સુનિલ રાણાનો સમાવેશ થાય છે. ભ્રષ્ટાચાર કરી અપ્રમાણસર મિલકત વસાવવામાં રાજકોટના ટીપીઓ મનસુખ સાગઠિયા મોખરે છે. 2021માં ભ્રષ્ટ સરકારી અધિકારીઓની 56.61 કરોડની અપ્રમાણસર મિલકત પકડાઈ હતી. હજુ 2થી 3 ભ્રષ્ટ અધિકારીઓની મિલકતની આકારણી ચાલી રહી છે. આ કેસમાં ડિસેમ્બર સુધીમાં ગુના દાખલ થવાની શક્યતા છે. 2021થી 24માં 123 કરોડની અપ્રમાણસર મિલકત પકડાઈ છે. 4 વર્ષમાં એસીબીએ નોંધેલા ગુના, જપ્ત કરેલી મિલકતો નોંધ: ગુનાની સંખ્યા અપ્રમાણસર મિલકતની છે. (ઓકટોબર સુધી) સરકારી ખાતાં, બેંકો પાસેથી માહિતી બાદ ગુનો નોંધાય છે જે પણ ભ્રષ્ટ સરકારી બાબુ એસીબીની ટ્રેપમાં પકડાય તેમની અને પરિવારની મિલકતોની તપાસ કરવામાં આવે છે. કેટલાક કિસ્સામાં એસીબી શંકાના આધારે તેમજ ફરિયાદોના આધારે કેટલાકની મિલકતોની તપાસ થાય છે. તમામ સરકારી વિભાગો પાસેથી તેમજ બેંકો પાસેથી માહિતી બાદ તેમની કાયદેસરની આવક બાદ કર્યા બાદ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાય છે. સાગઠિયાની સૌથી વધુ 24 કરોડની મિલકત મળી આવી રાજકોટના ટીપીઓ મનસુખ સાગઠિયાની સૌથી વધારે રૂ.24.31 કરોડની અપ્રમાણસર મિલકત પકડાઈ હતી. જેમાં જમીન, મકાન, દુકાન, ફાર્મ હાઉસ, બેંક બેલેન્સ, ફિકસ ડિપોઝીટ, સોના – ચાંદીના દાગીના, કારનો સમાવેશ થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments