અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનના છૂટાછેડાની ચર્ચા અવારનવાર આપણને સંભળવા મળે છે. આ દરમિયાન એક એવા સમાચાર આવ્યા છે જે ફેન્સને ખુશ કરી શકે છે. ફેમસ ફિલ્મ મેકર મણિરત્નમ એક નવી હિન્દી ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યા છે અને ઈન્ટ્રસ્ટિંગ વાત એ છે કે આ ફિલ્મમાં એશ અને અભિષેકને મુખ્ય ભૂમિકા માટે કાસ્ટ કરવામાં આવી શકે છે. આ પહેલા બંનેએ મણિરત્નમની ફિલ્મ ‘ગુરુ’માં કામ કર્યું હતું. મણિરત્નમની ‘ગુરુ’થી એશ અને અભિષેક નજીક આવ્યા
મણિરત્નમની ‘ગુરુ’ એ ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનને 2007માં એકસાથે લાવ્યા હતા, આ જ વર્ષમાં બંનેના લગ્ન થયા હતા. તેમની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રીએ દરેકના દિલ જીતી લીધા હતા. બાદમાં મણિરત્નમે તેને ફરીથી ‘રાવણ’માં કાસ્ટ કર્યા. મણિરત્નમ સાથે અભિષેક-એશની ત્રીજી ફિલ્મ!
ટાઇમ્સ ડોટ કોમના અહેવાલ મુજબ, ફિલ્મ મેકર મણિરત્નમને આખરે ત્રીજી ફિલ્મમાં અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયને ફરીથી સાથે લાવવા માટે એક ઈન્ટ્રસ્ટિંગ સ્ટોરી મળી ગઈ છે. અભિષેક મણિરત્નમ સાથે કામ કરવા ઈચ્છતો હતો
મણિરત્નમ સાથે અભિષેકની આ ચોથી ફિલ્મ હશે. અગાઉ તેની સાથે ‘યુવા’માં કામ કરી ચૂક્યો છે. અભિષેકે એક વખત ઈન્ટરવ્યૂમાં મણિરત્નમ સાથેના તેના ગાઢ સંબંધો વિશે કહ્યું હતું, જ્યારે તે પહેલીવાર ‘યુવા’ માટે મને સાઈન કરવા અમારા ઘરે આવ્યા ત્યારે મને લાગ્યું કે તે પા (પાપા અમિતાભ બચ્ચન)ને સાઈન કરવા આવ્યા છે. અભિષેકને આ વાત પર ગર્વ છે
અભિષેકે આગળ કહ્યું, જ્યારે મને ખબર પડી કે તે મને સાઈન કરવા માંગે છે ત્યારે હું ખૂબ જ ખુશ હતો. કોઈપણ એક્ટર મણિરત્નમ સાથે કામ કરવા માટે બધું જ આપી દેતા હતા. મને ખૂબ ગર્વ છે કે તેમને મને અત્યાર સુધીમાં ત્રણ વખત તેની ફિલ્મ માટે લાયક ગણ્યો છે. છૂટાછેડાની અફવાઓ
છેલ્લા ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી હતી કે અભિષેક અને ઐશ્વર્યા છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. તેમના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. આવી જ અફવા વર્ષ 2014માં પણ ફેલાઈ હતી, જ્યારે અભિષેકે તેને ફગાવી દીધી હતી.