શહેરનાં કોઠારિયા સોલવન્ટ બિલેશ્વર પાર્કમાં ચિરાગભાઈ મકવાણાને તેની પત્ની સાથે ઝઘડો થતાં ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. યુવકનાં હજુ આઠ મહિના પહેલાં જ લગ્ન થયા હતાં. આ કરુણ બનાવથી યુવકનાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ કોઠારિયા સોલવન્ટમાં બિલેશ્વર પાર્કમાં રહેતાં ચિરાગભાઈ મનસુખભાઈ મકવાણા (ઉ.વ.25) નામનાં યુવકે આજે સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે યુવકનાં પરિવારને જાણ થતાં તાકીદે 108 ને જાણ કરતા 108 ની ટીમ બનાવ સ્થળ પર પહોંચી જોઈ તપાસી યુવકને મૃત જાહેર કર્યો હતો.બનાવની જાણ આજીડેમ પોલીસને થતાં તુરંત દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં મૃતક યુવક બે બહેનમાં એકનો એક ભાઈ હતો. યુવકનાં હજુ 8 મહિના પહેલાં જ લગ્ન થયા હતા. બાદ પતિ પત્ની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતાં પત્ની છેલ્લાં બે મહિનાથી માવતરે જતી રહી હતી. હાલ પ્રાથમિક તપાસ પતિ-પત્ની વચ્ચે થતાં ઝઘડાથી કંટાળી પતિએ આપઘાત કરી લીધાનું જાણવા મળ્યું હતું. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 150 ફુટ રીંગ રોડ પર ધોળકિયા સ્કૂલની પાછળ એપલવિલા એપાર્ટમેન્ટમાં રહેતાં કલ્પેશભાઈ જેન્તીભાઈ પરસાણા (ઉ.વ.32) નામનો યુવક ગઈ કાલ બપોરના પોતાના ઘરે હતો ત્યારે અચાનક બેભાન થઈ જતાં તાકીદે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જતા સારવારમાં ફરજ પરનાં તબીબે મૃત જાહેર કર્યો હતો. મૃતક યુવક બે ભાઈ અને એક બહેનમાં બીજા નંબરનો અને માનસીક બિમાર હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું. જ્યારે અન્ય બનાવમાં મૂળ ઝારખંડનો અને હાલ અહીં શાપરમાં ગોલ્ડન કંપનીમાં કામ કરતો મોહમ્મદભાઈ તૈયબભાઈ અંસારી (ઉ.વ.26) નામનો યુવક ગઈ કાલ ગોલ્ડન કંપનીના ક્વાર્ટરમાં હતો ત્યારે ચક્કર આવવાં પડી જતા તાકિદે યુવકને સારવાર અર્થે દોશી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાદ ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર કારગત નીવડે તે પહેલાં જ દમ તોડી દિધો હતો. યુવકને સંતાનમાં ચાર દિકરી હોવાનું મૃતકના પરિવારજને જણાવ્યું હતું. આ કરૂણાંતિકાની વિગત અનુસાર સમગ્ર બનાવમાં સૌથી વધુ દુ:ખ બે માસની માસુમ બાળકી ઉપર આવી પડ્યું છે. તેની ઉંમર એટલી નાની છે કે, તે હજુ મા-બાપની વ્યાખ્યા પણ જાણતી નથી કે પોતાનું દુ:ખ કોઇ સમક્ષ ઠાલવવા સક્ષમ નથી. વિધીની વક્રતા છે કે, મહિલા પોલીસ કર્મચારી સેજલબેન પ્રસૂતિ માટે માવતરે ગયા હતાં .જ્યાં પુત્રીની જન્મના બે માસમાં જ તેણીને આવેલ હૃદય રોગનો હુમલો પ્રાણઘાતક સાબિત થયો હતો. આ ઘટનાના બે દિવસ બાદ આ કમનસીબ બાળકીનં નસીબ વધુ ફુટ્યું હોય તેમ પિતાએ પણ અનંતની વાટ પકડી લીધી છે. દેશીદારૂ અને ચોરીના ગુનામાં સંડોવાયેલ બે શખ્સોને પાસામાં ધકેલતી પીસીબી અને ગાંધીગ્રામ પોલીસની ટીમ પ્રાપ્ત વિગત મુજબ પીસીબી એમ.આર. ગોંડલીયાની રાહબરીમાં ટીમે દેશી દારુના ત્રણેક ગુનામાં સંડોવાયેલ નિતેશ સોલંકી (ઉ.વ. 45, રહે. જાળીયા ખોરાણા રોડ પાણીના ટાંકા પાસે) વિરુધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશ્નરને મોકલાતા તેમને આરોપીને વડોદરા મધ્યસ્થ જેલ હવાલે ધકેલવાની સુચનાથી પીસીબીની ટીમે આરોપીને પકડી જેલ હવાલે કરવા તજવીજ હાથ ધરી હતી.જ્યારે ગાંધીગ્રામ પોલીસ મથકના શબ્બીર મલેક, મશરીભાઇ અને રોહીતદાન ગઢવીએ શહેરમાં અનેક ચોરીઓને અંજામ આપનાર ભરત દેવા મુછડીયા (ઉ.વ. 28, રહે. મોટામવા, સ્મશાન કાલાવડ રોડ) વિરુધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી સીપી બ્રજેશકુમાર ઝાને મોકલાતા આરોપીને અમદાવાદ મધ્યસ્થ જેલમાં ધકેલવાના હુકમ કરતા પોલીસે આરોપીને પકડી જેલહવાલે કરવા તજવીજ હાથ ધરી હતી.