સુરતના સીટીલાઈટ વિસ્તારમાં શિવ પૂજા અગ્નિકાંડ પ્રકરણમાં આખરે 11 જીમ સંચાલક અને અમૃત્યાં સ્પા સંચાલક વિરુદ્ધ માનવ વધનો ગુનો નોંધાયો છે. અગ્નિકાંડમાં સિક્કિમની બે યુવતીઓ જે સ્પામા કર્મચારી હતી તેમનું મોત નીપજ્યું હતું. જીમ સ્પામાં એક બાદ એક સંચાલકોની બેદરકારીની પરત ખુલી હતી. જીમ સંચાલક વસીમ અને શાહ નવાજ તેમજ સ્પા સંચાલક દિલશાન વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે જ્યારે વસીમને વોન્ટેડ જાહેર કરાયો. બે દિવસની રજા બાદ સલૂન ચાલુ થયુ હતું
દિવાળીની રજાઓને કારણે જીમ-11 બંધ હતું જે તારીખ 07/11/2024ના રોજથી ચાલુ થનાર હતું. જ્યારે ALF હેર બ્યુટી લોન્જ બે દિવસની રજા બાદ તારીખ 06/11/2024ના રોજ ચાલુ થયેલું હતું. આ ALF હેર બ્યુટી લોન્જમાં પોલીસ તપાસ મુજબ બે સિક્કિમ રાજ્યની મહિલાઓ, એક નાગાલેન્ડની મહિલા તથા કેરટેકર તરીકે તાપી જિલ્લાના એક પુરુષ કર્મચારી તેના મિત્ર સાથે બનાવ સમયે હાજર હતા. આ બનાવમાં ALF હેર બ્યુટી લોન્જમા કામ કરતી સિક્કિમ રાજ્યની બે મહિલા કર્મચારીઓના મોત નીપજ્યા હતા. પહેલા તો ચોકીદાર દ્વારા આગ ઓલવવાનો પ્રયત્ન કરાયો
આ બનાવમાં કેરટેકરે જીમ-11ના રિલેક્સ એરિયામાં આગ લાગવાના કારણે ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈને તેણે આગ લાગવાની બૂમો પાડી. જે સાંભળીને ALF હેર બ્યુટી લોન્જની બે મહિલાઓ દોડીને સહી-સલામત નીચે આવી ગઈ અને ALF હેર બ્યુટી લોન્જમાં બે મહિલાઓ બીનું અને મનીષા બિલ્ડીંગમાં આગ તથા ધુમાડાના કારણે બહાર નીકળી શકી નહોતી અને જે-તે સમયે ચોકીદાર દ્વારા આગ ઓલવવાનો પ્રયત્ન કરવામાં આવ્યા પરંતુ આગનું વિકરાળ રૂપને કારણે પોતે સહી સલામત રીતે નીકળી ગયા અને ફાયર વિભાગ દ્વારા આગ ઓલવવાની સાથે સાથે બે મહિલાઓને બેભાન હાલતમાં રેસ્ક્યુ કરવામાં આવી હતી. મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાશે
જે મહિલાઓ પૈકી એક મહિલા ALF હેર બ્યુટી લોન્જના વોશરૂમમાંથી તથા બીજી મહિલા પેડિક્યોર ચેર અને હેર વોશ કરવાના રૂમની અંદરથી મળી આવી. આ બંનેને 108 મારફતે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવે છે, જ્યાં ફરજ પરના હાજર તબીબ દ્વારા બ્રોટ ડેટ જાહેર કરવામાં આવેલ છે. જેથી, ઉમરા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નોંધી કલમ BNSની કલમ 194 મુજબ કાર્યવાહી કરવામાં આવી તેમજ મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવી રહ્યું છે. અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી
મૃત્યુ પામનાર બીનું અને મનીષાનું મોતનું પ્રાથમિક કારણ ગૂંગળામણને કારણે થયેલ હોવાનો તબીબે અભિપ્રાય આપ્યા છે. આ બનાવની તપાસમાં સુરત મહાનગર પાલિકાના અઠવા ઝોન, SMC ફાયરની ટીમ, FSL સુરત, ફિઝિકલ ડિપાર્ટમેન્ટની ટીમ, ટોરેન્ટ પાવરના અધિકારીઓ દ્વારા સ્થળ વિઝીટ કરી ઘટનાનું નિરીક્ષણ કરવામાં આવ્યા છે. જેમાંથી ફાયર ડિપાર્ટમેન્ટના રિપોર્ટ અનુસાર સદર શિવ પૂજા શોપિંગ સેન્ટર બિલ્ડિંગનું ફાયર NOC વર્ષ 2022માં આપવામાં આવ્યું હતું તેમજ ઓગસ્ટ 2024માં રિન્યુ કરવામાં આવ્યા છે, જ્યારે ત્રીજા માટે આવેલ હોલ નંબર-1માં કાર્યરત જીમ-11 અને ALF હેર બ્યુટી લોન્જને NOC ઈશ્યુ કરવામાં આવ્યા નથી. ભાડા કરાર અંગેની વિગત જ નહોતી
જીમમાં સતત લોકોની અવરજવર રહેતી હોવાથી સેપરેટ ફાયર NOC ફરજિયાત હોવા છતાં જીમ સંચાલક વસીમ અને શાહ નવાઝે છેલ્લા ત્રણ વર્ષથી NOC લીધી નહોતી. અગાઉ તેઓએ બિલ્ડર ભુપેન્દ્ર પાસેથી ભાડા કરાર કર્યા હતા. ભુપેન્દ્ર પોપટ પાસેથી આ કોમ્પ્લેક્સ અનિલ રુંવાટા નામના બિલ્ડરે ખરીદ્યો હતો પરંતુ, ભાડા કરાર 2025 સુધી હોવાથી આ લોકો જેમ છે તેમ યથાવત ચલાવી રહ્યા હતા. જીમની અંદરથી ઉપરના ભાગે વધારાનું એક સ્ટ્રક્ચર ઊભું કરી ત્યાં સ્પા અને સલૂન ચલાવવામાં આવી રહ્યું હતું, જેને પેટા ભાડેથી દિલશાનને આપવામાં આવ્યું હતું. આ તમામ આરોપીઓએ કર્મચારીઓની અને ભાડા કરાર અંગેની વિગત પણ પોલીસને આપી નથી. અમૃત્યા સ્પા સિક્કિમની બે યુવતીઓ ગૂંગળામણના કારણે મૃત્યુ પામી ચૂકી છે. વિનુ અને મનીષા સાથે રહેતી હતી અને સાથે નોકરી પણ કરી રહી હતી. દિવાળીના કારણે જીમ બંધ હતુ પણ સલૂન ચાલુ હતુ
સીટી લાઈટ વિસ્તારમાં શિવ પૂજા શોપિંગ સેન્ટરના ત્રીજા માળે આગ લાગી હતી. આ બનાવમાં સિક્કિમની બે મહિલાઓના મૃત્યુ થયા હતા. જીમ અને સલૂન બંને ચાલી રહ્યા હતા. દિવાળીના કારણે જીમ બંધ હતુ પરંતુ, સલૂન ચાલુ હતું. આ સલૂનમાં ચાર મહિલા હતી, એક નાગાલેન્ડની હતી અને બે સિક્કિમની હતી અને એક કેરેટેકર હતી. આગ લાગી ત્યારે સૌથી પહેલા કેરટેકરને ખબર પડતાં તેણે બૂમાબૂમ કરી હતી. નાગાલેન્ડની અને એક કેરેટેકર મહિલા બહાર નીકળી ગઈ હતી પરંતુ, સિક્કિમની બંને મહિલા અંદર ફસાઈ ગઈ હતી, જેના કારણે બંનેનું મોત નીપજ્યું હતું. બીનુ અને મનીષા રોય બંને સિક્કિમની રહેવાસી હતી. કર્મચારીઓની વિગત પણ આપી નથી
આ સમગ્ર મામલે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, ત્રણેય આરોપીઓ વિરુદ્ધ માનવ વધનો ગુનો નોંધાયો છે. જેમાંથી બે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. વસીમ હાલ ફરાર છે અને તેની ધરપકડ કરવા માટેની કવાયત હાથ ધરાઈ છે. જિમ-11 અને સ્પા બંનેના તમામ ડોક્યુમેન્ટ ફાયર વિભાગ અને સુરત મહાનગરપાલિકા પાસેથી મંગાવવામાં આવ્યા છે, જેના આધારે હાલ આ કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીઓએ ભાડા કરાર અને કર્મચારીઓ અંગેની વિગત પોલીસને આપી નથી, જેથી હવે વધારાની કલમ પણ લગાડવામાં આવશે. ત્રણ વર્ષથી NOC જ નથી
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, BNSની કલમ-105 માનવવધની સાથે જાણી જોઈને કોઈને ઈજા કે નુકસાન થાય તે અંગેની કલમ પણ લગાડવામાં આવી છે, જે BNSની કલમ-110 છે. આ સાથે 54ની કલમ પણ લગાડવામાં આવી છે. પહેલા આ જીમ મહિલા દ્વારા ચલાવવામાં આવી રહ્યું હતું પરંતુ, કોઈ કારણોસર તે ચલાવી શકી નહોતી. આ શોપ ભુપેન્દ્રભાઈના નામે હતી. તેઓએ મહિલા પાસેથી જીમ ખરીદી લીધું હતું. જોકે, કોવિડના સમયે ભુપેન્દ્રભાઈએ આ પ્રોપર્ટી અનિલ રુવાટાને આપી દીધી હતી પરં,તુ ભાડા કરાર યથાવત હોવાના કારણે આજ દિન સુધી જીમ સંચાલકો આ જીમ ચલાવી રહ્યા હતા. કાગળ બળીને ખાખ થઈ ગયા
સ્પા સંચાલક દિલશાનને ત્યાં લાંબા સમયથી કામ કરનારી મહિલા કર્મચારી સ્મિતા સાથે બીનું અને મનીષા સંપર્કમાં હતી. જેથી, તેના કહેવા પર તેઓ સુરત નોકરી કરવા માટે આવી હતી. સ્પાના સંચાલક પાસેથી ગુમાસ્તા લાયસન્સ ની માંગણી પોલીસે કરી છે પરંતુ, તેને અત્યાર સુધી આપ્યું નથી. હાલ તે જણાવી રહ્યા છે કે, કાગળ બળીને ખાખ થઈ ગયા છે તેમછતાં અમે SMC પાસેથી કાગળની માંગણી કરીશું. આરોપીઓ