દિવાળી પછી છઠની પૂજાનું મહત્વ વધુ હોય છે ત્યારે હિંમતનગરના ભોલેશ્વરમાં રહેતા બિહારના પરિવારો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હાથમતી વિયારના પાછળના ભાગે કેળાનો ઝાડ ઉભા કરીને પંડાલ બનાવીને સજાવ્યો હતો. ગુરુવારે સાંજે મહિલાઓ પરિવાર સાથે શણગાર સજીને આવ્યા બાદ છઠ માતાજીની પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ પાણીમાં ડૂબકી મારીને ચીજવાસ્તુઓ સાથેનું સુપડું હાથમાં લઈને સૂર્યનારાયણ ભગવાન સામે પાણીમાં ઉભા રહીને સંધ્યા પૂજન અર્ચન કર્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત સૌએ એક પછી એક અર્ક અર્પણ કર્યું હતું. બીજી તરફ મહાવીરનગરના ઇન્દ્રનગર વિસ્તારની અમરનાથ સોસાયટીમાં પણ મહિલાઓ પરિવાર સાથે પૂજન અર્ચન કરી અર્ક આપ્યો હતો.