back to top
Homeગુજરાત​​​​​​​PM મોદીનો વડોદરાની દિવ્યાંગ ચિત્રકારને પત્ર:નૂતન વર્ષના અભિનંદન આપતાં કહ્યું-નાની ઉંમરે અસાધારણ...

​​​​​​​PM મોદીનો વડોદરાની દિવ્યાંગ ચિત્રકારને પત્ર:નૂતન વર્ષના અભિનંદન આપતાં કહ્યું-નાની ઉંમરે અસાધારણ કૌશલ્ય અને ઈશ્વરદત્ત કૃપા જોઈ અનહદ આનંદ થયો; અમને ગર્વ છે: દિયા

વડોદરાની દિવ્ય ચિત્રકાર દિયા ગોસાઈ માટે આ વર્ષની દિવાળી આજીવન યાદગાર બની ગઈ છે. પહેલા તો વિદાય લેતા વર્ષમાં 28 ઓક્ટોબરના રોજ આ દીકરી અને તેના પરિવારે સપનામાં કલ્પના ન થાય એવી વાસ્તવિકતાની અનુભૂતિ કરી. દિયા ગોસાઈ શારીરિક મર્યાદાઓને વળોટીને એક આશાસ્પદ ચિત્રકાર તરીકે ઘડાઈ રહી છે. શિક્ષણની સાથે તેની કલા કુશળતા ચિત્રકારીમાં સોળેકળાએ ખીલી રહી છે. દિવ્યાંગ દીકરીને જોઈ મોદીએ કાફલો ઊભો રખાવ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન વડોદરા પધારી રહ્યા છે, એવું જાણીને એમ. એસ. યુનિવર્સિટીમાં ભણતી આ કલા તેજસ્વી દિવ્યાંગ છાત્રાએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝની છબિઓ ચીતરી અને સુંદર ફ્રેમમાં મઢાવી રોડ શો પસાર થવાનો હતો ત્યાં સ્થાન લઈ લીધું હતું. બંને વડાપ્રધાન આ જગ્યાએથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે નરેન્દ્ર મોદીની નજર ચિત્રો સાથે વ્હીલ ચેરમાં બેસેલી દિયા પર પડતાં તેમણે કાફલો ઊભો રખાવી દીધો હતો. મોદી સ્પેનના વડાપ્રધાનને સાથે લઈને વાહનમાંથી નીચે ઊતરી દિયા પાસે પહોંચ્યા હતા અને તેની પાસેથી ચિત્રોની ભેટ સ્વીકારી તેમજ તેની કળા નિપુણતાની દિલથી પ્રશંસા કરી હતી, સાથે જ સ્પેનના વડાપ્રધાને પણ અનેરી પ્રસન્નતા વ્યક્ત કરી હતી. આ વાત આટલેથી પૂરી થતી નથી. મોદીએ દિલ્હીથી દિયાને શુભેચ્છા પત્ર લખ્યો
વડાપ્રધાન નવી દિલ્હીની વ્યસ્તતાઓ વચ્ચે દિયાની કલાસૂઝ અને કુશળતાને યાદ રાખીને 1 નવેમ્બર, 2024ના રોજ દિયાના ઘરના સરનામે સિંહની રાષ્ટ્રમુદ્રાથી અંકિત શુભેચ્છા પત્ર લખ્યો હતો. દિયા અને પરિવારને પહેલીવાર આવો પત્ર મળ્યો હતો, તેમના માટે વડાપ્રધાનની આ ભાવના અને સૌજન્ય ગદગદિત કરનારું હતું. ચિત્રથી સ્પેનના PM ખૂબ ખુશ થયાનો પત્રમાં ઉલ્લેખ
પત્રમાં તેમણે દિયાએ આપેલી મનોહર ચિત્રભેટને અવર્ણનીય આનંદ આપનારી ગણાવી છે. સ્પેનના વડાપ્રધાન ચિત્રભેટથી ખૂબ ખુશ થયા હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. દિયાએ આ ચિત્ર નથી દોર્યું, પરંતુ સ્પેનના લોકો માટે આપણા દેશનો સ્નેહ અને લગાવ વ્યક્ત કર્યો છે, એવી લાગણી દર્શાવી છે. મોદીએ દેશવાસીઓનું જીવન વધુ સુખી-સમૃદ્ધ બને એવી ભાવના દર્શાવી
દિયાની ચિત્રકળામાં એક ઉમદા કલાકારની છબિ ઊભરી આવે છે, એવી પ્રશંસા સાથે જણાવ્યું છે કે નાની વયે અસાધારણ પ્રતિભા અને ઈશ્વરદત્ત કૃપા અનહદ આનંદ આપે છે. ગુજરાતનો યુવા વર્ગ અનેક ક્ષેત્રોમાં ઉત્તમ યોગદાન આપીને ગુજરાતના ઉજ્જવળ ભવિષ્યની ખાતરી કરાવે છે, એવી લાગણી દિયાના દૃષ્ટાંતને ટાંકીને વ્યક્ત કરી છે, સાથે વડાપ્રધાને વિકસિત ભારતના નિર્માણમાં આપણો યુવા વર્ગ અગ્રણી ભૂમિકા ભજવશે એવા વિશ્વાસ સાથે ભારતની વિકાસ યાત્રામાં મહત્ત્વાકાંક્ષી યુવા વર્ગને પ્રાપ્ત તકો દ્વારા દેશવાસીઓનું જીવન વધુ સુખી અને સમૃદ્ધ બનવાની ભાવના દર્શાવી છે. પત્રના અંતમાં પણ દીકરીને ધન્યવાદ આપ્યો
બહુ મોટી વાત તો એ છે કે આ પત્રમાં દેશના જન જનના ઉત્કર્ષ અને કલ્યાણની ખેવના હૃદયમાં રાખીને કર્મયોગ કરતા સાધક વડાપ્રધાને દિયાને ખંત અને મહેનતથી સર્જન તથા લલિતકળાનાં ક્ષેત્રોમાં પ્રદાન કરતા રહેવા પત્રમાં પ્રોત્સાહિત કરી છે. દિયાની લાગણી અને આકર્ષક ચિત્ર ભેટ માટે પત્રના અંતે ફરીથી ધન્યવાદ આપ્યા છે. મને અને મારા પરિવારને ખૂબ જ આનંદ થયો છેઃ દિયા
આ પ્રસંગે દિવ્યાંગ દિયા ગોસાઇએ જણાવ્યું હતું કે 28 ઓક્ટોબરે મેં વડાપ્રધાન મોદી અને પેડ્રો સાંચેઝને મેં તૈયાર કરેલા સ્કેચ ભેટમાં આપ્યા હતા. એ બદલ તેમણે મારો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યાર બાદ હવે વડાપ્રધાન મોદીએ મને એપ્રિશિયેશન લેટર મોકલ્યો છે, જેથી મને અને મારા પરિવારને ખૂબ જ આનંદ થયો છે. વડાપ્રધાન મોદીએ પોતે લેટર લખીને અમને મોકલતાં અમે ગર્વની લાગણી અનુભવીએ છીએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments