છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ગુનાખોરીના બનાવો સતત વધી રહ્યા છે. ચોરી, લૂંટ, હત્યાના બનાવોની સાથે સાથે દુષ્કર્મની ઘટનાઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે વિશ્વપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં સગીરા પર ગેંગરેપની ઘટના સામે આવી છે. આ અંગે મળતી માહિતી અનુસાર, 15 વર્ષીય સગીરા પોતાના મોટા પપ્પાના ઘરે જવા નીકળી હતી. એ દરમિયાન ઓળખીતી વ્યક્તિએ તેને બાઈક પર બેસાડી લીધી હતી. ત્યાર બાદ તેને અવાવરૂ જગ્યાએ લઈ જઈ 6 નરાધમે સાથે મળીને દુષ્કર્મ આચર્યું હતું. આરોપીઓએ અવાવરૂ જગ્યાએ તકનો લાભ લીધો આ પીડિતાને ઓળખીતી વ્યક્તિ દ્વારા બાઈક પર લઈ જવાયા બાદ 6 નરાધમે રોડની બાજુમાં જ અવાવરૂ જગ્યાનો લાભ લીધો અને સગીરાને પીંખી નાખી હતી. જેના લીધે પીડિતા બેભાન થઇ ગઇ હતી. પોલીસને આ ઘટનાની જાણકારી મળતાં જ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. માહિતી અનુસાર નરાધમો સગીરાને અર્ધબેભાન અવસ્થામાં મૂકીને ફરાર થઇ ગયા હતા. આ મામલે સગીરાની માતાએ અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. એક આરોપી ઘોડા ટાંકણી ગામનો હોવાનો ઉલ્લેખ
આ ફરિયાદના આધારે અંબાજી પોલીસે તપાસ શરૂ કરી છે અને સગીરાના મેડિકલ ચેકઅપ માટેની કાર્યવાહી પણ હાથ ધરાઈ હતી. ફરિયાદમાં સગીરાની માતાએ આરોપી ઘોડા ટાંકણી ગામની વ્યક્તિ હોવાનો ઉલ્લેખ કર્યો છે, જે સગીરાને બાઇક પર બેસાડીને છાપરી રોડ પર અવાવરૂ જગ્યાએ લઇ ગયો હતો અને ત્યાં છ નરાધમે વારાફરતી દુષ્કર્મ ગુજાર્યું હતું. સગીરા બૂમો ના પાડે એ માટે તેના મોઢામાં ડૂચો લગાવી દીધો હતો. પવિત્ર યાત્રાધામમાં દુષ્કર્મની ઘટના બાદ સ્થાનિક રહેવાસીઓ ફિટકાર વરસાવી રહ્યા છે. આરોપીને જલદીમાં જલદી પકડી કડકમાં કડક કાર્યવાહી માગ કરવામાં આવી રહી છે. પોલીસે પણ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઇને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. હજુ સુધી એકપણ આરોપી પકડાયો નથી. બીજા નોરતે વડોદરામાં સગીરા પર ગેંગરેપ
વડોદરા તાલુકા પોલીસ મથકથી અઢી કિલોમીટર દૂર ભાયલી-બીલ રોડ વિસ્તારમાં નવરાત્રિના બીજા નોરતે, એટલે કે 4 ઓક્ટોબરની રાત્રે 11.30 વાગ્યાના સુમારે સૂમસામ અંધકારમય રોડ ઉપર ધોરણ 11માં અભ્યાસ કરતી 16 વર્ષની સગીરા અને તેનો 16 વર્ષનો મિત્ર બેસવા માટે ગયાં હતાં અને રાત્રે 12થી 1 વાગ્યાના સુમારે શરમજનક ગેંગરેપની ઘટના બની હતી. વાંચો સંપૂર્ણ અહેવાલ આણંદમાં પ્રા.શાળામાં ગેંગરેપનો પ્રયાસ
6 ઓક્ટોબરે ચોથા નોરતે આણંદના બેડવા ગામની સગીરા પર ખડીપુરા ગામની પ્રાથમિક શાળામાં ગેંગરેપનો પ્રયાસ થયો હતો. આ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણ આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાંચો સંપૂર્ણ અહેવાલ છઠ્ઠા નોરતે માંગરોળના બોરસરામાં ગેંગરેપ
સુરત જિલ્લાના માંગરોળના બોરસરા ગામે 8 ઓક્ટોબરે (છઠ્ઠા નોરતે) વડોદરા પેટર્નથી 3 નરાધમે પહેલા સગીરાના મિત્રને માર મારીને ભગાડી મૂક્યો હતો. ત્યાર બાદ વારાફરતી સગીરાને પીંખી નાખી હતી. આ અંગે પીડિતાના મિત્રએ જાણ કરતાં ગ્રામજનોએ પહોંચી અર્ધનગ્ન હાલતમાં સગીરાને હોસ્પિટલ પહોંચાડી હતી. આ નરાધમો દુષ્કર્મ બાદ પીડિતા અને તેના મિત્રનો મોબાઇલ પણ લઇ ગયા હતા. વાંચો સંપૂર્ણ અહેવાલ