back to top
Homeગુજરાતઆવતીકાલથી આ રોડ પર નીકળ્યા તો ફેરો પડશે:સાબરમતી ગાંધી આશ્રમનો 500 મીટરનો...

આવતીકાલથી આ રોડ પર નીકળ્યા તો ફેરો પડશે:સાબરમતી ગાંધી આશ્રમનો 500 મીટરનો રોડ વાહનચાલકો માટે બંધ, આ રસ્તેથી કરી શકશો અવરજવર

કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા સાબરમતી ગાંધી આશ્રમને રિડેવલપમેન્ટ કરવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના પગલે સાબરમતી ગાંધી આશ્રમનો 500 મીટરનો રોડ વાહનોના અવરજવર માટે બંધ કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. સુભાષબ્રિજ કલેક્ટર ઓફિસ પાસેથી બત્રીસી ભવનથી ગાંધી આશ્રમ તરફનો માર્ગ આવતીકાલે 9 નવેમ્બરથી વાહનચાલકો માટે કાયમી ધોરણે બંધ કરવામાં આવ્યો છે. આ અંગે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે. વૈકલ્પિક માર્ગ
સુભાષબ્રિજથી વાડજ તરફ જવા માટે લોકોએ હવે પ્રબોધ રાવળબ્રિજથી રાણીપ ડીમાર્ટ સામેના રોડ પરથી ગાંધી આશ્રમ કાર્ગો મોટર્સ તરફ જઈ શકાશે. ગાંધી આશ્રમ પાસેનો 500 મીટરનો રોડ કાયમી બંધ
ઇન્ચાર્જ પોલીસ કમિશનર દ્વારા સાબરમતી ગાંધી આશ્રમ પાસેના 500 મીટરના રોડને કાયમી ધોરણે બંધ કરવા અંગે જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે. સુભાષબ્રિજ કલેક્ટર ઓફિસથી ગાંધી આશ્રમ જવાનો માર્ગ વહાન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. વાડજ તરફથી કાર્ગો મોટર્સ પાસેથી રોડ બંધ કરવામાં આવ્યો છે. વાડજથી આવતા લોકો કાર્ગો મોટર્સ પાસેના રોડ પર થઈ રાણીપ ડીમાર્ટ થઈ સુભાષબ્રિજ તરફ જઈ શકશે. સુભાષબ્રિજથી વાડજ તરફ જવા માટે RTO સર્કલથી પ્રબોધ રાવળબ્રિજ થઈ રાણીપ ડીમાર્ટ સામેના રોડ પરથી કાર્ગો મોટર્સ અને પરીક્ષિત લાલબ્રિજ થઈ વાડજ તરફ જઈ શકાશે. રાણીપ ડીમાર્ટથી આગળ ત્રણ રસ્તાથી પણ રામદેવપીરના ટેકરાવાળા રોડ પરથી વાડજ તરફ જઈ શકાશે. આ પણ વાંચો: 30 ઓક્ટોબરે દિવ્ય ભાસ્કરે આ રોડ બંધ થવાનો એક્સક્લૂઝિવ રિપોર્ટ આપ્યો હતો રસ્તો બંધ કરાતા ટ્રાફિક સમસ્યા સર્જાઈ શકે છે
રિડેવલપમેન્ટના પગલે ગાંધી આશ્રમ તરફ વાહનોની અવરજવર કાયમી ધોરણે બંધ કરાતા હવે સુભાષબ્રિજ તરફનો ટ્રાફિક વધશે. પ્રબોધ રાવળબ્રિજ પાસે રોડનું કામ હજી પૂર્ણ થયું નથી. RTO સર્કલથી બ્રિજ પર હજી કામ પૂર્ણ થયું નથી. માત્ર બ્રિજ બાદ રોડ પહોળો કરવામાં આવ્યો છે, ત્યારે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ શકે છે. પલક ટી રોડ પર વાડજ તરફ જવાના રોડ પર બ્રિજ બનાવવાની કામગીરી ચાલતી હોવાના કારણે ત્યાં પણ વધારે ટ્રાફિક થશે. ખેત વિકાસ પરિષદ નજીક નવું પાર્કિંગ બનાવવામાં આવ્યું
સુભાષબ્રિજ બાજુથી આવતા આશ્રમના મુલાકાતીઓની સગવડ માટે મગન નિવાસ નજીક જ્યારે વાડજ તરફથી આવતા મુલાકાતીઓ માટે ખેત વિકાસ પરિષદ નજીક નવું પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. જેથી આશ્રમની મુલાકાતે આવતા મુલાકાતીઓ પોતાનું વાહન ત્યાં પાર્ક કરી આશ્રમમાં જઈ શકશે. બંને તરફના રોડ બંધ કરવામાં આવતા ટ્રાફિકના સાઈનેઝ પણ લગાવવામાં આવ્યાં છે. સુભાષબ્રિજથી ગાંધી આશ્રમ તરફ જતા રોડ પર હોટલ આશ્રય સુધીનો રસ્તો ઘનશ્યામ નગર અને રિઝર્વ બેંકના ક્વાર્ટર્સ તેમજ બત્રીસી ભવન પાસે આવેલી સોસાયટીના સ્થાનિક રહીશોના અવરજવર માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments