વડોદરા શહેરમાં આવેલાં પૂરના પ્રકોપે શહેરને તહસ-નહસ કરી નાખ્યું હતું. આ પુરમાં નાગરિકોએ ન વિચાર્યું હોય તેથી વધુ નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો. નાગરિકોને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થયુ હતું. જેમાં ખાસ કરીને પૂરમાં પોતાનાં વાહનનો ડૂબી જતાં ભારે નુકસાનની વેઠવી પડી હતી. જે લોકોનું ઇન્સ્યોરન્સ હતું તે મંજૂર થતાં નાગરિકોએ દિવાળી પર નવા વાહનોની ખરીદી કરી છે. વડોદરામાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 25 ટકાથી વધુ વાહનોની ખરીદી જોવા મળી છે. ઇન્સ્યોરન્સ પાસ થતાં નવા વાહનોની ખરીદી
એક અંદાઝ મૂજબ વડોદરા શહેરમાં ગત વર્ષે દિવાળીના સમયમાં વેચાયેલા વાહનો કરતાં આ વખતે ખુબ મોટાં પ્રમાણમાં ટુ વ્હીલર, ફોર વ્હીલર વેચાયા છે. હાલમાં જે આંકડા સામે આવ્યા છે, તે મુજબ ટુ વ્હીલર અને ફોર વ્હીલર મળી અંદાજિત 50 કરોડથી પણ વધુ રૂપિયાના વાહનો વડોદરા વાસીઓએ ગત દિવાળી કરતાં આ વર્ષે વધુ ખરીદ્યા છે. પૂરમાં અનેક લોકોનાં વાહનો ટોટલ લોસ થઈ ગયાં હતાં. જેમાં ઇન્સ્યોરન્સ કંપની દ્વારા ઇન્સ્યોરન્સ પાસ થયાં જ આ દિવાળીએ વાહનોની ખરીદી લોકોએ કરી હતી. આ વર્ષે વાહન ડીલરોને ખુબ મોટા પ્રમાણમાં ધંધો થયો છે. ઇન્સ્યોરન્સ ક્લેમ કરતા રિપ્લેસમાં નવી કાર મળીઃ પ્રતિકભાઈ
આ અંગે ગ્રાહક પ્રતિકભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, જે રીતે વડોદરાની પરિસ્થિતિ હતી, આમ તો નજીવા વરસાદમાં શહેરમાં પાણી ભરાઈ જાય છે. પરંતુ આ વર્ષે ત્રણ-ત્રણ વાર પૂર આવ્યું, જેમાં જે સેલાબ આવ્યુ તેને કોઈ ભુલાવી શકતું નથી. પૂરના સંકટ પહેલા 25 દિવસ અગાઉ મેં નવી ગાડી ખરીદી હતી અને એમ. એસ. યુનિવર્સિટીમાં મૂકી હતી. મારી ગાડી ટોટલ લોસ થઈ ગઈ હતી. મારા બધા જ દસ્તાવેજ કમ્પલેટ હોવાના કારણે મેં ઇન્સ્યોરન્સ ક્લેમ માટે મૂક્યો હતો. જેના બદલામાં મને રિપ્લેસમાં નવી કાર આપવામાં આવી છે. મને હેલ્પરો દ્વારા અને કંપની દ્વારા યોગ્ય પ્રમાણમાં વળતર આપવામાં આવ્યું છે. દરેક ગ્રાહકને આઇડીપી આધારે વળતર ચૂકવવામાં આવ્યું છે. મને જે રિપ્લેસમાં ગાડી મળી છે તે મને ઝીરો ડીપી પર આપવામાં આવી છે, જે મારા માટે ખૂબ સારી વાત છે. મને જુની ગાડીના બદલે નવી ગાડી મળીઃ ચંદ્રકાંત મોરે
આ અંગે અન્ય એક ગ્રાહક ચંદ્રકાંત મોરેએ જણાવ્યું હતું કે, મારે ટોપ મોડલની વેન્યુ કાર હતી. વડોદરા શહેરમાં આવેલા પૂરના કારણે મારી ગાડીમાં મોટું નુકસાન થયું હતું, જેના કારણે અમે ઇન્સ્યોરન્સ ભરતા હતા. અમારી કાર અંગે કંપનીના માણસોએ ચેકિંગ કર્યું અને ત્યારબાદ તે ટોટલ લોસ હોવાની પુષ્ટિ કરી હતી. મારી કારની જે કિંમત હતી તે પ્રમાણમાં સાલવેઝ પૈસા કાપી અને નવી ગાડી મને આપવામાં આવી છે. ઇન્સ્યોરન્સ કંપનીનો આભાર છે કે, મને જુની ગાડીના બદલે નવી ગાડી મળી છે. આ વર્ષે 25% જેટલા વાહનો વધુ વેચાયા: વિપુલ શાહ
આ અંગે ફોર વ્હીલરના ડીલર વિપુલ શાહે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વર્ષે નવરાત્રિ અને દિવાળીમાં ખૂબ સારા પ્રમાણમાં કારોનું વેચાણ થયું છે. ગત વર્ષ કરતાં આ વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં લોકોએ ફોર વ્હીલરો ખરીદી છે. વધુ ખરીદી પાછળનું એકમાત્ર કારણ છે કે, પૂરની પરિસ્થિતિમાં વાહનો ખરાબ થયા હતા અને તેના ઇન્સ્યોરન્સ થતા જ દિવાળીમાં શુભમુહૂર્તમાં લોકોએ ખરીદી કરી છે. ગત વર્ષ કરતા 20થી 25 ટકા જેટલા વાહનો વધુ વેચાયા છે. બાઈકોના હજુપણ બુકિંગ થઈ રહ્યાં છેઃ નિખિલ ચાવલા
આ અંગે ટુ વ્હીલર ડીલર નિખિલ ચાવલાએ જણાવ્યું હતું કે, ગત વર્ષ કરતા આ વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં વાહનોની લોકોએ ખરીદી કરી છે. વડોદરા શહેરમાં આવેલા પૂરના કારણે મોટાભાગના વાહન ચાલકોએ ટુ વ્હીલર ખરીદ્યા છે. દિવાળીના તહેવાર દરમિયાન અને પાંચમ દરમિયાન પણ ખૂબ જ મોટા પ્રમાણમાં વાહનો માટે ગ્રાહકો આવ્યા હતા અને હજુ પણ મોટા પ્રમાણમાં બુકિંગ જોવા મળી રહ્યું છે. વર્ષ 2023 દિવાલીના આંકડા વર્ષ 2024 દિવાળીના આંકડા