વર્તમાન આર્થિક સ્થિતિને સૌથી વધુ લોકો શ્રેષ્ઠ ગણતા હોય એવા વિશ્વના વિશ્વના 29 દેશમાં ભારત બીજા ક્રમે છે. સિંગાપુર પહેલા ક્રમે છે. વૈશ્વિક માર્કેટ રીસર્ચ ફર્મ ઇપ્સોસના ‘વિશ્વમાં સૌથી વધુ શેની ચિંતા’ના માસિક સરવેમાં આ વાત જાણવા મળી હતી. તેમાં સમાવિષ્ટ 78% ભારતીયોએ દેશની વર્તમાન આર્થિક સ્થિતિને શ્રેષ્ઠ ગણાવી છે. એક વર્ષમાં આવું માનનારા 4% લોકો વધ્યા છે. પોતાના દેશની આર્થિક સ્થિતિ ખરાબ છે, એવું વિશ્વમાં 61% લોકોનું કહેવું છે. જાપાનમાં આવું માનનારા લોકોનો આંકડો સૌથી વધુ 86% છે. સરવે કહે છે કે રશિયા-યુક્રેનમાં યુદ્ધ શરૂ થયા પછી અઢી વર્ષમાં પહેલી વાર ‘મોંઘવારી’ હવે વિશ્વની સૌથી મોટી ચિંતા નથી રહી. હવે ‘હિંસા અને ગુનાખોરી’ સૌથી મોટી ચિંતા છે. ભારતમાં મોંઘવારીને સૌથી મોટી ચિંતા માનનારા લોકો વર્ષમાં 16% ઘટ્યા છે. જોકે હજી પણ દેશમાં 30% લોકો મોંઘવારી અને આટલા જ લોકો બેરોજગારીને મોટી ચિંતા માને છે. ટોપ-5 ચિંતામાં માત્ર ગરીબી-અસમાનતાને મોટી ચિંતા માનનારા 4% વધ્યા છે. યુદ્ધની અસર; 31% માટે હિંસા મોટી ચિંતા છે સંકટ; ક્લાયમેટ ચેન્જ અંગે વિશ્વ બેદરકાર દરેક માપદંડમાં યુરોપીયન સૌથી ઓછા અને એશિયનો સૌથી વધુ ચિંતિત…
દક્ષિણ અમેરિકન દેશ ચિલી ‘હિંસા અને ગુનાખોરી’ માટે સૌથી વધુ ચિંતિત છે. પૂર્વ યુરોપીયન દેશ હંગેરીમાં માત્ર 7% લોકોને જ આની ચિંતા છે. તુર્કિએના રહીશો (57%) વિશ્વમાં મોંઘવારી મુદ્દે સૌથી વધુ ચિંતિત છે. સ્વીડિશ (17%) વિશ્વમાં મોંઘવારી અંગે સૌથી વધુ આશ્વસ્થ છે. થાઇલૅન્ડના લોકોને (47%) પોતાના દેશમાં સૌથી વધુ ‘ગરીબી અને સામાજિક અસમાનતા’ દેખાય છે.