back to top
Homeગુજરાતએક પછી એક મહિલા પડવા લાગી:સુરતમાં બેઝમેન્ટના AC હોલમાં નોન-વેજ સિઝલરના ધુમાડાથી...

એક પછી એક મહિલા પડવા લાગી:સુરતમાં બેઝમેન્ટના AC હોલમાં નોન-વેજ સિઝલરના ધુમાડાથી ઓક્સિજનનું પ્રમાણ ઘટ્યું, ગૂંગળામણથી 20થી વધુ મહિલા બેભાન થઈ

સુરતના ઝાંપાબજાર દેવડી પાછળ આવેલા નૂરપુરાના બેઝમેન્ટમાં આવેલા હોલમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જતાં 20થી વધુ મહિલાઓ બેભાન થઈ જતાં મોડીરાત્રે અફરાતફરી મચી ગઈ હતી. દાઉદી વોરા સમાજના રાત્રિભોજન માટે AC હોલમાં નોન-વેજ સિઝલર આરોગવા આવેલી 20થી 30 મહિલાઓ એક પછી એક પડવા લાગતાં ટાવર રોડની બુરહાની હોસ્પિટલની એમ્બ્યુલન્સથી આખો વિસ્તાર ગુંજી ઊઠ્યો હતો. જોકે, આ ઘટના બાદ સુરત મહાનગરપાલિકાનું તંત્ર સફાળું જાગ્યું હતું. ઝાંપાબજાર ખાતે આવેલા અલનુર મેન્સનના બેઝમેન્ટના ભાગને સુરત મનપાએ સીલ કર્યું. ફાયર વિભાગે અગાઉ પણ નોટિસ આપી હતી
સુરત મહાનગરપાલિકાને મોડે મોડે કાર્યવાહી કરવાનું બ્રહ્મજ્ઞાન થતાં ટીમ સીલ મારવા પહોંચી હતી. બેઝમેન્ટના ભાગે અવરજવર માટે કોઈ વ્યવસ્થા નથી. ગત રોજ બેઝમેન્ટના ભાગે ભોજન સમારંભનું આયોજન કરાયું હતું. જે દરમિયાન ઘટના બની હતી. મનપાના ફાયર વિભાગ દ્વારા પણ અગાઉ આ બેઝમેન્ટને નોટિસ આપાઈ હતી. સિઝલરનો ધુમાડો હોલમાં ફરી વળતાં ઓક્સિજન લેવલ ઘડ્યું
નૂરપુરામાં આવેલી ઇમારતના બેઝમેન્ટમાં બિલ્ડરે ગેરકાયદે AC હોલ બનાવી દઈ ભાડે આપવાનું શરૂ કર્યું છે. આજે દાઉદી વોરા સમાજની મહિલાઓ માટે મીઠી સિતાબીનાં જમણમાં નોન-વેજ સિઝલર પીરસવામાં આવ્યું હતું. અહીં હોલમાં 1-1 ટનના ચારથી પાંચ એસી હોવા સાથે સિઝલરનો ધુમાડો ગેરકાયદે બેઝમેન્ટના હોલમાં ફરી વળતાં ઓક્સિજન લેવલ ઘટી જવાને લીધે 20થી વધુ મહિલાઓ ભોજન દરમિયાન ચક્કર ખાઈ બેભાન થઈ જતાં નાસભાગ મચી જવા પામી હતી. મહિલાઓ હોલની બહાર ચક્કર ખાઈ બેભાન થઈ ગઈ
108 બોલાવવાને બદલે મહીધરપુરા ટાવર રોડ પાસેની બુરહાની હોસ્પિટલની એમ્બ્યુલન્સ મોકલી બેભાન મહિલાઓને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં મહિલાઓને તાત્કાલિક સારવાર આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. કેટલીક મહિલાઓ હોલની અંદર તો કેટલીક મહિલાઓ હોલની બહાર ચક્કર ખાઈ બેભાન થઈ ગઈ હતી. 10 મહિલાને પ્રાથમિક સારવાર પછી રજા અપાઈ
સફોકેશન અને ઓક્સિજન લેવલ ઓછું થઈ જતાં મહિલાઓ સાથે ઘટના બની હોવાનું બુરહાની હોસ્પિટલના તબીબોએ પરિવારના સભ્યોને જણાવ્યું હતું. નવાઈની વાત એ છે કે આવી ગંભીર ઘટના બની છતાં મહિલાઓ માટે રાત્રિભોજનનું આયોજન કરનારા આયોજકોએ પોલીસ અને આરોગ્ય વિભાગને જાણ કરી ન હતી. હોસ્પિટલમાં 20 મહિલાને સારવાર આપવામાં આવી રહી છે. 10 મહિલાને પ્રાથમિક સારવાર પછી રજા આપવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments