ફાસ્ટ બોલર અલ્ઝારી જોસેફ પર 2 મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ (CWI)એ કેપ્ટન શાઈ હોપ પર ફિલ્ડ પ્લેસમેન્ટ પર તેની સાથે દલીલ કરવા બદલ પ્રતિબંધ મૂક્યો છે. 27 વર્ષના ફાસ્ટ બોલર જોસેફે તો મેચની વચ્ચે જ મેદાન છોડી દીધું હતું. ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે ગુરુવારે એક નિવેદનમાં કહ્યું- જોસેફનું વર્તન CWIના પ્રોફેશનલિઝમના ધોરણો અનુસાર ન હતું. CWIના ક્રિકેટ ડિરેક્ટર માઈલ્સ બાસકોમ્બે કહ્યું, ‘અલ્ઝારીનું વર્તન ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝના મૂળ મૂલ્યોને અનુરૂપ ન હતું. આ પ્રકારના વર્તનને અવગણી શકાય નહીં.’ જોસેફે કેપ્ટન, ટીમ અને ફેન્સની માફી માગી
CWIના નિવેદનમાં જોસેફની માફીનો પણ સમાવેશ થાય છે, જેમાં જોસેફને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, ‘હું કબૂલ કરું છું કે મેં થોડો વધુ પડતો જુસ્સો દેખાડી દીધો છે. મેં કેપ્ટન શાઈ હોપ અને મારા સાથી ખેલાડીઓ અને મેનેજમેન્ટની અંગત રીતે માફી માગી છે. હું વેસ્ટ ઈન્ડિઝના પ્રશંસકો માટે મારી નિષ્ઠાપૂર્વક માફી માગું છું, કૃપા કરીને સમજો કે ચુકાદામાં સહેજ પણ ક્ષતિ પણ દૂરગામી અસરો કરી શકે છે અને કોઈપણ નિરાશા માટે હું ખૂબ જ દિલગીર છું.’ શું છે સમગ્ર મામલો?
ફાસ્ટ બોલર અલઝારી જોસેફ વેસ્ટ ઈન્ડિઝ-ઇંગ્લેન્ડની ત્રીજી ODI દરમિયાન કેપ્ટન શેન હોપ સાથે દલીલ કરતા જોવા મળ્યો હતો. તે કેપ્ટન શૈન હોપે સેટ કરેલી ફિલ્ડિંગ સાથે સહમત ન હતો, જ્યારે તેણે કેપ્ટનને તેને બદલવા માટે કહ્યું તો હોપે ના પાડી. જેના કારણે તે ગુસ્સે થઈને મેદાનની બહાર નીકળી ગયો હતો. આ પછી વેસ્ટ ઈન્ડિઝની ટીમે એક ઓવર સુધી 10 ફિલ્ડરો સાથે રમવાનું ચાલુ રાખ્યું. જોકે, બાદમાં તે મેદાનમાં પરત ફર્યો હતો. જુઓ ફોટા… જોસેફે મેચમાં 2 વિકેટ લીધી હતી
આ મેચમાં અલ્ઝારી જોસેફે 10 ઓવર ફેંકી હતી. તેણે એક મેડનની મદદથી 45 રનમાં 2 વિકેટ લીધી હતી.